Home /News /business /

રિલાયન્સે ફ્યુચર ગ્રુપના સ્ટોર્સને ટેક ઓવર કરતા વિક્રેતા, કર્મચારીઓ અને માલિકોને રાહત, અનેક અનિશ્ચિતતાઓ ટળી

રિલાયન્સે ફ્યુચર ગ્રુપના સ્ટોર્સને ટેક ઓવર કરતા વિક્રેતા, કર્મચારીઓ અને માલિકોને રાહત, અનેક અનિશ્ચિતતાઓ ટળી

રિલાયન્સે ફ્યુચર ગ્રુપને ટેકઓવર કર્યું. (ફાઇલ તસવીર)

Reliance takes over Future Group: ઇઝી ડે માર્ટના માલિક પંકજ બંસલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ફ્યુચર ગ્રૂપ દ્વારા સમયસર ભાડું ચૂકવવામાં આવતું ન હતું. રિલાયન્સના ટેકઓવર પછી આવું થશે નહીં.

મુંબઈ: હાલમાં મુકેશ અંબાણી (Mukesh Ambani) ની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) ફ્યુચર ગ્રૂપ (Future Group) ના રિટેલ સ્ટોર્સનું ઓપરેશનલ ચાર્જ લેવાનું શરૂ કર્યું છે. આ તમામ સ્ટોર્સને રિલાયન્સ રિટેલના લેબલ હેઠળ રિબ્રાન્ડ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને વેચાણકારો, સપ્લાયર્સ, મકાનમાલિકો અને સ્ટોર્સના કર્મચારીઓ આને આવકારદાયક પગલું ગણાવી રહ્યા છે અને આ ફેરફાર પ્રત્યે તેઓ સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. આ તમામ લોકો હાલ બિઝનેસના ફરીથી રિવાઈવ થવાની આશા વ્યક્ત કરી રહ્યાં છે. તેમનો દાવો છે કે પહેલા સ્ટોર્સ સારી રીતે કામ કરી રહ્યાં ન હતા.

રિલાયન્સે તાજેતરમાં ફ્યુચર રિટેલ સ્ટોર્સ એક્વાયર કરવાનું શરૂ કર્યું છે, આ સ્ટોર્સ માટેના તમામ લીઝ રિલાયન્સના નામે હતા. આ દરમિયાન ફ્યુચર ગ્રૂપને સ્ટોર્સની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ સાથે જ માલિકોને લીઝની ચૂકવણી કરવી પણ મુશ્કેલ બની હતી, જેથી સ્ટોર્સનું લાંબા સમય સુધી સંચાલન કરવું મુશ્કેલ બન્યુ હતું.

રિલાયન્સ આ સ્ટોર્સના કર્મચારીઓને જોબ ઓફર કરે છે, જે ફ્યુચર ગ્રૂપના રિટેલ નેટવર્કના લગભગ 30,000 કર્મચારીઓ માટે નોકરીની ખાતરી પણ આપશે. ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ આ ફેરફારને આવકાર્યો છે અને કહ્યું છે કે કર્મચારીઓને મહિનાઓની તકલીફોનો અંત આવવાને કારણે રાહત થશે. આ સાથે જ કર્મચારીઓને સમયસર પગારની ચૂકવણી પણ કરવામાં આવશે.

કર્મચારીઓને થશે ફાયદો

ઇઝી ડે માર્ટ (Easy Day Mart) ના ભૂતપૂર્વ માલિક પંકજ બંસલે જણાવ્યું કે, આ પગલું કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે. કારણ કે, હવે તેમને નિયમિત ધોરણે પગારની પણ ચૂકવણી કરવામાં આવશે. તેઓ જણાવે છે કે, જ્યારે તમને મહિનાઓ સુધી પગાર ન મળતો હોય ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ સ્વાભાવિક છે. કર્મચારીઓને કેટલીકવાર થોડો જ પગાર મળતો હતો. જેના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે, રિલાયન્સ દ્વારા સત્તા સંભાળવાથી કર્મચારીઓને સમયસર પગાર મળશે.

વિક્રેતા અને સપ્લાયર્સે પણ તેમની બાકી રકમ છૂટી થવાથી રાહત અનુભવી હશે. આશા છે કે નવા ગ્રાહક તરીકે આ મોટા કોર્પોરેટ સાથે તેમની પાસે નવી વ્યાપાર તકોની સંભાવના હશે.

રિલાયન્સના આગમનથી અનેક સુધારા થશે

એમ્બેસ્ટન માર્કેટિંગ સોલ્યુશન્સના મેનેજિંગ પાર્ટનર શમ્મી ઠાકુરે જણાવ્યું હતું કે, આ પગલું કર્મચારીઓ અને રિટેલ ક્ષેત્ર સહિત દરેક માટે ફાયદાકારક રહેશે. આનાથી નવી તકો ખુલશે સાથે જ પેમેન્ટને લઈને થતી સમસ્યાઓ પણ દૂર થશે. છેલ્લા સાત વર્ષથી આ સમસ્યા આ એક મોટો પડકાર હતી. વધુમાં તેઓ જણાવે છે કે, રિલાયન્સ એક મોટો પ્લેયર છે જેના આગમનથી ઘણા સુધારા આવશે.

સ્ટોરના માલિકોએ પણ ગત વર્ષથી જ રિલાયન્સને તેમના સ્ટોરની લીઝ ઓફર કરવાનું શરૂ કર્યું હતું કારણ કે ફ્યુચર ગ્રૂપ દ્વારા તેમનુ ભાડું સમયસર ચૂકવવામાં આવતું ન હતું. નજીકના સમયમાં પણ તે શક્ય બને તેવી કોઈ શક્યતાઓ દેખાતી ન હતી. રિલાયન્સ સાથે લીઝની વિચારણા કર્યા પછી તેમના બાકી લેણાં ચૂકવવામાં આવ્યા હતા. હવે તેમને આશા છે કે, આગામી ભવિષ્યમાં સમયસર તેમને ભાડું ચુકવવામાં આવે.

'વિશ્વના સૌથી મોટા જૂથ સાથે કામ કરવાનો આનંદ'

ઇઝી ડે માર્ટના માલિક પંકજ બંસલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ફ્યુચર ગ્રૂપ દ્વારા સમયસર ભાડું ચૂકવવામાં આવતું ન હતું. રિલાયન્સના ટેકઓવર પછી આવું થશે નહીં. મારી પાસે બલ્લબગઢમાં ઇઝી ડેનું આઉટલેટ છે. છેલ્લા ઘણા મહિનાઓથી ઇઝી ડે ભાડું આપવામાં નિષ્ફળ રહ્યું છે. છેલ્લા બે વર્ષથી આવું થઈ રહ્યું છે. કોવિડ- 19 દરમિયાન તેઓએ અમને એક પણ પૈસો ચૂકવ્યો ન હતો. તેથી અમે રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયા અને તેઓ આ બાબતનું નિરાકરણ લાવવા સંમત થયા હતા. હવે અમે વિશ્વના સૌથી મોટા ગ્રુપ સાથે કામ કરવા જઈ રહ્યા છે, તેથી અમને ખૂબ ખૂશી થાય છે.

સાઈ શક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેસિડેન્ટ અને હૈદરાબાદમાં હેરિટેજ સ્ટોરના માલિક અને વિક્રેતા ડૉ. એનપીવીએસ રાજુએ જણાવ્યું હતું કે ફ્યુચર ગ્રુપે તેમનો સ્ટોર સંભાળ્યો ત્યારથી તેઓને ખૂબ તકલીફો સહન કરવી પડી છે.

ફ્યુચર ગ્રૂપ સાથેની તકલીફો વિશે વાત કરતા ડૉ. રાજુ કહે છે કે, 2011માં અમે હેરિટેજ સ્ટોર્સ શરૂ કર્યા હતા, જે આ વિસ્તારનો પહેલો સ્ટોર પણ છે. સાત વર્ષ પછી ફ્યુચર ગ્રૂપે હેરિટેજ પાસેથી કબજો મેળવ્યો હતો. ત્યારથી જ અમે અનિયમિત ચૂકવણીઓ અને સ્ટોરની યોગ્ય રીતે જાળવણી ન કરવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ. અમારું વેચાણ ઘટી ગયું છે અને પૂરતા કર્મચારીઓ પણ નથી. તેમણે સમયસર લાઈટ બિલ પણ ચૂકવ્યા ન હતા અને પાવર કટ થતા અમારે દખલગીરી કરવી પડી હતી.

ઉજ્જવળ ભવિષ્યની આશા

રિલાયન્સના ટેકઓવર પછી એક ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકવાર રિલાયન્સ ગ્રૂપ ટેકઓવર કરી લેશે પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે બધુ સારું થઈ જશે. અમે રિલાયન્સને શુભેચ્છા પાઠવીએ છીએ. અમને સ્ટોર્સ માટે ખૂબ જ સારું ભવિષ્ય દેખાય છે અને આશા છે કે બધુ બરાબર થઈ જશે.

ફ્યુચરને ભારતમાં ઓર્ગનાઈઝ્ડ રિટેલના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે, તે થોડા સમયથી મુશ્કેલીમાં છે. કોઈ પણ પેમેન્ટ ચૂકવવામાં સક્ષમ ન હતું. 2020માં તેણે રિલાયન્સને તેની રિટેઈલ અસેટ્સ વેચવા માટે ડીલ કરી હતી. જો કે એમેઝોને ડીલમાં એક સ્પૅનર મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની પાસે ફ્યુચર સાથેની ડીલ હતી. આવી કોઈપણ ડીલ દેશના કાયદાનું ઉલ્લંઘન હશે અને એમેઝોન દેશમાં મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં રોકાણ કરી શકતું નથી કારણ કે FDI નિયમો તેને આવુ કરવાની મંજૂરી આપતા નથી. જો કે રિટેલરને નિયંત્રણમાં રાખવા માટ તેને કાયદાકીય સંધર્ષ કરવો પડ્યો હતો. આનાથી કર્મચારીઓ માટે અનિશ્ચિતતા ઊભી થઈ હતી અને વિક્રેતાઓ અને સપ્લાયરો માટે ધંધામાં નુકસાન પણ થયું.

આ પણ વાંચો: Reliance ઇન્ડસ્ટ્રીઝ અને Sanmina Corporation વચ્ચે કરાર

ખોટ વધવાથી લેન્ડર્સ પણ ચિંતિત હતા અને કંપની નાદારી તરફ જઈ રહી હતી. જેનો અર્થ લેન્ડર્સ અને લેણદારો માટે નુકસાન થવાનો તેમજ કંપનીના તમામ કર્મચારીઓ માટે નોકરી ગુમાવવાનો ભય હતો. જો કે, રિલાયન્સ દ્વારા સ્ટોર્સનો કબજો લેવાથી આવી કોઈપણ ઘટનાની શક્યતાઓ હવે નહીવત છે. લેન્ડર્સ અને લેણદારો હવે એવી આશા રાખી શકે છે કે તેમના લેણાં ક્લિયર થઈ જશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, આરઆઇએલ, મુકેશ અંબાણી, રિલાયન્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन