કોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

News18 Gujarati
Updated: March 31, 2020, 8:23 AM IST
કોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ પહેલથી મોટી સંખ્યામાં ભૂખનો સામનો કરી રહેલા મજૂરો, ઘરવિહોણા લોકોને મદદ મળશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ પહેલથી મોટી સંખ્યામાં ભૂખનો સામનો કરી રહેલા મજૂરો, ઘરવિહોણા લોકોને મદદ મળશે

  • Share this:
મુંબઈઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) ના કારણે ઊભા થયેલા સંકટની સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ 10 દિવસો સુધી 50 લાખ લોકોને માટે ભોજનની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે આ જાણકારી આપી. આ ભારતમાં પોતાની રીતે સૌથી વધુ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવાનો વિશેષ પ્રોગ્રામ છે. તેનાથી કોરોના સંકટથી મોટી સંખ્યામાં ભૂખનો સામનો કરી રહેલા મજૂરો, ઘરવિહોણા લોકોને મદદ મળશે. મૂળે, દેશમાં 21 દિવસના લૉકડાઉનની વચ્ચે એવા અહેવાલ આવી રહ્યા હતા કે મજૂરો, ઘરવિહોણા લોકોને ખાવાનું પણ નથી મળતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે COVID-19ના કારણે દેશમાં ઊભા થયેલા સંકટની સ્થિતિનો સામનો કરવા માટે અને પણ અનેક મોટા પગલા ઉઠાવ્યા છે. આ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)એ 100 પથારીઓની પહેલી COVID-19 હૉસ્પિટલ માત્ર બે સપ્તાહમાં તૈયાર કરી હતી.

મુકેશ અંબાણીએ શું કહ્યું?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે 'અમને વિશ્વાસ છે કે ભારત જલદીથી કોરોના વાયરસ દુર્ઘટના પર વિજય મેળવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આખી ટીમ સંકટની આ ઘડીમાં દેશની સાથે છે અને કોવિડ -19 સામેની આ લડત જીતવા માટે તમામ સહાયતા કરશે.

રિલાયન્સ દેશવાસીઓની સાથે છે

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું કે, 'જેમ જેમ રાષ્ટ્ર કોવિડ -19 રોગચાળો સામે લડવા માટે એક થયો છે, તેમ રિલાયન્સ ફાઉન્ડેશન પોતાના દેશવાસીઓ અને મહિલાઓ સાથે મજબૂતી સાતે ઉભું છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ પ્રથમ પંક્તિમાં લડતા હોય છે.અમારા ડોકટરો અને કર્મચારીઓએ ભારતની પ્રથમ કોવિડ -19 હોસ્પિટલ સ્થાપવામાં મદદ કરી છે અને અમે કોવિડ -19 ની સ્ક્રીનીંગ, પરીક્ષણ, નિવારણ અને સારવારમાં સરકારને સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ.

નોંધનીય છે કે, સોમવારે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પીએક કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. RIL દ્વારા જ આપવામાં આવેલી જાણકારી મુજબ, પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ ઉપરાંત કંપની મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ 5-5 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપશે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ

માસ્ક અને PPEનું પણ ઉત્પાદન કરી રહી છે RIL

રિલાયન્સ એક લાખ માસ્ક અને હજારોની સંખ્યામાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) પણ તૈયાર કરી રહ્યું છે. જેથી દેશના સ્વાસ્થ્યકર્મીઓનું ધ્યાન રાખવામાં આવી શકે. ઇમરજન્સી વાહનોમાં પણ ફ્રી ફ્યૂઅલ અને ડબલ ડેટા રિલાયન્સ પહેલા જ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

(ડિસ્ક્લેમરઃ ગુજરાતી ન્યૂઝ18 ડૉટ કૉમ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

આ પણ વાંચો, PM CARES Fundમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 500 કરોડ આપવાની જાહેરાત, બે રાજ્યને 5-5 કરોડની સહાયતા
First published: March 31, 2020, 8:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading