Home /News /business /Fortune Global 500ની યાદીમાં RIL ટોપ-100માં સામેલ, 10 સ્થાનની છલાંગ લગાવી

Fortune Global 500ની યાદીમાં RIL ટોપ-100માં સામેલ, 10 સ્થાનની છલાંગ લગાવી

Fortune Global 500ની યાદીમાં RIL ટોપ-100માં સામેલ, 10 સ્થાનની છલાંગ લગાવી

અત્યાર સુધી કોઈપણ ભારતીય કંપનીનોઆ યાદીમાં સૌથી ઉંચો રેન્ક છે, કંપનીઓના 31 માર્ચ 2020ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન કુલ કમાણીના આધારે આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું

    નવી દિલ્હી: અરબપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક પછી એક ઘણી મોટી સિદ્ધિ મેળવી રહી છે. દુનિયાના બીજા સૌથી મોટા બ્રાન્ડ પછી હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં 10 ક્રમાંકના છલાંગ સાથે ટોપ-100માં સામેલ થઈ ગઈ છે. ફોર્ચ્યુન તરફથી 2020 માટે જાહેર કરેલ યાદીમાં ઓઇલથી લઈને ટેલિકોમ સેક્ટરમાં રહેલી રિલાયન્સ 96માં સ્થાને પહોંચી ગઈ છે. અત્યાર સુધી કોઈપણ ભારતીય કંપનીનો (Indian Company) આ યાદીમાં સૌથી ઉંચો રેન્ક છે.

    આઈઓસી 34 સ્થાન નીચે 151માં ક્રમાંકે પહોંચી

    આરઆઈએલ આ પહેલા 2012માં પણ ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં 99માં સ્થાને પહોંચવા સફળ રહી હતી. જોકે 2016 આવતા-આવતા કંપની 215માં ક્રમાંકે આવી ગઈ હતી. આ પછી કંપનીએ આ યાદીમાં પોતાની સ્થિતિ સતત સુધારી છે. બીજી તરફ સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) આ વર્ષે આ યાદીમાં 34માં સ્થાન નીચે આવી 151માં ક્રમાંકે રહી છે.

    આ પણ વાંચો - મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ, 80.6 અરબ ડોલર છે કુલ સંપત્તિ

    SBIએ 15 સ્થાનની છલાંગ લગાવી

    રિલાયન્સ સિવાય સાર્વજનિક ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)પણ 15 સ્થાનના છલાંગ સાથે આ યાદીમાં 221માં સ્થાને પહોંચી ગઈ છે. ફોર્ચ્યુન 500માં સામેલ અન્ય ભારતીય કંપનીઓમાં ભારત પેટ્રોલિયન કોર્પોરેશન લિમિટેડ (BPCL)309માં સ્થાને, ટાટા મોટર્સ (Tata Motors)337માં, રાજેશ એક્સપોર્ટ્સ 462માં સ્થાને છે. ફોર્ચ્યુનના મતે કંપનીઓના 31 માર્ચ 2020ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન કુલ કમાણીના આધારે આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

    ટોચના સ્થાને અમેરિકાની વોલમાર્ટ

    વિત્ત વર્ષ 2019-20માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝીની કુલ રાજસ્વ 86.2 અરબ ડોલર રહી છે. આ વખતે ફોર્ચ્યુન 500 યાદીમાં ટોચના સ્થાને અમેરિકાની કંપની વોલમાર્ટએ (Walmart) કબજો જમાવ્યો છે. વર્ષ દરમિયાન કંપનીએ 524 અરબ ડોલરની કમાણી કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Reliance Industries, આરઆઇએલ, મુકેશ અંબાણી

    विज्ञापन
    विज्ञापन