રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મોટો રૅકોર્ડ સર્જ્યો! માર્કેટ કૅપ 10 લાખ કરોડને પાર

News18 Gujarati
Updated: November 28, 2019, 12:38 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મોટો રૅકોર્ડ સર્જ્યો! માર્કેટ કૅપ 10 લાખ કરોડને પાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

માર્કેટ કૅપ 10 લાખ કરોડ રૂપિયાથી વધુ હોય તેવી રિલાયન્સ દેશની એકમાત્ર કંપની, શૅરમાં જોરદાર ઉછાળો

  • Share this:
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL-Reliance Industries Ltd)ની માર્કેટ કૅપ 10 લાખ કરોડ રૂપિયા (RIL market cap hits ₹10 lakh crore)ને પાર પહોંચી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલા કંપની બની ગઈ છે. રિલાયન્સના શૅરમાં આવેલી તેજીના કારણે માર્કેટ કૅપમાં ઉછાળો આવ્યો છે. NSE (Nation Stock Exchange) પર રિલાયન્સનો શૅર હાલ (10:41 AM)0.50 ટકાથી વધુની તેજી સાથે ટ્રેડિંગ કરી રહ્યો છે. તે 1580 રૂપિયાના સ્તરથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કૅપ 10 લાખ કરોડને પાર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીની માર્કેટ કૅપ અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. શૅરે એક સપ્તાહમાં 2 ટકા, એક મહિનામાં 10 ટકા, ત્રણ મહિનામાં 24 ટકા, 9 મહિનામાં 29 ટકા અને એક વર્ષમાં 40 ટકાનું બમ્પર રિર્ટન આપ્યું છે.

રોકાણકારો માલામાલ થયા : જો કોઈ રોકાણકારે રિલાયન્સના આઈપીઓમાં 10 હજાર રૂપિયા લગાવ્યા હશે તો તેની કુલ રકમ વધીને 2.10 કરોડ રૂપિયા થઈ ગઈ હશે. નોંધનીય છે કે, છેલ્લા 42 વર્ષમાં રિલાયન્સના શૅરે 2,09,900 ટકાનું રિટર્ન આપ્યું છે.



જો હજુ પણ કોઈ રોકાણકાર રિલાયન્સના શૅરમાં રોકાણ કરવા માંગે છે તો તેમની પાસે સારી તકે છે. કારણ કે અનેક મોટી રેટિંગ એજન્સીઓએ ખરીદવાની સલાહ આપી છે. અમેરિકાની રેટિંગ એજન્સી સ્ટેનલીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોને ઑવરવેટ રેટિંગ આપ્યું છે. સાથોસાથ, શૅરનું લક્ષ્ય 28 ટકા વધીને 2000 રૂપિયા કરી દીધું છે.
દેશની 10 સૌથી મોટી કંપનીઓની યાદી અહીં જુઓ (માર્કેટ કૅપના હિસાબથી મનીકન્ટ્રોલ પર જાહેર થયેલી યાદી)

(1) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) : માર્કેટ કૅપ- 10 લાખ કરોડ રૂપિયા
(2) ટીસીએસ (ટાટા કન્સ્લટન્સી સર્વિસિસ) : માર્કેટ કૅપ - 7.80 લાખ કરોડ રૂપિયા
(3) એચડીએફસી બેંક (HDFC Bank) : માર્કેટ કૅપ - 6.95 લાખ કરોડ રૂપિયા
(4) એચયુએલ (હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ) : માર્કેટ કૅપ - 4.49 લાખ કરોડ રૂપિયા
(5) એચડીએફસી લિમિટેડ (HDFC Limited) : માર્કેટ કૅપ- 4 લાખ કરોડ રૂપિયા
(6) આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) : માર્કેટ કૅપ- 3.32 લાખ કરોડ રૂપિયા
(7) એસબીઆઈ (સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા) : માર્કેટ કૅપ- 3.90 લાખ કરોડ રૂપિયા
(8) કોટક મહિન્દ્રા બેંક : માર્કેટ કૅપ- 3.07 લાખ કરોડ રૂપિયા
(8) આઈટીસી (ઈન્ડિયન ટૉબેકો કંપની) : માર્કેટ કૅપ- 3.02 લાખ કરોડ રૂપિયા
(9) ઇન્ફોસિસ : માર્કેટ કૅપ- 2.95 લાખ કરોડ રૂપિયા

ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
First published: November 28, 2019
વધુ વાંચો
अगली ख़बर