Jio Facebook Deal Impact: રિલાયન્સના શૅરમાં આવી 8 ટકાની જોરદાર તેજી

Jio Facebook Deal Impact: રિલાયન્સના શૅરમાં આવી 8 ટકાની જોરદાર તેજી
પ્રતિકાત્મક તસવીર

Relianceની અન્ય સબ્સિડિયરી કંપનીઓના શૅરોમાં પણ જોરદાર તેજી જોવા મળી

  • Share this:
    નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio) અને ફેસબુક (Facebook)ની ડીલ પર શૅર બજારે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. બુધવારે એનએસઈ (Nation Stock Exchange) પર રિલાયનસ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries Limited)નો શૅર 8 ટકા સુધી ઉછળી ગયો. બીજી તરફ, અન્ય સબ્સિડિયરી કંપનીઓના શૅરોમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. TV18 Broadcast 10 ટકા, Hathway Cable 20 ટકા અને Den Networksના શૅરોમાં 5 ટકાની તેજી આવી છે.

    છેલ્લા એક મહિનાની વાત કરીએ તો RILમાં લગભગ 51 ટકાની તેજી આવી છે. 23 માર્ચે શૅર 884 રૂપિયાના ભાવે હતો. બીજી તરફ હવે (22 એપ્રિલ) 1339 રૂપિયાને પાર કરી ગયો છે. બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન અનુસાર, RIL પર લોનને લઈ વધુ ચિંતા નથી. કંપની કેશરિચ છે, આવનારા દિવસોમાં કંપની ઝીરો ડેબ્ટ એટલે કે દેવું ખતમ કરવાના પ્લાન પર ચાલી રહી છે. રિલાયન્સના કન્ઝ્યૂમર બિઝનેસની બજાર હિસ્સેદારી આવતા નાણાકીય વર્ષમાં 50 ટકા સુધી પહોંચી શકે છે. લૉકડાઉનમાં તેના ટેલિકોમ બિઝનેસ પર અસર નથી પડી. બ્રોકરેજે શૅરમાં 1500 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે.



    આ પણ વાંચો, Reliance Jioમાં Facebook બની સૌથી મોટી શૅરહોલ્ડર, જાણો આ ડિલની 8 મહત્ત્વની વાતો

    બ્રોકરેજ હાઉસ એમ કે ગ્લોબલનું પણ માનવું છે કે આકર્ષક વેલ્યૂએશન પર ચાલી રહેલી RILમાં આઉટપર્ફોમ કરવાની ક્ષમતા છે. બ્રોકરેજ હાઉસ એચડીએફસી સિક્યુરિટીઝે શૅર માટે 1400 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે.

    બ્રોકરેજ ફર્મ મુજબ શૅરમાં હવે આગળ તેજી જોવા મળશે. રિપોર્ટ મુજબ ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 36 ટકા ઘટીને GRM $5.9/bbl રહી શકે છે. પરંતુ કંપનીના ટેલીકોમ બિઝનેસને લઈ કોઈ ચિંતા નથી. લૉકડાઉન બાદ રિટેલ બિઝનેસમાં પણ ગ્રોથ બજાર હિસ્સેદારી વધવાની આશા છે.

    ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

    આ પણ વાંચો, Jio અને Facebook વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી
    Published by:News18 Gujarati
    First published:April 22, 2020, 12:47 pm

    ટૉપ ન્યૂઝ