liveLIVE NOW

RIL AGM 2020: Jio અને Googleએ હાથ મિલાવ્યા, ભારતને બનાવશે 2G મુક્ત

મુકેશ અંબાણીએ કહ્યું કે, આરઆઈએલ 150 બિલિયન ડૉલરવાળી પહેલી કંપની બની ગઈ છે

 • News18 Gujarati
 • | July 15, 2020, 15:48 pm
  facebookTwitter
  LAST UPDATED Wed Jul 15 2020

  AUTO-REFRESH

  Highlights

  15:37 (IST)
  રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે, મિશન અન્ન સેવા દ્વારા દેશભરમાં 5 કરોડથી વધુ ગરીબો, શ્રમિકો અને ફ્રન્ટલાઇન વર્કરો માટે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.

  15:34 (IST)

  નીતા અંબાણીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણ શરૂ થતાં જ પીપીઈ કિટનું મોટું સંકટ ઊભું થઈ ગયું. તેના માટે રેકોર્ડ સમયમાં એવી મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી બનાવવામાં આવી જેનાથી દરરોજ 1 લાખ પીપીઈ કિટ અને N95 માસ્ક બનાવી શકાય. તેઓએ જણાવ્યું કે રિલાયન્સ ઇમજન્સી સર્વિસમાં લાગેલી ગાડીઓ માટે દેશભરમાં મફત ઇંધણ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.

  15:29 (IST)
  નીતા અંબાણીએ પહેલીવાર રિલાયન્સ AGMને સંબોધિત કરી. તેઓએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કોરોના સંકટમાં કરવામાં આવી રહેલા સામાજિક કાર્યોની જાણકારી આપી.

  15:25 (IST)
  JioMartની જાણકારી આપતા મુકેશ અંબાણીએ કહ્યું કે, તેના પાયલટ મોડલની સફળતાપૂર્વક શરૂઆત થઈ ચૂકી છે. આ ગ્રોસરી પ્લેટફોર્મના બીટા વર્જનની શરૂઆત 200 શહેરોમાં થઈ ચૂકી છે. ડેઇલી ઓર્ડર અઢી લાખને પાર કરી ચૂક્યા છીએ. આ આંકડછ રોજ વધી રહ્યો છે.

  15:22 (IST)
  Reliance Retailની જાણકારી આપતાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, તેમનો ગ્રોસરી બિઝનેસને વધારવાની મુખ્ય રણનીતિ ખેડૂતોને જોડવા અને ફ્રેશ પ્રોડક્ટસને ઘરો સુધી પહોંચાડવાની છે. તેને માત્ર ખેડૂતોની આવક સારી થશે જ્યારે ઉત્પાદક્તામાં પણ વધારો થશે.

  15:16 (IST)
  મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત 5G યુગના દરવાજે ઊભું છે. તેઓએ કહ્યું કે, તેમનો પ્રયાસ હાલમાં 2G ફોનનો ઉપયોગ કરી રહેલા 35 કરોડ ભારતીયોને સસ્તા સ્માર્ટફોન પૂરા પાડવાનો છે. AGMમાં ફેસબુકના પ્રમુખ માર્ક ઝકરબર્ગ અને ગૂગલના સીઇઓ સુંદર પિચઇના વીડિયો સંદેશ પણ દર્શાવવામાં આવ્યા.

  15:11 (IST)
  મુકેશ અંબાણીએ જણાવ્યું કે ગૂગલ અને જિયો સાથે મળી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. જે એન્ટ્રી લેવલના 4G/5G સ્માર્ટફોન માટે હશે. જિયો અને ગૂગલ મળીને ભારતને 2G મુક્ત બનાવશે.

  15:04 (IST)

  JioMeet વિશે ઈશા અંબાણીએ જણાવ્યું કે તે સસ્તું અને ખૂબ સુરક્ષિત વીડિયો કોન્ફરન્સિંગ એપ છે. તે અસલ જિંદગીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે.

  નવી દિલ્હીઃ માર્કેટ કૅપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની એજીએમ (AGM-Annual General Meeting)માં કંપનીના મેગા ફ્યૂચર પ્લાનની જાહેરાત થઈ શકે છે. CNBC આવાજ મુજબ, તેમાં Reliance Jio ડીલ અને કંપની સમય પહેલા દેવા મુક્ત (Net Debt Free)  થવાની પણ ચર્ચા થઈ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani) ફેસબુક જેવી ટેક દિગ્ગજોની સાથે ભાગીદારીનો ફાયદો ઉઠાવવા સાથે જોડાયેલી જાહેરાત કરી શકે છે. એવું અનુમાન પણ છે કે એજીએમમાં અંબાણી શેરહોલ્ડર્સની સામે પોતાની મુખ્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેલને રસાયણમાં ફેરવવાની મોટી વિસ્તાર યોજનાની પણ જાણકારી આપશે.

  ટૉપ ન્યૂઝ