Home /News /business /Reliance Industries: રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડે લિથિયમ વર્ક્સની અસ્કયામતો હસ્તગત કરી

Reliance Industries: રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડે લિથિયમ વર્ક્સની અસ્કયામતો હસ્તગત કરી

મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

Reliance New Energy Solar Limited: રિલાયન્સની સેલ કેમિસ્ટ્રી ટેક્નોલોજી લીડરશીપને વધુ મજબૂત કરવા અને ભારતમાં મલ્ટી ગીગાવોટ અવર સ્કેલ બેટરીના મેન્યુફેક્ચરિંગની સ્થાપનાને વેગ મળશે.

મુંબઇ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડે (Reliance New Energy Solar Limited) આજે 61 મિલિયન અમેરિકી ડોલરના કુલ કિંમતે લિથિયમ વર્ક્સ BV (Lithium Werks BV)ની નોંધપાત્ર તમામ સંપત્તિઓ હસ્તગત કરવા માટે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં કંપનીની ભાવિ વિકાસ માટેના ભંડોળનો પણ સમાવેશ થાય છે. આ અસ્કયામતોમાં લિથિયમ વર્ક્સનો સમગ્ર પેટન્ટ પોર્ટફોલિયો, ચીનમાં ઉત્પાદન સુવિધા, ચાવીરૂપ વ્યાપાર કરારો અને વર્તમાન કર્મચારીઓની ભરતીનો સમાવેશ થાય છે.

વેલેન્સ અને A123 ઔદ્યોગિક વિભાગની ચોક્કસ સંપત્તિના સંપાદન દ્વારા 2017માં સ્થપાયેલી લિથિયમ વર્ક્સના મેનેજમેન્ટ પાસે 30+ વર્ષની બેટરીની કુશળતા અને કોટિંગ, સેલ અને કસ્ટમ મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સહિત લગભગ 200 MWh વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે.

લિથિયમ વર્ક્સ એ કોબાલ્ટ મુક્ત અને ઉચ્ચ-પ્રદર્શન લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરીનો અગ્રણી ઉત્પાદક છે. એલએફપી બેટરીની તાજેતરમાં પુનઃ શરૂ થયેલી ભારે માંગ સાથે લિથિયમ વર્ક્સ તેના એલએફપી સોલ્યુશન્સના સંકલિત પોર્ટફોલિયો દ્વારા વૈશ્વિક તકોનો લાભ લેવા માટે અનન્ય મહત્વ ધરાવે છે:

1) LFP પ્રક્રિયા અને ટેક્નૉલૉજી સંબંધિત 219 પેટન્ટ સાથેનો વર્લ્ડ ક્લાસ આઇપી પોર્ટફોલિયો, જેમાં બહેતર LFP નેનો-ટેક્નૉલૉજી, સેલ ડિઝાઇન, પ્રોપરાઇટરી કાર્બો થર્મલ રિડક્શન મેન્યુફેક્ચરિંગ મેથડ અને કેટલાક નેક્સ્ટ જનરેશન ઇલેક્ટ્રો-એક્ટિવ મટિરિયલ્સનો સમાવેશ થાય છે.

2) અનન્ય IP અને ડિઝાઇન અને એન્જિનિયરિંગ કુશળતા દ્વારા એક્સાઇટિંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટની શ્રેણી

3) ઇન્ટિગ્રેટેડ સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ

રસાયણશાસ્ત્રમાં વૈશ્વિક અગ્રણી, ફરાડિયન લિમિટેડના રિલાયન્સના તાજેતરમાં જાહેર કરાયેલા સંપાદન સાથે લિથિયમ વર્ક્સનું સંયોજન, રિલાયન્સના ટેક્નોલોજી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે અને તેને LFP પેટન્ટના વિશ્વના અગ્રણી પોર્ટફોલિયોમાંના એક અને બહોળો અનુભવ ધરાવતી મેનેજમેન્ટ ટીમની કુશળતા સાથે સેલ કેમિસ્ટ્રી, કસ્ટમ મોડ્યુલ્સ, પેકિંગ અને મોટા પાયે બેટરી ઉત્પાદન સુવિધાના નિર્માણમાં નવીનતાનો લાભ મળશે.

કંપનીને થશે આ લાભો


રિલાયન્સ ફેરાડિયન લિમિટેડ અને લિથિયમ વર્ક્સના હસ્તાંતરણ દ્વારા પ્રાપ્ત થયેલી ટેક્નોલોજી અને જાણકારી સાથે આ સિનિયર મેનેજમેન્ટ ટીમોના અનુભવનો લાભ ઉઠાવશે, એક એન્ડ-ટુ-એન્ડ બેટરી ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે રિલાયન્સને માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ આ ક્ષેત્રને લગતા અનેકવિધ ચાવીરૂપ સપ્લાય ચેઇન મટિરિયલ્સ મોટાપાયે તૈયાર કરવાની સરળતા ઊભી કરી આપશે, જેમાં કેથોડ, એનોડ, ઈલેક્ટ્રોલાઈટ જ નહીં, પરંતુ સેલ ઉત્પાદન સુવિધા જેમાં અગ્રણી IOT/AI ક્ષમતાઓ સામેલ હોય તેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે અને તેમાં બેટરી અને બેટરી મોડ્યુલ સિસ્ટમ્સનું ઉત્પાદન કરવાની અનુકૂળતા પણ આવે છે, જેમાં ઊર્જા સંગ્રહ અને વિવિધ એપ્લિકેશનો માટે વિવિધ કેમિસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીનું નિવેદન


આ હસ્તાંતરણ અંગે બોલતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું કે, “LFP તેની કોબાલ્ટ અને નિકલ ફ્રી બેટરી, ઓછી કિંમત અને NMC અને અન્ય કેમિસ્ટ્રીની સરખામણીમાં લાંબા આયુષ્યને કારણે અગ્રણી સેલ કેમિસ્ટ્રીઝમાંની એક કંપની તરીકે ઝડપથી આગળ વધી રહી છે. લિથિયમ વર્ક્સ એ વૈશ્વિક સ્તરે અગ્રણી LFP સેલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે અને તેની પાસે વિશાળ પેટન્ટ પોર્ટફોલિયો અને મેનેજમેન્ટ ટીમ છે જે સમગ્ર LFP વેલ્યૂ ચેઇનમાં નવીનતાનો જબરદસ્ત અનુભવ લાવે છે. અમે લિથિયમ વર્ક્સની ટીમ સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ અને અમે જે ગતિએ ભારતના બજારો માટે એન્ડ-ટુ-એન્ડ બેટરી મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ તે અંગે ઉત્સાહિત છીએ.”

“ફેરેડિયનની સાથે લિથિયમ વર્ક્સ અમને વૈશ્વિક બેટરી રસાયણશાસ્ત્રમાં વિકાસના કેન્દ્રમાં ભારતને સ્થાપિત કરવાના અમારા વિઝનને વેગ આપવા સક્ષમ બનાવશે અને વિશાળ તથા વિકસતા ભારતીય EV અને એનર્જી સ્ટોરેજ બજારને સુરક્ષિત, સલામત અને હાઇ-પર્ફોર્મન્સ સપ્લાય ચેઇન તૈયાર કરવામાં અમારી મદદ કરશે. ”

લિથિયમ વર્ક્સનું નિવેદન


લિથિયમ વર્ક્સના કો-ફાઉન્ડર અને સીઇઓ શ્રી જોય ફીશરે કહ્યું કે, “અમે રિલાયન્સ ન્યુ એનર્જીની પહેલનો ભાગ બનવા બદલ ખુશ છીએ. અમારી અનુભવી ટીમ અને IP પોર્ટફોલિયોનો લાભ લઈને અમારી પ્રોડક્ટ ઇનોવેશન, ક્ષમતા વિસ્તરણ અને અમારી સ્વચ્છ ઊર્જા વ્યૂહરચનાને વેગ આપવા માટે સ્કેલ અને વેગ પ્રદાન કરતી વખતે સંસાધનો અને વિસ્તૃત વૈશ્વિક પહોંચ તૈયાર કરવી એ આ ડીલનો મૂળભૂત આશય છે.”

આ પણ વાંચો: RIL Q3 Results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટ પ્રોફિટ 20,539 કરોડ

લિથિયમ વર્ક્સના કો-ફાઉન્ડર શ્રી ક્રિશ્ચિયન પી. રિંગવોલ્ડે પણ ટિપ્પણી કરતાં કહ્યું કે, “રિલાયન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પ્રતિબદ્ધ છે અને અશ્મિજન્ય બળતણથી મુક્ત થવા માટે બેટરીઝના ઉપયોગ તરફ જવાના મહત્વને સમજે છે. કંપનીના મજબૂત મૂલ્યો, મજબૂત ટ્રેક રેકોર્ડ અને ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ મને વિશ્વાસ અપાવે છે કે લિથિયમ વર્ક્સ માટે આ યોગ્ય માર્ગ છે. રિલાયન્સ સાથે આ સફર નિરંતર જારી રાખવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.”

આ પણ વાંચો: Reliance Energy Solar Limited એ U.K ની Faradion Company સાથે કર્યો કરાર

વ્યવહાર અમુક નિયમનકારી અને અન્ય કસ્ટમરી ક્લોઝિંગ કન્ડિશન્સને આધીન છે અને તે જૂન 2022 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. રિલાયન્સ તરફે આ વ્યવહાર માટે કોવિન્ગટન એન્ડ બર્લિંગ એલએલપી કાયદેસરના સલાહકાર અને ડેલોઇટ એકાઉન્ટિંગ અને ટેક્સના મામલાના સલાહકાર હતા.
First published:

Tags: Battery, US, આરઆઇએલ, રિલાયન્સ