RILએ બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ! દેશની પહેલી 9 લાખ કરોડ રૂપિયાની કંપની બની

માર્કેટ કેપના હિસાબથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે

News18 Gujarati
Updated: October 18, 2019, 12:24 PM IST
RILએ બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ! દેશની પહેલી 9 લાખ કરોડ રૂપિયાની કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: October 18, 2019, 12:24 PM IST
મુંબઈ : માર્કેટ કૅપના હિસાબથી RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd) દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીનો માર્કેટ કૅપ 9 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. નોંધનીય છે કે, ગયા વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation Ltd, IOC)ને પાછળ મૂકીને RIL દેશમાં સૌથી વધુ કમાણી નોંધાવનારી કંપની પણ બની ગઈ છે. પેટ્રોલિયમથી લઈને, રીટેઇલ અને ટેલીકૉમ જેવા વિભિન્ન સેક્ટરમાં ફેલાયેલી RILએ નાણાકીય વર્ષ 2018-19માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. બીજી તરફ, આઈઓસીએ 31 માર્ચ 2019ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષમાં 6.17 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો. જ્યારે, RIL આઈઓસીથી બે ગણું કમાઈને દેશની સૌથી મોટી નફો કરનારી કંપની પણ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યો નવો રેકોર્ડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીના માર્કેટ કેપમાં ઉછાળો આવ્યો છે. હવે માત્ર રિલાયન્સનો માર્કેટ કેપ 6 સરકારી કંપનીઓ બરાબર થઈ ગયો છે. નોંધનીય છે કે, દેશની SBIની માર્કેટ કેપ 2.4 લાખ કરોડ છે. બીજી તરફ, ONGCની 1.8 લાખ કરોડ, IOCની 1.4 લાખ કરોડ, NTPCની 1.2 લાખ કરોડ, પાવર ગ્રિડની 1 લાખ કરોડ અને BPCLની 1.1 લાખ કરોડ છે. જેથી આ તમામ કંપનીનો માર્કેટ કેપ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી ઓછો છે.



2 વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપશે નવો રેકોર્ડ

દુનિયાની મોટી રિસર્ચ ફર્મ અમેરિકન બેંક મેરિલ લિંચે પોતાના નવા રિપોર્ટમાં કહ્યું છે કે રિટેલ અને બ્રોડબેન્ડ જેવો કારોબાર શરૂ કર્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો માર્કેટ કેપ આગામી 24 મહિનામાં 20,000 અમેરિકન ડૉલર (લગભગ 14.20 લાખ કરોડ રૂપિયા) થઈ શકે છે. એવું કરનારી આ ભારતની પહેલી કંપની હશે.
Loading...

>> રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના 122 અબજ ડૉલર માર્કેટ કેપથી 200 અબજ ડૉલર સુધી પહોંચવા માટે અસંગઠિત કરિયાણા સ્ટોર્સમાં મોબાઇલ પોઇન્ટ ઑફ સેલ (M-PoS) લગાવીને રિટેલ વેપાર પર પકડ, માઇક્રોસૉફ્ટની સાથે એસએમઈ સેક્ટરમાં પ્રવેશ અને જિયો ફાઇબર બ્રોડબેન્ડ વેપારની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
>> રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીની કંપનીને ટેલિકૉમ વેપારમાં પ્રતિ મોબાઇલ ફોન યૂઝરથી મળનારી આવક નાણાકીય વર્ષ 20222 સુધી હાલના 151 રૂપિયાથી વધીને 177 રૂપિયા થઈ જશે.
>> 1 કરોડ કરિયાણા સ્ટોર્સ કંપનીને M-PoS ઇન્સ્ટોલ કરવા માટે પ્રતિ મહિને 750 રૂપિયાની ચૂકવણી કરશે. બે વર્ષમાં બ્રૉડબ્રેન્ડ યૂઝર્સની સંખ્યા 1.20 કરોડ થઈ શકે છે. તેમાંથી 60 ટકા દર મહિને સરેરાશ 840 રૂપિયા આપશે.
>> રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી પેટ્રોકેમિકલ અને બીજી સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ કંપની છે.
>> કંપનીએ ટેલિકોમ, કન્ઝ્યૂમર રિટેલ અને મીડિયા કારોબારમા્ર પણ મોટું રોકાણ કર્યુ છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી, જિયોએ મોટી સંખ્યામાં ગ્રાહક એકત્ર કર્યા છે જે હવે કંપનીને સારી કમાણી કરી આપે છે.
First published: October 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...