દુનિયાની ટોપ-50 કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર

News18 Gujarati
Updated: July 23, 2020, 11:09 PM IST
દુનિયાની ટોપ-50 કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર
દુનિયાની ટોપ-50 કંપનીઓના લિસ્ટમાં સામેલ થઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દુનિયાની 50 સૌથી મૂલ્યવાન કંપનીઓના લિસ્ટમાં 48માં સ્થાને

  • Share this:
નવી દિલ્હી : બજાર પૂંજીકરણ અંતર્ગત દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) હવે દુનિયાની 50 સૌથી વેલ્યૂડ કંપનીઓના (50 Most Valued Companies)લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે 13 લાખ કરોડ (RIL Market Cap)રૂપિયાના બજાર પૂંજીકરણ વાળી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે. તેલથી લઈને ટેલિકોમ સેક્ટર સુધીમાં વેપાર કરનાર RIL દુનિયાની 50 સૌથી મૂલ્યવાન કંપનીઓના લિસ્ટમાં 48માં સ્થાને પહોંચી ગઈ છે.

આ લિસ્ટમાં સાઉદી અરામકો(Saudi Aramco)ટોચના સ્થાને છે. જેનું કુલ માર્કેટ કેપ 1.7 લાખ કરોડ ડોલર છે. આ પછી એપલ ઇંક, માઇક્રોસોફ્ટ, અમેઝોન ઇંક અને અલ્ફાબેટ જેવી દિગ્ગજ કંપનીઓના નામ છે.

રેકોર્ડ સ્તર પર RILના શેર

ગુરુવારે દિવસભરના વેપાર પછી બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ (BSE) પર RILનો શેર 3.59 ટકા વધીને 2076 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયો છે. આ સાથે કંપનીનું કુલ માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. આ લેવલને ક્રોસ કરનારી RIL ભારતની પ્રથમ કંપની બની ગઈ છે.

આ પણ વાંચો - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરનો ભાવ 2000 રૂપિયાને પાર, માર્ચના નીચલા સ્તરથી 130% વધ્યો સ્ટૉક

હાલમાં રાઇટ્સ ઇશ્યૂ અંતર્ગત જાહેર કરેલ શેરને પણ જોડી દેવામાં આવે તો RILની કુલ માર્કેટ કેપ 13.5 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચે છે. અત્યાર સુધી કોઇપણ એવી ભારતીય કંપની નથી, જેનું માર્કેટ કેપ આ સ્તર સુધી પહોંચ્યું હોય.આ દિગ્ગજ કંપનીઓ રિલાયન્સથી પાછળ

દુનિયાની કેટલીક અન્ય કંપનીઓની વાત કરવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ કેપ શેવરોન કોર્પોરેશન, ઓરેકલ, યૂનિલીવર, બેંક ઓફ ચાઇના, BHP ગ્રૂપ, રોયલ ડચ શેલ અને સોફ્ટબેંક જેવી કંપનીઓના માર્કેટ કેપથી વધારે છે.

ટોપ 100ના લિસ્ટમાં TCS પણ સામેલ

એશિયાની સૌથી વધારે માર્કેટ કેપવાળી કંપનીઓના લિસ્ટમાં રિલાયન્સ 10માં સ્થાને છે. વૈશ્વિક સ્તર પર ચીનનું અલીબાબા ગ્રૂપ (Alibaba Group)સાતમાં સ્થાને છે. દુનિયાની 100 મૂલ્યવાન કંપનીઓના લિસ્ટમાં ટાટા કંસલ્ટેંસી સર્વિસિસ (TCS)પણ સામેલ છે. BSE પર TCSનો એક શેરનો ભાવ 2170.75 રૂપિયા છે. હાલ ટીસીએસનું માર્કેટ કેપ 109 અરબ ડોલર એટલે કે 8.14 લાખ કરોડ રૂપિયા છે.
Published by: Ashish Goyal
First published: July 23, 2020, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading