રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને Q4માં 10,362 કરોડ રુપિયાનો નફો

News18 Gujarati
Updated: April 18, 2019, 8:35 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને Q4માં 10,362 કરોડ રુપિયાનો નફો
પ્રતિકાત્મક તસવીર

જિયોએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 840 કરોડ રુપિયાનો નફો કર્યો

  • Share this:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે(RIL) જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચોથા ક્વાર્ટરના પરિણામ શાનદાર રહ્યા છે. વિત્ત વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કંસોલિડેટેડ નફો 10, 362 કરોડ રુપિયા રહ્યો છે. આ ગત વિત્ત વર્ષના સમાન ક્વાર્ટરમાં 9438 કરોડ રુપિયાના પ્રોફિટથી 9.8 ટકા વધારે છે. જેનું કારણ રિટેલ અને ટેલિકોમ બિઝનેસમાં સારો રિવન્યૂ રહ્યો હતો. જ્યારે જિયોએ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 840 કરોડ રુપિયાનો નફો કર્યો છે.

આવક વધીને 1.38 લાખ કરોડ રુપિયા
વિત્ત વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં RILની આવક 1.20 લાખ કરોડ રુપિયા વધીને 1.38 લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે. કંપનીનો EBITDA 20832 કરોડ રુપિયા અને માર્જિન 15.02 ટકા રહ્યો.

રિલાયન્સ જિયોનો નફો 840 કરોડ રુપિયા
વિત્ત વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં મેંરિલાયંસ જિયોનો નફો 64.70 ટકા વધીને 840 કરોડ રુપિયા રહ્યો છે. જે ગત વર્ષે આ ક્વાર્ટરમાં 510 કરોડ રુપિયા હતો. જાન્યુઆરી-માર્ચ દરમિયાન જિયોની રેવન્યૂ 11, 106 કરોડ રુપિયા, EBITDA 4,329 કરોડ રુપિયા અને માર્જિન 39 ટકા રહ્યો. વિત્ત વર્ષ 2018-19માં જિયોએ 2964 કરોડ રુપિયાની નેટ પ્રોફિટ નોંધાવી છે.

પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2018-19માં અમે અનેક સિમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે અને રિલાયન્સના ભવિષ્યના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ હરણફાળ ભરી છે. રિલાયન્સ રીટેલે રૂ.1,00,000 કરોડની આવકનું સિમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે, જિયો હવે 300 મિલિયન ગ્રાહકોને સેવા પૂરી પાડે છે અને અમારા પેટ્રોરસાયણ વ્યવસાયે અત્યાર સુધીની સૌથી વધારે આવક પ્રાપ્ત કરી છે.
First published: April 18, 2019, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading