સતત 11માં વર્ષે મુકેશ અંબાણીએ ના વધાર્યો પોતાનો પગાર!

સતત 11માં વર્ષે ના વધી ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સેલેરી!

તેમણે કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની વાર્ષિક સેલેરી 15 કરોડ રુપિયા યથાવત્ રાખી

 • Share this:
  દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પગારમાં સતત 11માં વર્ષે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમણે કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની વાર્ષિક સેલેરી 15 કરોડ રુપિયા યથાવત્ રાખી છે. 31 માર્ચ 2019ના રોજ ખતમ થયેલા નાણાકીય વર્ષમાં કંપનીના ડાયરેક્ટર્સની સેલેરીમાં સારો એવો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના ક્વાર્ટર પરિણામની જાહેરાત કરી હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કંસોલિડેટેડ નફો 10,104 કરોડ રુપિયા રહ્યો છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના પરિણામ પર કહ્યું હતું કે નબળા ગ્લોબલ સંકેતો અને હાઇડ્રોકાર્બન માર્કેટમાં ચિંતાઓ છતા પ્રથમ ક્વાર્ટરમાં પરિણામ સારા રહ્યા છે. સુસ્ત ડિમાન્ડ ગ્રોથના માહોલમાં પણ રિફાઇનિંગ બિઝનેસે સારું પ્રદર્શન બતાવ્યું છે.

  આ પણ વાંચો - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને Q1 માં 10,104 કરોડનો નફો, જિયોનો નફો 45.6% વધ્યો

  આરઆઈએલે પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની સેલેરી 15 કરોડ રુપિયા નક્કી કરવામાં આવી છે.જે કંપનીના પ્રબંધકીય સ્તરની કોમ્પેંસેશનને સંતુલિત રાખવાના વિષયમાં સ્વયં એક ઉદાહરણ પ્રસ્તુત કરતા રહેવાની તેમની ઇચ્છાને દર્શાવે છે.

  નાણાકીય વર્ષ 2018-19માં મુકેશ અંબાણીને 4.45 કરોડ રુપિયા સેલેરી અને ભથ્થાના રુપમાં આપવામાં આવ્યા છે. તેમની સેલરી અને ભથ્થા 2017-18માં 4.49 કરોડ રુપિયા રહ્યા હતા. મુકેશ અંબાણીએ પોતાનો પગાર સ્થિર રાખવાની ઓક્ટોબર 2009માં જાહેરાત કરી હતી.
  Published by:Ashish Goyal
  First published: