ફ્યૂચર ગ્રૂપના રિટેલ બિઝનેસને ખરીદશે રિલાયન્સ રિટેલ, 24,713 કરોડ રૂપિયામાં ડીલ

ફ્યૂચર ગ્રૂપના રિટેલ બિઝનેસને ખરીદશે રિલાયન્સ રિટેલ, 24,713 કરોડ રૂપિયામાં ડીલ
ફ્યૂચર ગ્રૂપના રિટેલ બિઝનેસને ખરીદશે રિલાયન્સ રિટેલ, 24,713 કરોડ રૂપિયામાં ડીલ

રિલાયન્સ રિટેલે (RRVL) ફ્યૂચર ગ્રૂપ (Future Group)ના રિટેલ, હોલસેલ બિઝનેસ, લોજિસ્ટિક્સ અને વેયરહાઉસ બિઝનેસના અધિગ્રહણની જાહેરાત કરી

 • Share this:
  મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડે (RRVL) શનિવારે ફ્યૂચર ગ્રૂપ (Future Group)ના રિટેલ, હોલસેલ બિઝનેસ, લોજિસ્ટિક્સ અને વેયરહાઉસ બિઝનેસના અધિગ્રહણની જાહેરાત કરી છે. રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચે આ ડીલ 24,713 કરોડ રૂપિયામાં થઇ છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ એક વિશેષ સ્કીમ અંતર્ગત થઈ રઈ છે. જેમાં ફ્યૂચર ગ્રૂપ ભવિષ્યમાં બિઝનેસ કરનારી કેટલીક કંપનીઓેને ફ્યૂચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ (FEL)માં વિલય કરી રહ્યું છે. આ સ્કીમ અંતર્ગત રિલાયન્સ અને હોલસેલ ઉપક્રમને રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ (RRFLL)ને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.

  આ સ્કીમ અંતર્ગત
  1. રિટેલ અને હોલસેલ ઉપક્રમને રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ (RRFLL)ને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ કંપનીની સ્વામિત્વ RRVL પાસે છે.

  2. લોજિસ્ટિક્સ એન્ડ વેયરહાઉસિંગ ઉપક્રમને RRVL પાસે ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો - ગુજરાતના ગૌરવ Amul એ જમાવી ધાક, વિશ્વની ટોપ 20 ડેરીમાં મેળવ્યું સ્થાન  3. RRFLL પણ નિવેશનો પ્રસ્તાવ લઈને આવી છે જે આ પ્રકારે છે. વિલય પછી FELમાં 6.09 ટકા ઇક્વિટી શેર્સ માટે પ્રીફેરેંશિયલ ઇશ્યૂ દ્વારા 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઇક્વિટી વાંરટ દ્વારા પ્રીફરેંશિયલ ઇશ્યૂ માટે 400 કરોડ રૂપિયાનું નિવેશ થશે. 75 ટકા રકમનું કનવર્ઝન અને પેમેન્ટ પછી RRFLL દ્વારા અધિગ્રહણ પુરુ થશે.

  ઇશાં અંબાણીએ શું કહ્યું

  રિલાયન્સ રિટેલ વેન્ચર્સના નિર્દેશક ઇશા અંબાણીએ કહ્યું હતું કે આ ટ્રાન્જેક્શન પછી અમે ફ્યૂચર ગ્રૂપના આ પોપ્યુલર બ્રાન્ડને અપનાવી રહ્યા છીએ. અમે તેના બિઝનેસ ઇકોસિસ્ટમને પણ બચાવી રાખીશું. ભારતમાં આધુનિક રિટેલ બિઝનેસના વિકાસમાં ફ્યૂચર ગ્રૂપે મહત્વની ભૂમિકા નિભાવી છે.

  તેમણે કહ્યું કે રિટેલ ઇન્ડસ્ટ્રીમાં ગ્રોથ મોમેંટમ જારી રાખવાની આશા છે. અમે એક મોટા કંઝ્યૂમર બ્રાન્ડ તરીકે પોતાના ખાસ મોડલ અંતગર્ત નાના વેપારીઓ અને કિરાના સ્ટોરને સક્રિયતાથી સહયોગ કરી રહ્યા છીએ. અમે દેશભરના ગ્રાહકોને પોતાની સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
  Published by:Ashish Goyal
  First published:August 29, 2020, 22:23 pm