RIL રૂ.2 લાખ કરોડથી વધુનું રોકાણ કરાશે, ચેરમેન મુકેશ અંબાણી

અનેક પડકારો વચ્ચે પણ ગત નાણાકીય વર્ષમાં પેટ્રોકેમિકલ બિઝનેશ ઘણો સારો રહ્યો હોવાનું તથા આગામી 12થી14 મહિનામાં અંદાજે રૂ.2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે એવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે અહીં RILની 41મી એજીએમમાં વિશ્વાસભેર જણાવ્યું હતું.

અનેક પડકારો વચ્ચે પણ ગત નાણાકીય વર્ષમાં પેટ્રોકેમિકલ બિઝનેશ ઘણો સારો રહ્યો હોવાનું તથા આગામી 12થી14 મહિનામાં અંદાજે રૂ.2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે એવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે અહીં RILની 41મી એજીએમમાં વિશ્વાસભેર જણાવ્યું હતું.

  • News18
  • Last Updated :
  • Share this:
મુંબઇ # અનેક પડકારો વચ્ચે પણ ગત નાણાકીય વર્ષમાં પેટ્રોકેમિકલ બિઝનેશ ઘણો સારો રહ્યો હોવાનું તથા આગામી 12થી14 મહિનામાં અંદાજે રૂ.2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે એવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે અહીં RILની 41મી એજીએમમાં વિશ્વાસભેર જણાવ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની હવે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક વિશ્વાસપાત્ર કંપની તરીકે ઉપસી રહી છે. કંપનીના રેટીંગમાં સુધારો થયો હોવાનું ગૌરવ વ્યક્ત કરતાં RIL ચેરમેન મુકેશ અંબાણીએ શેર હોલ્ડર્સને કંપનીની સફળતા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2016-17થી રોકાણનો ફાયદો મળવો શરૂ થઇ જશે. ડિજિટલ બ્રોન્ડબેન્ડ ટેલિકોમ વ્યવસાયમાં પ્રવેશશે.

તેમણે કહ્યું કે, ભારતની કુલ વેપારી એક્સપોર્ટમાં રિલાયન્સનો હિસ્સો 12 ટકા છે. નાણાકીય વર્ષ 2015માં વિવિધ પડકારો વચ્ચે પણ પેટ્રોકેમ વેપારે શાનદાર રહ્યો છે. જેનાથી 30 હજાર યુનિટ કાચું તેલ મળ્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે પડકારો વચ્ચે પણ રિલાયન્સ ગ્રુપે $8.60/bblનું GRM પ્રાપ્ત કર્યું છે. નાણાકીય વર્ષ 2016ના અંત સુધીમાં તમામ પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવશે. પેટ્રોલિયમ રિફાઇનિંગનો હવે નફા માટે સૌથી મોટો હિસ્સો છે. E&P વેપારમાં પણ કંપનીને ઘણી સંભાવનાઓ છે.

તેમણે કહ્યું કે, કંપની ઓપરેટીંગ કોસ્ટ 25થી30 ટકા ઘટાડવામાં સફળ થઇ છે. એક વર્ષમાં દરેક બે દિવસમાં 5 સ્ટોર ખોલવાનો રેર્કોડ બનાવ્યો છે. રિલાયન્સ રિટેલથી 784 કરોડનો નફો થયો છે. સરકારે સાથે કાયદાકીય ગૂંચ ઉકેલાશે.

મુકેશ અંબાણી કહ્યું કે, તેમણે કહ્યું હતું કે, 15ના નાણાકીય વર્ષમાં કંપનીએ રૂ.6124 કરોડ ઇન્કમટેક્ષ ભર્યો છે.  રિલાયન્સ હવે ડિજિટલ, બ્રોન્ડ બેન્ડ ક્ષેત્રે પણ સફળતાથી પ્રવેશી રહી છે. રિલાયન્સ જીઓ કંપની પણ હવે નફો કરતી થઇ રહી છે. રિલાયન્સ માર્કેટ બીટુબી પણ સફળ થઇ રહી છે.

ઇન્ટરનેટ આઝાદી માટે પ્રતિબધ્ધ : જિયોથી મોટા પાયે સ્વરોજગારીને વેગ મળશે. જિયો પર નેટવર્ક18ની તમામ ચેનલ જોઇ શકાશે. ડિજિટલ પેમેન્ટ માટે જિયો કાર્ડનો ઉપયોગ કરી શકાશે. કાર્ડની જેમ જિયો મની સેવાનો ઉપયોગ કરી શકાશે. જિયો પ્લેથી ફોન પર કેબલ ટીવી જોઇ શકાશે. મુકેશ અંબાણીએ કહ્યું કે ઇન્ટરનેટની આઝાદી માટે અમે પ્રતિબધ્ધ છીએ.

રિલાયન્સ જિયો વિશ્વને જોડશે : રિલાયન્સ જિયોની સમગ્ર ટીમને અભિનંદન આપતાં આરઆઇએલના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જિયો આવનાર સમયનું પગલું છે.   રિલાયન્સ જિયોની સેવા ડિસેમ્બર માસથી શરૂ થશે. જેમાં 1.5 લાખ કર્મચારી છે જેમાં 17500 પ્રોફેશનલ કર્મચારી છ. 1800 શહેરોમાં એની સેવા શરૂ થશે. 3 વર્ષમાં 100 ટકા કવરેશ કરવાનો પ્રયાસ કરાશે.

રૂ.4હજારથી ઓછી કિંમતે4જીસ્માર્ટ ફોન : જિયો ચેટના 1 મિલિયનથી પણ વધુ યુઝર્સ છે. જિયોનું નવું બિટા વર્ઝન લોન્ચ થશે. 4 હજાર રૂપિયાથી ઓછા ભાવે 4જી સ્માર્ટફોન લોન્ચ કરાશે. રિલાયન્સ જિયો શહેરી વિસ્તારની સાથે ગામડાઓને પણ વિશ્વ સાથે જોડશે. હાલ 29 રાજ્યોમાં 1800 શહેરોમાં છે પણ આ વર્ષે 80 ટકા વસ્તી સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે : આરઆઇએલ ચેરમેન મુકેશ અંબાણીએ 41મી એજીએમમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, રિલાયન્સ જિયો થકી ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાચા અર્થમાં સાકાર થશે. ગામડાં અને શહેરોને વિશ્વ સાથે જોડશે. જેમાં ઇન્ટરનેટની સાથે વિવિધ અન્ય સેવાઓ મળતી થશે.

સિમ્પલ, સ્માર્ટ એન્ડ સિકયોર : રિલાયન્સ જિયો અંગે ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ જિઓના ત્રણ મંત્ર છે. સિમ્પલ, સ્માર્ટ અને સિક્યોર. વિશ્વભરના સ્માર્ટ ફોનની કંપનીઓ સાથે આ બાબતે વાર્તાલાપ ચાલુ છે. તમામ ફોનમાં આ સેવા મળશે. જેનાથી ડિજિટલ ક્રાંતિ આવશે.
First published: