Company Result : રિલાયન્સના નેટ પ્રોફિટમાં 34.8 ટકાનો ઉછાળો, રૂ.7 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત

Company Result : રિલાયન્સના નેટ પ્રોફિટમાં 34.8 ટકાનો ઉછાળો, રૂ.7 પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત
ફાઈલ તસવીર

રિલાયન્સ પ્રમાણે ગત વર્ષની તુલનાએ આ વર્ષની ચોથા ત્રિમાસિક ગાળમાં 108.4 ટકાની વૃદ્ધી જોવા મળી છે. ગત વર્ષ એટલે કે 2020ના ત્રિમાસીકમાં કોવિડ-19 મહામારીને રોકવા માટે લોકડાઉન આપવાના કારણએ 6,348 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપનીમાં સામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના નાણાંકિય વર્ષ 2021-21ના છેલ્લા ત્રિમાસીક ગાળા જાન્યુઆરી-માર્ચ 2021માં 13,227 કરોડ રૂપિાયનો લાભ થયો છે. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના નાણાંકીય પરિણામોની જાહેર કરતા જાણકારી આપી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પ્રતિ શેર 7 રૂપિયા લાભાંસ આપવાની જાહેરાત કરી છે.

    રિલાયન્સ પ્રમાણે ગત વર્ષની તુલનાએ આ વર્ષની ચોથા ત્રિમાસિક ગાળમાં 108.4 ટકાની વૃદ્ધી જોવા મળી છે. ગત વર્ષ એટલે કે 2020ના ત્રિમાસીકમાં કોવિડ-19 મહામારીને (corona pandemic) રોકવા માટે લોકડાઉન (lockdown) આપવાના કારણએ 6,348 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જ્યારે ડિસેમ્બર ત્રિમાસીકમાં 13,101 કરોડ રૂપિયા થયો હતો. વર્ષ પહેલાની તુલનાએ Q4FY21માં ઓપરેટિંગથી સમેકિત રાજસ્વ 154896 કરોડ રૂપિયા મળ્યો છે. જેમાં 11 ટકાની વૃદ્ધી થઈ છે.



    રાજસ્વ 20.6 ટકાથી વધીને 1,01,080 કરોડ રૂપિયા થયો
    કંપનીના ચેરમેન મુકેશ ધીરુભાઈ અંબાણીએ આ અવસર ઉપર કહ્યું કે અમે ઓ2સી અને રિટેલ સેગમેન્ટમાં મજબૂત રિકવરી અને ડિજિટલ સેવાઓના કારોબારમાં મજબૂત વૃદ્ધિ નોંધી છે. ઓઈલ ટૂ કેમિકલના કારોબારના રાજસ્વ 20.6 ટકાનો વધીને 1,01,080 કરોડ રૂપિયા થયો છે. પરિચાલન સ્તર ઉપર આ સેગમેન્ટનો EBITDA 16.9 ટકા વધીને 11,407 કરોડ થયો છે.

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

    આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

    વાર્ષીક નેટ પ્રોફિટ 34.8 ટકાની વૃદ્ધી સાથે 53,739 કરોડ રૂપિયા થયો
    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની બીએસઈ ફાઈલિંગમાં કહ્યું છે કે ગત વર્ષની તુલનાએ 34.8 ટકાની વૃદ્ધીની સાથે 53,739 કરોડ રૂપિયા વાર્ષિક નેટ પ્રોફિટ નોંધાયો છે. પરિચાનથી 4,86,326 કરોડ રૂપિયાનું રાજસ્વ મળ્યું હતું.



    જ્યારે છેલ્લા વર્ષે આ 6,12,437 કરોડ રૂપિયા હતો. જ્યારે Jio પ્લેટફોર્મનો વાર્ષિક EBITDA 32,359 કરોડ રૂપિયા અને રિલાયન્સ રિટેલ વેંચન્સનો 9789 કરોડ રૂપિયા નોંધાવ્યો છે. જોકે ચાલુ વર્ષ 2021માં અત્યાર સુધી રિલાન્યસ શેરનો કિંમતોમાં 2 ટકાની વૃદ્ધી થઈ છે. જ્યારે ગત વર્ષ સ્ટોક 39.4 ટકા વધ્યો હતો.
    Published by:ankit patel
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ