દેવામુક્તના અહેવાલથી RILનો શૅર ઓલટાઇમ હાઈ પર પહોંચ્યો, માર્કેટ કેપ 11 લાખ કરોડની નજીક

દેવામુક્તના અહેવાલથી RILનો શૅર ઓલટાઇમ હાઈ પર પહોંચ્યો, માર્કેટ કેપ 11 લાખ કરોડની નજીક
અમે 31 માર્ચ 2021ના અમારા નિયત કાર્યક્રમથી પહેલા રિલાયન્સને દેવામુક્ત કરી દીધું છે - મુકેશ અંબાણી

અમે 31 માર્ચ 2021ના અમારા નિયત કાર્યક્રમથી પહેલા રિલાયન્સને દેવામુક્ત કરી દીધું છે - મુકેશ અંબાણી

 • Share this:
  નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL-Reliance Industries) દેવામુક્ત કંપની બનવાના સમાચાર બાદ તેના શૅરમાં તેજી આવી છે. શુક્રવારે NSE (National Stock Exchange) પર રિલાયન્સના શૅરે 1684 રૂપિયાનો નવો ઉચ્ચતમ સ્તર બનાવ્યું છે. તેનાથી કંપનીના માર્કેટ કેપમાં જોરદાર વધારો થયો છે. RILની માર્કેટ કેપ વધીને 10.64 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

  નોંધનીય છે કે, Reliance Industries દેવામુક્ત કંપની બની ગઈ છે. કંપનીએ છેલ્લા 58 દિવસમાં 1,68,818 રૂપિયા એકત્ર કર્યા છે. રિલાયન્સે રાઇટ્સથી પણ 53,124.20 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ કવાયતના કારણે RIL નેટ ડેટ ફ્રી થઈ ગઈ છે. તેનો અર્થ એ છે કે NET લેવલ પર RELIANCE પર કોઈ દેવું નથી. કંપની નિયત સમય પહેલા દેવામુક્ત થઈ ગઈ છે. દેવામુક્તિ થવા માટે 31 માર્ચ 2021નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.  આ પણ વાંચો, રિલાયન્સે 58 દિવસમાં ₹ 168,818 કરોડ એકઠા કર્યાં, મુકેશ અંબાણીએ કહ્યુ- દેવામુક્તનું વચન પૂર્ણ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ થઈ ડેટ ફ્રી- મુકેશ અંબાણીએ જણાવ્યું કે, મને આ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે શેરહોલ્ડર્સને કરવામાં આવેલો વાયદો પૂરો થઈ ગયો છે. અમે 31 માર્ચ 2021ના અમારા નિયત કાર્યક્રમથી પહેલા રિલાયન્સ નેટને દેવામુક્ત કરી દીધું.

  રિલાયન્સના શૅરે રોકાણકારોને માલામાલ કર્યા – શૅર બજારમાં ઘટાડો હોવા છતાંય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં શૅરે 75 ટકાનું રિટર્ન આપ્યું છે. બીજી તરફ એક સપ્તાહમાં 10 ટકા, એક મહિનામાં 17 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે.

  હવે આગળ શું? - એસકોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ18ને જણાવ્યું કે ગબડતા માર્કેટમાં પણ રિલાયન્સના સારા પ્રદર્શન પાછળ રિલાયન્સ જિયોમાં થયેલું રોકાણ જવાબદાર છે. શૅરમાં અહીંથી જોરદાર તેજીની અપેક્ષા છે. આસિફનું માનવું છે કે શૅર હાલના સ્તરથી 100 ટકાનું રીટર્ન આપી શકે છે. આગામી એક વર્ષમાં તે 3200 રૂપિયાના ભાવ સુધી પહોંચવાની અપેક્ષા છે.
  આસિફનું કહેવું છે કે રિલાયન્સ જિયોનું લિસ્ટિંગ અમેરિકામાં ટેક્નોલોજી કંપનીના એક્સચેન્જ નેસ્ડેકમાં થઈ શકે છે. જો આવું થાય છે તો રિલાયન્સના રોકાણકારોને મોટા ફાયદો મળશે.

  (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

  આ પણ વાંચો, જિયો પ્લેટફોર્મ્સમાં 11મું રોકાણ, સાઉદી અરબની PIF ખરીદશે 2.32 ટકા સ્ટેક
  First published:June 19, 2020, 11:18 am

  टॉप स्टोरीज