Home /News /business /Mukesh Ambaniનો વિશ્વાસઃ ભારત આપબળે કરશે ડિજીટલ સોસાયટીનું નેતૃત્વ અને બનશે વૈશ્વિક લીડર

Mukesh Ambaniનો વિશ્વાસઃ ભારત આપબળે કરશે ડિજીટલ સોસાયટીનું નેતૃત્વ અને બનશે વૈશ્વિક લીડર

ફાઈલ તસવીર

Reliance Industries news: મુકેશ અંબાણીએ (Mukesh Amban) જણાવ્યું કે, કનેક્ટિવિટી ટેક્નોલોજી (Connectivity technology), કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી (Computing technology), નેક્સ્ટ જનરેશન સિલિકોન ચિપ્સ (Next generation silicone chips) અને ઘણી ટેક્નોલોજીના કન્વર્જન્સમાં (Convergence of technology) આ સદીના પ્રથમ બે દાયકાઓમાં વૃદ્ધિ જોવા મળી છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ( Reliance Industries Ltd)ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી(Mukesh Ambani)એ 3 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી અને બ્લૂમબર્ગ એશિયાના ઇન્ફિનિટી ફોરમ(Bloomberg Asia's InFinity Forum)માં અવાના કેપિટલના સ્થાપક અને દેના બેંક (Dena Bank)ના ભૂતપૂર્વ અધ્યક્ષ અંજલિ બંસલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, કનેક્ટિવિટી ટેક્નોલોજી, કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી, નેક્સ્ટ જનરેશન સિલિકોન ચિપ્સ અને ઘણી ટેક્નોલોજીના કન્વર્જન્સમાં આ સદીના પ્રથમ બે દાયકાઓમાં વૃદ્ધિ જોવા મળી છે. જેને એક ઉત્તમ પરિવર્તન કહી શકાય છે. પરંતુ આ તો હજુ અકલ્પનીય, રોમાંચક અને નફાકારક પરીવર્તનની શરૂઆત છે. મુકેશ અંબાણી સાથેની વાતચીતના અમુક અંશો આ પ્રમાણે છેઃ

  1. ડિજિટાઇઝેશન તરફ વિશ્વના આકર્ષણને તમે કેવી રીતે જુઓ છો? તે આર્થિક અને સામાજિક મોરચે ભારતના સર્વાંગી વિકાસને કેવી રીતે અસર કરશે?

  મેં મારા જીવનમાં 4 ટેક્નોલોજી પરીવર્તન જોયા છે અને દરેક સ્ટેજ અગાઉ કરતા વધુ શ્રેષ્ઠ સાબિત થઇ રહ્યું હતું. આ ખરેખર બન્યું છે કારણ કે, મુખ્યત્વે કનેક્ટિવિટી ટેક્નોલૉજી, કમ્પ્યુટિંગ તકનીકોમાં અદ્વિતીય વૃદ્ધિના કારણે. આ સદીના પ્રથમ બે દાયકામાં મને લાગે છે કે વિશ્વમાં અનેક પરિવર્તન આવશે અને આગામી 20 વર્ષમાં આપણે જે જોઈશું તે છેલ્લા 100 વર્ષમાં નહીં જોયું હોય. જે રીતે ભારત સહિત વિશ્વમાં પરીવર્તન આકાર પામી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા મને લાગે છે કે, જે રીતે ચીન મેન્યુફેક્ચરિંગમાં નેતૃત્વ ધરાવે છે, તેમ ભારત પણ ડિજીટલ સોસાયટીમાં નેતૃત્વ કરી શકે છે અને પોતાના બળ પર વૈશ્વિક લીડર બની શકે છે.

  વધુમાં તેમણે જણાવ્યું કે, આવનારી ડિજિટલ ફર્સ્ટ રીવોલ્યુશન આપણા વિશ્વને અને ભારતને આપણે હવે કલ્પના કરી શકીએ તેના કરતાં પણ વધુ સારી રીતે સમૃદ્ધ બનાવશે. ડિજિટલ ફર્સ્ટ વર્લ્ડ એ પીપલ ફર્સ્ટ વિશ્વ હશે. કોઈ પાછળ નહીં રહે. કેર ફોર ધ પ્લેનેટ અને કેર ફોર ધ પીપલ - આ બે સૂત્રો 21મી સદીમાં વિશ્વના ટેકનોલોજીકલ પરિવર્તનને માર્ગદર્શન આપશે.

  2. ટ્રાન્ઝીશનની પ્રક્રિયા કે જેમાં તમારી કંપનીએ મહત્વી ભૂમિકા ભજવી છે, એક બિઝનેસ લીડર તરીકે તમે શું આનવારી પેઢી સાથે ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમારા વિચારો અને દ્રષ્ટિકોણ શેર કરી શકો છો?

  ભારત પાસે એક ફાયદો છે – વસ્તી. આપણે 1.35 બિલિયન લોકોનો દેશ ધરાવીએ છીએ અને ટૂંક સમયમાં ચીનને પાછળ છોડીને વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર બનીશું અને વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર પણ.

  આપણી બીજી મોટી ઉપલબ્ધિ છે ભારતે ડિજીટલ પાઇપલઇનનું નિર્માણ કર્યું છે. એક વિશ્વ કક્ષાનું ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આપણા શહેરો અને લગભગ તમામ 6 લાખ ગામડાઓ સુધી પહોંચી ગયું છે. આ બધુ પીએમ મોદીના ડિજીટલ ઇન્ડિયા વિઝનને આભારી છે. દૂરના ગામડામાં રહેતી વ્યક્તિ આજે વિશ્વભરના વિકાસમાંથી શીખી શકે છે, વિશ્વના લોકો સાથે ચર્ચા કરી શકે છે અને સહયોગ આપી શકે છે અને વૈશ્વિક પ્લેટફોર્મ પર તેના મંતવ્યો શેર કરી શકે છે.

  મુકેશ અંબાણીએ આગળ જણાવ્યું કે, ભારતમાં આવતા વર્ષે 5G રોલઆઉટ સાથે આપણે વિશ્વની કોઈપણ અર્થવ્યવસ્થામાં સૌથી આધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેળવવાના માર્ગ પર છીએ. આ સાથે જ અમે અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોને - નાણાકીય સેવાઓ, વાણિજ્ય, ઉત્પાદન, કૃષિ, શિક્ષણ અને આરોગ્યસંભાળને ડિજિટલ રીતે પુનઃસ્થાપિત કરી શકીશું.

  સૌથી મહત્વનું કે, ફિનટેક ઉપરાંત, કૃષિ, શિક્ષણ અને આરોગ્ય સેવા જેવા પાયાના ક્ષેત્રો વધુ કાર્યક્ષમ, વધુ સસ્તા અને તમામ ભારતીયો માટે વધુ સુલભમય બનશે. જે ડિજિટલ તકનીકોને આભારી થશે.

  3. આપણે કેવી રીતે દેશના સ્વ-હિતનું જાળવવાની સાથે સંતુલન પણ જાળવી શકીએ? આ દરમિયાન વૈશ્વિક સ્તરે જોડાયેલ યુવાનો વિચારોના લાભો લઇને, વૈશ્વિક ટ્રાન્સફરનો ફાયદો મેળવી અને વિચારો અને સોલ્યુશનના સમન્વયનો લાભ લઈ શકીએ?

  માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના દરેક દેશ માટે ડેટા અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચ બંને મહત્વના છે. દરેક દેશને પોતાનું સ્ટ્રેટેજીક ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો અને તેને પ્રોટેક્ટ કરવાનો હક છે.

  આ પણ વાંચોઃ-આનંદો! આ બે મોટી બેંકોએ Fixed Deposit પર વ્યાજદરમાં કર્યો વધારો- જાણો વિગત

  હું માનું છું કે આપણને સમાન વૈશ્વિક ધોરણોની ખાસ જરૂર છે, જેથી સરહદ પારના વ્યવહારો, કોલાબ્રેશન અને ભાગીદારીમાં અવરોધ ન આવે. હું આશા રાખું છું કે ભારત UPI અથવા યુનિફોર્મ પેમેન્ટ ઇન્ટરફેસ તરફ નેતૃત્વ કરશે.

  આ સિવાય આપણે ડેટા પ્રાઇવસી બિલ રજૂ અને ક્રિપ્ટોકરન્સી બિલ પણ રજૂ કરવાની તૈયારીમાં છીએ. જેની મને પણ રાહ છે. તેથી, મને લાગે છે કે આપણે સાચા માર્ગ પર છીએ. મારું માનવું છે કે, ભારત હવે પોતાને એક અગ્રણી ડિજિટલ સોસાયટીમાં પરીવર્તિત કરવાના માર્ગ પર છે, જેમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ સામેલ કરાયું છે.

  આ પણ વાંચોઃ-RD FAQs: માત્ર એક ક્લિકમાં જાણો રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અંગે મૂંઝવતા દરેક સવાલનો જવાબ

  4. ઇનફિનિટી ફોરમ ફિનટેક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તમને શું લાગે છે કે આગામી કન્વર્જન્સ શું હશે? તમને શું લાગે છે કે ફિનટેક અથવા હ્યુમન-ટેકના વિકાસને પ્રોત્સાહન આપશે?

  આપણે છેલ્લા શતકોથી ઓર્ગેનાઇઝ ફાઇનાન્સમાં કેન્દ્રીય મોડલ વિકાસ કર્યો છે અને હું હજુ પણ માનું છું કે, કેન્દ્ર સરકાર અને કેન્દ્રિય બેંકની નીતિઓ હશે. જ્યાં તમામને નાણાકિય સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આજે મોટી કંપનીઓને સરળતાથી લોન મળે છે પરંતુ નાની કંપનીઓને નથી મળતી. તેવું જ લોકો સાથે પણ બને છે. મને લાગે છે કે આ વસ્તુ પણ બદલાશે. સ્માર્ટ કોન્ટ્રાક્ટ વાસ્તવિકતાનું રૂપ લેશે.

  આ પણ વાંચોઃ-Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 218 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 29 ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

  મને લાગે છે કે રીઅલ-ટાઇમનું કન્વર્જન્સ, ડિસ્ટ્રિબ્યુટેડ લેજર અને બ્લોકચેન ટેક્નોલોજી (સ્માર્ટ ટોકન્સ)નું કન્વર્જન્સ, IoT દ્વારા ફિઝિકલ અને ડિજિટલનું કન્વર્જન્સ સક્ષમ બનશે અને વિકેન્દ્રિત નાણાકીય ક્ષેત્ર એ રીતે ફરીથી રી-ડિફાઇન થશે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જે આગામી 10 વર્ષમાં જ બનશે.

  તેઓએ વધુમાં જણાવ્યું કે, મને લાગે છે કે આ સમય ગિફ્ટ સિટીનો છે – ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિઝન, જેની સાથે ગિફ્ટ સિટી બનાવવામાં આવી હતી, જે માત્ર ભારતમાં જ ટેક્નોલોજી અને ઈનોવેશનને સક્ષમ કરવા માટે જ નહીં પરંતુ વિશ્વ માટે નવો દ્વાર ખોલશે. જે ભારતમાં નવી ક્રાતિ સર્જશે અને વિશ્વના અન્ય દેશોમાં નિકાસ પણ કરશે. અને મને વિશ્વાસ છે કે યુવા પેઢી આ જરૂર શક્ય બનાવશે.
  Published by:ankit patel
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन