નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી એજીએમ (RIL 43rd AGM 2020)નું આજે આયોજન કરવામાં આવ્યું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani)એ ગૂગલ ઇન્વેસ્ટમેન્ટની સાથોસાથ 5Gને લઈને આત્મનિર્ભર બનવાના નવા પ્લાન વિશે જણાવ્યું. રિલાયન્સ ઇનડસ્ટ્રીઝની 43મી એજીએમમાં મુકેશ અંબાણીએ જિયો માટે વધુ એક મોટી જાહેરાત કરી. તેઓએ જણાવ્યું કે ગ્લોબલ સર્ચ એન્જિન ગૂગલે જિયો પ્લેટફોર્મ્સમાં 33,737 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. તેની સામે જિયો પ્લેટફોર્મ્સમાં ગૂગલને 7.7 ટકા હિસ્સેદારી મળશે. કંપની ગૂગલ જિયોમાં રોકાણ કરનારી 14મી ગ્લોબલ કંપની છે.
(1) ગૂગલ અને જિયો સાથે મળી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે
મુકેશ અંબાણીએ જણાવ્યું કે ગૂગલ અને જિયો સાથે મળી એક ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. જે એન્ટ્રી લેવલના 4G/5G સ્માર્ટફોન માટે હશે. જિયો અને ગૂગલ મળીને ભારતને 2G મુક્ત બનાવશે.
(2) નવા JioTV+ને લઈને પણ કરી જાહેરાત
ઈશા અંબાણી અને આકાશ અંબાણીએ નવા જિયો ટીવી પ્લસનું ડેમોસ્ટ્રેશન આપ્યું. જિયો ટીવી પ્લસ નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સને એક એપ પર લઈ આવશે. આ ઉપરાંત, તે વોઇઝ સર્ચથી પણ સજ્જ હશે.
(3) Google ખરીદશે જિયોમાં હિસ્સેદારી
મુકેશ અંબાણી તરફથી જિયો પ્લેટફોર્મ્સના સતત 14માં રોકાણ નવા પાર્ટનરની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે સર્ચ એન્જિન ગૂગલ Jio Platformsમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગૂગલ Jio Platformsમાં આ રોકાણ સાથે 7.7 ટકા હિસ્સો ખરીદશે. આ સાથે જ Jio Platforms તરફથી અત્યાર સુધી વિવિધ પાર્ટનર્સ પાસેથી 1,52, 056 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો, ખુશખબર! કોર્ટમાં ટ્રમ્પ સરકાર ઝૂકી- વિદેશી સ્ટુડન્ટ્સના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો
(4) વર્લ્ડ ક્લાસ 5G સોલ્યૂશનની સાથે Jio તૈયાર
મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારત 5G યુગના દરવાજે ઊભું છે. તેઓએ કહ્યું કે, તેમનો પ્રયાસ હાલમાં 2G ફોનનો ઉપયોગ કરી રહેલા 35 કરોડ ભારતીયોને સસ્તા સ્માર્ટફોન પૂરા પાડવાનો છે. AGMમાં ફેસબુકના પ્રમુખ માર્ક ઝકરબર્ગ અને ગૂગલના સીઇઓ સુંદર પિચઇના વીડિયો સંદેશ પણ દર્શાવવામાં આવ્યા.
આ પણ વાંચો, સારા સમાચારઃ કોરોનાની વેક્સીન બનાવનારી ભારતીય કંપની Zydusએ શરૂ કર્યું હ્યૂમન ટેસ્ટિંગ
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ 5G સોલ્યૂશથ બનાવી લીધું છે. ભારતમાં વર્લ્ડ ક્લાસ 5G સર્વિસ પ્રદાન કરશે. સાથોસાથ એવું પણ જણાવ્યું કે, સ્પેક્ટ્રમની ઉપલબ્ધતા સાથે જ તેના ટ્રાયલ શરૂ થઈ જશે. રિલાયન્સના ચેરમેને જણાવ્યું કે, જિયો આવનારા ત્રણ વર્ષમાં અડધો અબજ મોબાઇલ કસ્ટમર જોડશે. જિયોએ સંપૂર્ણ 5G ટેકનીક વિકસિત કરી દીધી છે. અત્યાર સુધી જિયો ફાઇબર 10 લાખ ઘરો સુધી પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં 5G સોલ્યૂશન્સને એક્સપોર્ટ કરીશું.
(5) સૌથી વધુ GST અને VAT આપનારી કંપની : મુકેશ અંબાણીએ જણાવ્યું કે, આરઆઈએલ દેશની સૌથી વધુ જીએસટી અને વેટ આપનારી કંપની છે. તે વેલ્યૂમાં લગભગ 69372 કરોડ રૂપિયા છે. બીજી તરફ આરઆઈએલે અગાઉ 8 હજાર કરોડથી વધુ ઇન્કમ ટેક્સ ભર્યો.