Reliance Industries: માર્ચના ત્રિમાસીકમાં આવક 1.17 લાખ કરોડ, નફો રૂ. 9435 કરોડ

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસીકગાળાના પરિણામો રજૂ કર્યા છે. આ ગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ નફો 9435 કરોડ રૂપિયા રહ્યો છે.

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસીકગાળાના પરિણામો રજૂ કર્યા છે. આ ગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ નફો 9435 કરોડ રૂપિયા રહ્યો છે.

  • Share this:
    દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના જાન્યુઆરી-માર્ચના ત્રિમાસીકગાળાના પરિણામો રજૂ કર્યા છે. આ ગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ નફો 9435 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે નાણાંકિય વર્ષ 2018માં આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ નફો 9498 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતું. કંપનીએ રૂ.6 પ્રતિ શેર ડિવિન્ડેડ આપવાનું એલાન પણ કર્યું છે.

    નફા ઉપર એક નજર

    - ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન આરઆઈએલનો નફો 17.26 ટકા વધી 9435 કરોડ રૂપિયા રહ્યો હતો. આ અત્યાર સુધી સૌથી વધારે કોન્સોલિડેટેડ ક્વાર્ટરલી પ્રોફિટ છે.

    - નાણાંકિય વર્ષ 2017ના ચોથા ત્રિમાસિક ગાળામાં આરઆઈએલનો નફો 8046 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે ગત ત્રિમાસિકમાં રૂ.9435 કરોડ નફો થયો છે.

    પરિણામો પર એક નજર

    - નાણાંકિય વર્ષ 2018ના ચોથા ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ આવક 17.1 ટકા વધીને રૂ.1.17 લાખ કરોડ રહી છે
    - નાણાંકિય વર્ષ 2018ના ત્રીજા ત્રિમાસિકમાં આરઆઈએલનો નફો 99810 કરોડ રૂપિયા હતો
    - ત્રિમાસિક દર ત્રિમાસિકના આધાર ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ એવિડાટા 17,588 કરોડ રૂપિયાથી વધીને 18,469 કરોડ રૂપિયા રહ્યો છે
    - ત્રિમાસિક દર ત્રિમાસિકના આધાર પર ચોથા ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ એવિડાટા માર્જીન 17.6 ટકા વધીને 15.8 ટકા રહ્યો છે.
    - ત્રિમાસિક દર ત્રિમાસિકના આધાર પર ચોથા ત્રિમાસિકમાં આરઆઇએલનો કોન્સોલિડેટેડ ગ્રોસ રિફાઇનિંગ માર્જીન 1.60 ડોલર પ્રતિ બેરલથી ઘટની 11 ડોલર પ્રતિ બેરલ રહ્યું છે
    -ચોથા ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ડિજિટલ સર્વિસ એબિટ 1440 કરોડ રૂપિયા વધીને 1495 કરોડ રૂપિયા થયો છે.
    - ચોથા ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ડિજિટલ સર્વિસ એબિટ માર્જીન 17.7 ટકા યથાવત્ રહ્યો છે.
    - ચોથા ત્રિમાસિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ પેટકેમ એબિટ 5,753 કરોડ રૂપિયા વધીને રૂ.6,435 કરોડ રહી છે
    Published by:Ankit Patel
    First published: