રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q4નો નફો 6,348 કરોડ રુપિયા, આવક 1.36 લાખ કરોડ રુપિયા

News18 Gujarati
Updated: April 30, 2020, 10:42 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q4નો નફો 6,348 કરોડ રુપિયા,  આવક 1.36 લાખ કરોડ રુપિયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q4નો નફો 6,348 કરોડ રુપિયા, આવક 1.36 લાખ કરોડ રુપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL-Reliance Industries Q4 Results)નો ચોથા ક્વાર્ટ્સ એટલે કે જાન્યુઆરી-માર્ચનો નફો 6,348 કરોડ રુપિયા રહ્યો

  • Share this:
મુંબઈ : માર્કેટ કેપ અંતર્ગત દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL-Reliance Industries Q4 Results)નો ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચનો નફો 6,348 કરોડ રુપિયા રહ્યો છે. આ દરમિયાન આવક 1.36 લાખ કરોડ રુપિયા થઈ છે. આ સિવાય બોર્ડે રાઇટ્સ ઇશ્યૂને પણ મંજૂરી આપી દીધી છે. આ પહેલા કોરોના વાયરસ મહામારી સંકટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Reliance Industries Chairman Mukesh Ambani)સેલેરી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. RILના બોર્ડ મેમ્બર્સે પણ પોતાની સેલેરીમાં 50 ટકા સુધી કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ક્વાર્ટસ પરિણામ - 2020ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટસમાં કંપનીને 6348 કરોડ રુપિયાનો નફો થયો છે. જ્યારે ગત ક્વાર્ટસ એટલે કે વર્ષ 2019માં ડિસેમ્બર ક્વાર્ટ્સ દરમિયાન કંપનીને 11640 કરોડ રુપિયાનો નફો થયો હતો. જ્યારે 2019ના ચોથા ક્વાર્ટસમાં કંપનીને 10362 કરોડ રુપિયાનો નફો થયો હતો. માર્ચ ક્વાર્ટ્સમાં કંપનીની આવક 1,36,000 કરોડ રુપિયા રહી છે. જે ગત ક્વાર્ટસમાં 1,52,939 કરોડ રુપિયા રહી હતી. ગત વર્ષે માર્ચ ક્વાર્ટ્સમાં કંપનીની આવક 1,38,659 કરોડ રુપિયા રહી હતી.

આ પણ વાંચો - Q4 Results: 3 ગણી વધી Reliance Jioની નેટ પ્રોફિટ, 38.75 કરોડ કુલ સબ્સક્રાઇબર્સરિઝલ્ટ પર ટિપ્પણી કરતા રિલાયન્સ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમને ખુશી છે કે અમે આ મુશ્કેલ સમયમાં પોતાના ગ્રાહકો માટે કનેક્ટિવિટી અને કામને આસાન બનાવી દીધું છે. જિયોનો દરેક કર્મચારી ‘ગ્રાહક પહેલા’ના વિચાર સાથે કામ કરવા માટે પ્રશિક્ષિત છે. આનાથી ગ્રાહકોના ભરપૂર આર્શીવાદ અમને મળી રહ્યા છે. અમે હવે લગભગ 40 કરોડ ભારતીયોની સેવા કરી રહ્યા છીએ.

જિયો ભારતમાં ડિજિટલ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. અમારી સેવાઓને ગ્રાહકો દ્વારા દિલથી અપનાવતા અમને વધારે શાનદાર બનવા માટે પ્રેરિત કરે છે. જિયો દુનિયાની સૌથી મોટી ડિજિટલ કંપનીઓમાં એક, ફેસબુક સાથે વિકાસના આગામી ચરણ પર ચાલી નીકળી છે. અમે સાથે મળીને ભારતને વાસ્તવમાં ડિજિટલ સમાજ બનાવવા માટે દ્રઢ સંકલ્પ છીએ.અમે મનોરંજન, વાણિજ્ય, સંચાર, વિત્ત, શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનિક ક્ષમતાઓ અને સર્વશ્રેષ્ઠ કનેક્ટિવિટી નેટવર્ક સાથે શાનદાર ડિજિટલ પ્રોદ્યોગિક પ્લેટફોર્મ પ્રદાન કરીશું. અમારો ફોક્સ ભારતનાં 6 કરોડ સુક્ષ્મ, લધુ વ્યવસાય, 12 કરોડ ખેડૂતો, 3 કરોડ નાના વેપારીઓ અને અનૌપચારિક ક્ષેત્રના લાખો નાના અને મધ્યમ ઉદ્યમો છે.

પેટ્રોકેમિકલ્સ વેપારના ક્વાટર્સના પરિણામ -ક્વાટર્સના આધાર પર ચોથા ક્વાટર્સમાં કંપનીની પેટ્રોકેમિકલ્સ વેપારથી થનાર આવક 36909 કરોડ રુપિયા ઘટીને 32206 કરોડ રુપિયા પર આવી ગઈ છે. ક્વાટર્સના આધાર પર ચોથા ક્વાટર્સમાં કંપનીની પેટ-કેમ એબિટ 7239 કરોડ રુપિયાથી ઘટીને 5938 કરોડ રુપિયા રહી છે. જ્યારે પેટ-કેમ એબિટ માર્જિન 19.6 ટકાથી ઘટીને 18.4 ટકા રહ્યો છે.

ચોથા ક્વાટર્સમાં કંપનીની રિફાઈનિંગ વેપારથી થનાર આવક છેલ્લા ક્વાટર્સના 1.03 લાખ કરાડ રુપિયાથી ઘટીને 84854 કરોડ રુપિયા રહી છે. ક્વાટર્સના આધાર પર ચોથા ક્વાટર્સમાં કંપનીની રિફાઇનિંગ એબિટ 6808 કરોડ રુપિયાથી ઘટીને 6614 કરોડ રુપિયા અને રિફાઇનિંગ એબિટ માર્જિન 6.6 ટકાથી વધીને 7.8 ટકા રહી છે.

રિટેલ વેપાર - ચોથા ક્વાટર્સમાં કંપનીની રિટેલ વેપારમાં થનારી આવક છેલ્લા વર્ષના ચોથા ક્વાટર્સમાં 36663 કરોડ રુપિયાથી વધીને 38211 કરોડ રુપિયા થયો છે. વાર્ષિક આધાર પર ચોથા ક્વાટર્સમાં કંપનીની રિટેલ એબિટ 1923 કરોડ રુપિયાથી વધીને 2556 કરોડ રુપિયા રહી છે. જ્યારે રિટેલ એબિટ માર્જિન છેલ્લા વર્ષના 5.2 ટકાથી વધીને 7 ટકા રહ્યો છે.

રોકાણકારો માટે બે મોટા નિર્ણય- બોર્ડ બેઠકમાં રાઈટ ઈશ્યૂને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ રાઈટ ઈશ્યૂ 1257 રુપિયા પ્રતિ શેરના ભાવ પર લાવવામાં આવશે. રાઈટ ઈશ્યૂની સાઈઝ 53125 કરોડ રુપિયાની હશે. આ રાઈટ ઈશ્યૂ અંતર્ગત 15 શેયર એક રાઈટ શેયર જાહેર થશે.

આના સિવાય કંપનીના બોર્ડે 6 રુપિયા 50 પૈસા પ્રતિ શેર ડિવિડેંડના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. કંપની મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે સઉદી અરામકોની ડીલ પર વાતચીત સાચી દિશામાં છે. વિત્ત વર્ષ 2021ના પ્રથમ ક્વાટર્સમાં કંપનીની 1.04 લાખ કરોડ રુપિયા ભેગા કરવાની યોજના છે.

છેલ્લા સપ્તાહમાં થઇ જિયો ફેસબુક ડીલ- છેલ્લા સપ્તાહમાં દુનિયાની મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે (Facebook)દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) માં 43,574 કરોડ રુપિયાના રોકાણની જાહેરાત કરી હતી. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા ભાગીદારી ખરીદશે. ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં આ એફડીઆઈ (FDI)દ્વારા અત્યાર સુધીનું સોથી મોટું રોકાણ છે.

ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
First published: April 30, 2020, 9:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading