Reliance Jio: ADIAના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું

News18 Gujarati
Updated: June 8, 2020, 5:45 PM IST
Reliance Jio: ADIAના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું
Jio પ્લેટફોર્મ્સમાં 1.16 ટકા ભાગીદારી માટે 5683.5 કરોડ રુપિયાનું રોકાણ કરશે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી

જિયો પ્લેટફોર્મ્સમાં ADIA 1.16 ટકાની ભાગીદારી માટે 5,683.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

  • Share this:
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની (RIL)ના ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)ને આઠમો રોકાણકાર મળી ગયો છે. ફેસબુક અને અન્ય દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ પછી હવે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA)એ પણ જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. જિયો પ્લેટફોર્મ્સમાં ADIA 1.16 ટકાની ભાગીદારી માટે 5,683.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. છેલ્લા સાત સપ્તાહમાં જિયો પ્લેટફોર્મમાં આ આઠમું નિવેશ છે. ADIA UAEની સોવરેન વેલ્થ ફંડ છે.

છેલ્લા 47 દિવસોમાં 8 નિવેશો દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં 21.06% ઇક્વિટી માટે 97,885.65 રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે. આ રોકાણ 22 એપ્રિલે ફેસબુકથી શરુ થયું હતું. આ પછી સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ એટલાંટિક, KKR,મુબાડલાએ રોકાણ કર્યું છે. આ સાથે છેલ્લા 47 દિવસોમાં જિયો પ્લેટફોર્મ્સે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરી લીધું છે.



મુકેશ અંબાણીએ શું કહ્યું?
આ ડીલ ઉપર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ (Mukesh Ambani) કહ્યું હતું કે, 'મને ખુશી છે કે ADIA, રોકાણના ચાર દશકની સફળતાના ટ્રેક રેકોર્ડની સાથે, Jio Platforms સાથે પાર્ટનરશિપ કરી રહ્યું છે. તે જીયોના મિશનમાં ભાગીદાર છે. જે ભારત માટે ડિજિટલ લીડરશિપ અને સમાવેશી વિકાસની તક ઉભી કરે છે. આ રોકાણ અમારી રણનીતિ અને ભારતની ક્ષમતા ઉપર ADIAને વિશ્વાસ છે.'

ADIAના પ્રાઇવેટ ઇક્વિટી વિભાગના કાર્યકારી નિર્દેશક હમાદ શાહવાન અલ્દહેરીએ કહ્યું હતું કે Jio પ્લેટફોર્મ્સ ભારતની ડિજિટલ ક્રાંતિમાં સૌથી આગળ છે. Jioમાં અમારું રોકાણ ADIAની બજારમાં અગ્રણી કંપનીઓમાં રોકાણ કરવાની અમારી સમજ અને વિશેષજ્ઞતાને પ્રદર્શિત કરે છે.શુક્રવારે (5 જૂન) સિલ્વર લેક પાર્ટનર્સે (Silver Lake Partners)વધારાના 0.93 ટકા સ્ટેક માટે 4,546.80 કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી હતી. મે ની શરુઆતમાં પણ સિલ્વર લેકે 1.15 ટકાની ભાગીદારી માટે 5,655.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શુક્રવારે અબુધાબી સ્થિત નિવેશ કંપની મુબાડલા (Mubadala)એ 9,093.60 કરોડ રૂપિયામાં 1.85 ટકા ભાગીદારી ખરીદી હતી. ADIAએ જિયો પ્લેટફોર્મની ઇક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા ને એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ હોવાનો અંદાજ લગાવ્યો છે.
First published: June 8, 2020, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading