RIL to Acquire Hotel Mandarin Oriental: રિલાયન્સે ન્યુયોર્કમાં ખરીદી લક્ઝરી હોટેલ, 729 કરોડ રૂપિયામાં થઈ ડીલ
RIL to Acquire Hotel Mandarin Oriental: રિલાયન્સે ન્યુયોર્કમાં ખરીદી લક્ઝરી હોટેલ, 729 કરોડ રૂપિયામાં થઈ ડીલ
વર્ષ 2003માં નિર્મિત મેન્ડારિન ઓરિએન્ટલ ન્યૂયોર્કની 80 કોલંબસ સર્કલ સ્થિત એક પ્રતિષ્ઠિત હોટેલ છે (Image- www.mandarinoriental.com)
RIL to Acquire Hotel Mandarin Oriental: વર્ષ 2003માં નિર્મિત મેન્ડારિન ઓરિએન્ટલ ન્યૂયોર્ક (New York)ની 80 કોલંબસ સર્કલ સ્થિત એક પ્રતિષ્ઠિત હોટેલ છે, જે સેન્ટ્રલ પાર્ક (Central Park) અને કોલંબસ સર્કલ (Columbus circle)ની બાજુમાં છે.
નવી દિલ્હી. અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) વધુ એક મોટી બિઝનેસ ડીલ કરી છે. RILએ શનિવારે ન્યૂયોર્કની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલ મેન્ડારિન ઓરિએન્ટલને 729 કરોડ રૂપિયા (9.81 કરોડ ડોલર)માં હસ્તગત (Reliance Industries to Acquire New York’s Hotel Mandarin Oriental) કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી. વર્ષ 2003માં નિર્મિત મેન્ડારિન ઓરિએન્ટલ ન્યૂયોર્ક (New York)ની 80 કોલંબસ સર્કલ સ્થિત એક પ્રતિષ્ઠિત હોટેલ છે, જે સેન્ટ્રલ પાર્ક (Central Park) અને કોલંબસ સર્કલ (Columbus circle)ની બાજુમાં છે.
શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું, ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ (RIIHL) એ લગભગ 9.81 કરોડ ડોલરમાં કોલંબસ સેન્ટર કોર્પોરેશન (કેમેન)ની સંપૂર્ણ શેર કેપિટલને હસ્તગત કરવા માટે એક અગ્રીમેન્ટ કર્યું છે. આ કેમેન આઇલેન્ડ્સમાં સામેલ એક કંપની છે અને મેન્ડારિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં 73.37% ભાગેદારીની અપ્રત્યક્ષ માલિક છે. મેન્ડારિન ઓરિએન્ટલ ન્યૂયોર્ક શહેરની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલમાંથી એક છે.’
Oberoi Hotelsમાં પણ રોકાણ
આ અધિગ્રહણ આરઆઈએલના પોતાના કન્ઝ્યુમર અને હોસ્પિટેલિટી (consumer and hospitality) બિઝનેસનું વિસ્તરણ કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. સમૂહનું EIH (ઓબેરોય હોટેલ્સ)માં રોકાણ છે અને તેણે બકિંગહામશાયરમાં 300-એકર સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ હસ્તગત કર્યું છે. RIL મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કન્વેન્શન સેન્ટર, હોટલ અને residences પણ વિકસાવી રહી છે.
રિલાયન્સે કહ્યું કે માર્ચ 2022ના અંત સુધીમાં ટ્રાન્ઝેક્શન ફાઇનલ થવાની અપેક્ષા છે. આ ડીલમાં હોટલના અન્ય માલિકો પણ તેમનો હિસ્સો વેચશે. બાકીના 26.63% પણ RIIHL દ્વારા હસ્તગત કરવામાં આવશે. બાકીનો સોદો પણ એ જ વેલ્યુએશન પર થશે, જેમાં 73.37% હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર