નીતા અંબાણીને BHUમાં વિઝિટિંગ પ્રોફેસર નિમવાના અહેવાલો ખોટા- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ જણાવ્યું કે, બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર માટેનો કોઈ પ્રસ્તાવ કે આમંત્રણ મળ્યું નથી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ જણાવ્યું કે, બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર માટેનો કોઈ પ્રસ્તાવ કે આમંત્રણ મળ્યું નથી

 • Share this:
  મુંબઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) તરફથી એ અહેવાલોને નકારી દીધા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કાર્યકારી નિદેશક નીતા અંબાણી (Nita Ambani)ને બનારસ હિન્દુ યુનિવર્સિટી (Banaras Hindu University)માં વિઝિટિંગ પ્રોફેસર (Visiting Professor) બનાવવામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું છે કે મીડિયામાં ચાલી રહેલા તમામ સમાચાર બિલકુલ ફેક (Fake News) છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ જણાવ્યું કે, બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી નીતા અંબાણીને વિઝિટિંગ લેક્ચરર માટેનો કોઈ પ્રસ્તાવ કે આમંત્રણ મળ્યું નથી.

  ઉલ્લેખનીય છે કેટલાક મીડિયા હાઉસ તરફથી એવા અહેવાલ પ્રકાશિત કરવામાં આવી રહ્યા હતા કે મંગળવારે BHUના સ્ટુડન્ટ્સ નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર નિમવાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા.

  નોંધનીય છે કે, કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીના સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગત શુક્રવારે નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર નિમવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ પ્રપોઝલમાં નીતા અંબાણી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કોઈ ભૂમિકા નહોતી.

  સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ એન્ડ ડેવલપમેન્ટની પ્રોફેસર નિધિ શર્માએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે, નીતા અંબાણીને વિઝિટિંગ પ્રોફેસર બનાવવાનો પ્રસ્તાવ ઓથોરિટીને મોકલવામાં આવ્યો છે. જો તેઓ અમારા સેન્ટર સાથે જોડાશે તો પૂર્વાંચલની મહિલાઓને તેમના અનુભવોનો લાભ મળશે.

  પરંતુ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ તમામ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે અને નિવેદન આપતા કહ્યું છે કે આવા કોઈ પ્રકારનું આમંત્રણ મળ્યું નથી.

  (ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
  Published by:Mrunal Bhojak
  First published: