RIL યૂનિટે ડેનમાર્કની Stiesdal સાથે કરી પાર્ટનરશિપ, મળીને બનાવશે હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇજર્સ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) એનર્જી ક્ષેત્રમાં વધુ એક ડીલ કરી છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) એનર્જી ક્ષેત્રમાં વધુ એક ડીલ કરી છે. RIL જાહેરાત કરી કે તેની સોલર યૂનિટ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (RNESL)ડેનમાર્કની Stiesdal A/S સાથે પાર્ટનરશિપ કરી

  • Share this:
    મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) એનર્જી ક્ષેત્રમાં વધુ એક ડીલ કરી છે. RIL જાહેરાત કરી કે તેની સોલર યૂનિટ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (RNESL)ડેનમાર્કની Stiesdal A/S સાથે પાર્ટનરશિપ કરી છે. બંને કંપનીઓ મળીને હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇજર્સ (HydroGen Electrolyzers)બનાવશે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (RNESL)મંગળવારે એક્સચેન્જમાં આપેલી જાણકારીમાં આ વાત કહી હતી.

    Stiesdal A/S ડેનમાર્કની કંપની છે. આ ક્લાઇમેન્ચ ચેન્જ મિટિગેશન સાથે જોડાયેલી કમર્શિયલાઇઝ ટેકનોલોજી બનાવે છે. Stiesdalની સ્થાપના હેનરિક સ્ટાઇસડલ (Henrik Stiesdal) દ્વારા કરવામાં આવી છે. પવન ઉર્જાના ક્ષેત્રમાં (wind power)તે દુનિયાની અગ્રણી કંપની છે. સાથે વૈશ્વિક નવીકરણીય ઉદ્યોગમાં (global renewable industry)આ અલગ સોચ રાખનારી કંપની છે.

    આ ટેકનિકથી ખર્ચમાં આવશે કમી

    Stiesdal જલવાયુ સંકટનો મુકાબલો કરવા માટે ઘણી ટેકનિકોના વિકાસ અને વ્યાવસાયીકરણમાં લાગેલી છે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇજર્સ માટે આ નવી ટેકનિકમાં ઉર્જા ઉત્પાદનની ખર્ચમાં મહત્વપૂર્ણ કમી લાવવાની ક્ષમતા છે. વર્તમાનમાં ઉપલબ્ધ ટેકનિકના મુકાબલે આ ટેકનિકથી સસ્તો ગ્રીન હાઇડ્રોજન બનાવવાનો રસ્તો ખુલે છે. સાથે ભારતના ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ મહત્વપૂર્ણ પગલું હશે.

    સમજુતી પર હસ્તાક્ષર કર્યા પછી આરઆઈએલના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આ આપણા વિશાળ સૌર ઉર્જા સ્ત્રોતોથી લાભાન્વિત થનાર હરિત ઉર્જામાં ભારતના સંક્રમણમાં ઝડપ લાવવા અને આ ઉદ્દેશ્યને પુરો કરવા માટે નવીન અને અગ્રણી પ્રોદ્યોગિકીયોને વધારવાની અમારી પ્રતિબદ્ધતાને પૂરા કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્ટીસ્ડલ સાથે ભાગીદારીમાં અમે એક દશકમાં 1-1-1 ડોલર પ્રતિ કિલોગ્રામ અંતર્ગત હાઇડ્રોજન રજુ કરવાના પોતાના ઘોષિત લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું.

    આ પણ વાંચો - સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40% ભાગીદારી ખરીદશે રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર

    Stiesdal A/S ના સીઇઓ હેનરિક સ્ટીસડલે કહ્યું કે અમે ભારતની સૌથી મોટી ઔદ્યોગિક કંપનીના ન્યૂ એનર્જી પ્લેટફોર્મ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ સાથે આ સમજુતીને લઇને ઉત્સાહિત છીએ. એક કંપનીના રૂપમાં અમે જલવાયું પરિવર્તન સામેની લડાઇ માટે પ્રતિબદ્ધ છીએ.

    રવિવારે થઇ હતી એક અન્ય ડીલ

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડે સૌર ઉર્જા ક્ષેત્રમાં (solar energy) રવિવારે એક મોટો સોદો કર્યો હતો. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (Reliance New Energy Solar Ltd.) રવિવારે 10 ઓક્ટોબરે કહ્યું હતું કે, 5792 કરોડ રૂપિયા (771 મિલિયન ડોલર) માં આરઈસી સોલર હોલ્ડિંગ્સ (REC Solar Holdings)નું અધિગ્રહણ કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સહાયક કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે ચાઈના નેશનલ બ્લૂસ્ટાર ગ્રૂપ કંપની લિમિટેડની આરઈસી સોલર હોલ્ડિંગ્સ એએસની (REC Group)100 ટકા ભાગીદારી અધિગ્રહણ કરવાની ઘોષણા કરી છે.

    રિલાયન્સ માટે મહત્વનો સોદો

    વૈશ્વિક સ્તર ઉપર ફોટોવોલ્ટિક મેન્યુફેક્ચરિંગ પ્લેયર બનવા માટે રિલાયન્સના ન્યૂ એનર્જી વિઝનમાં આ અધિગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ અધિગ્રહણ રિલાયન્સ ગ્રૂપ માટે વર્ષ 2030 સુધી સોલર એનર્જીના 100 ગીગાવોટ ઉત્પાદનનું લક્ષ્ય મેળવવામાં મદદગાર સાબિત થશે. આ વર્ષ સુધી ભારતનું પણ લક્ષ્ય નવીન ઉર્જાને (Renewable energy) 450 ગીગાવોટ ઉત્પાદનનું છે.

    (ડિસ્ક્લેમર: નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માત્ર એક લાભાર્થી છે.)
    Published by:Ashish Goyal
    First published: