રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઈતિહાસ રચ્યો, 9.5 લાખ કરોડના માર્કેટ કૅપની સાથે નંબર-1

News18 Gujarati
Updated: November 21, 2019, 11:48 AM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઈતિહાસ રચ્યો, 9.5 લાખ કરોડના માર્કેટ કૅપની સાથે નંબર-1
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

ટૅરિફ વધારવાના અહેવાલોને કારણે તમામ ટેલીકૉમ કંપનીઓના શૅરોમાં તેજી આવી છે

  • Share this:
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL-Reliance Industries Ltd) દેશમાં નંબર-1 કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીનો માર્કેટ કૅપ મંગળવારે 9.5 લાખ કરોડ (RIL market cap hits ₹9.5 lakh crore) રૂપિયાને પાર પહોંચી ગયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ટૅરિફ વધારવાના અહેવાલોને કારણે તમામ ટેલીકૉમ કંપનીઓ (Telecom Companies Stocks)ના શૅરોમાં તેજી આવી છે. તેની અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅર ઉપર પણ જોવા મળી રહી છે. NSE (Nation Stock Exchange) અને BSE (Bombay Stock Exchange)માં રિલાયન્સનો શૅર 1500 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

દેશની 10 સૌથી મોટી કંપનીઓની યાદી અહીં જુઓ (માર્કેટ કૅપના હિસાબથી મનીકન્ટ્રોલ પર જાહેર થયેલી યાદી)

(1) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) : માર્કેટ કૅપ- 9.5 લાખ કરોડ રૂપિયા

(2) ટીસીએસ (ટાટા કન્સ્લટન્સી સર્વિસિસ) : માર્કેટ કૅપ - 7.91 લાખ કરોડ રૂપિયા
(3) એચડીએફસી બેંક (HDFC Bank) : માર્કેટ કૅપ - 6.95 લાખ કરોડ રૂપિયા
(4) એચયુએલ (હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ) : માર્કેટ કૅપ - 4.41 લાખ કરોડ રૂપિયા(5) એચડીએફસી લિમિટેડ (HDFC Limited) : માર્કેટ કૅપ- 3.83 લાખ કરોડ રૂપિયા
(6) આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) : માર્કેટ કૅપ- 3.21 લાખ કરોડ રૂપિયા
(7) કોટક મહિન્દ્રા બેંક : માર્કેટ કૅપ- 3.10 લાખ કરોડ રૂપિયા
(8) આઈટીસી (ઈન્ડિયન ટૉબેકો કંપની) : માર્કેટ કૅપ- 306 લાખ કરોડ રૂપિયા
(9) ઇન્ફોસિસ : માર્કેટ કૅપ- 3.03 લાખ કરોડ રૂપિયા
(10) એસબીઆઈ (સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા) : માર્કેટ કૅપ- 2.92 લાખ કરોડ રૂપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કૅપ 9.5 લાખ કરોડને પાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીની માર્કેટ કૅપ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ. શૅરે એક સપ્તાહમાં 5.45 ટકા, એક મહિનામાં 6.36 ટકા, ત્રણ મહિનામાં 17 ટકા, 9 મહિનામાં 24 ટકા અને એક વર્ષમાં 31 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટર્વક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
First published: November 21, 2019
વધુ વાંચો
अगली ख़बर