દેશની સૌથી મોટી કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જુઓ ટોપ-10 લિસ્ટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ ફોટો)

 • Share this:
  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. માર્કેટ કેપિટલાઇઝેશનના મામલામાં રિલાયન્સે ટીસીએસને પાછળ રાખી દીધી છે. મંગળવારે કંપનીની માર્કેટ કેપ 7.51 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જ્યારે ટીસીએસ (ટાટા કંસલ્ટેંસી સર્વિસિસ)ના શેરોમાં આવેલા ઘટાડાથી તેની માર્કેટ કેપ ઘટીને 7.43 લાખ કરોડ રૂપિયા રહી ગઈ હતી. એક્સપર્ટનું માનવું છે કે રિલાયન્સના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2018)ના પરિણામ (કમાણી અને નફો) અંદાજ કરતા સારા રહ્યા છે. જેથી કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે.

  રિલાયન્સના શેરોમાં તેજી - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં ઘણા સમયથી તેજીનો દોર યથાવત્ છે. આ કારોબારી સપ્તાહમાં પ્રથમ બે દિવસે કંપનીઓના શેરોમાં ભારે તેજી જોવા મળી છે. મંગળવારે કંપનીનો શેર 3.14 ટકા વધીને 1185.85 રૂપિયાના ભાવ પર બંધ રહ્યો હતો. આ તેજીનો ફાયદો કંપનીને વધેલા માર્કેટ કેપના રૂપમાં મળ્યો છે.

  આ છે દેશની 10 સૌથી મોટી કંપનીઓ - બજાર મૂલ્ય પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી અને ટીસીએસ બીજી મોટી કંપની છે. ત્રીજા નંબરે એચડીએફસી બેન્ક છે. જેનું કુલ બજાર મૂલ્ય 5.72 લાખ કરોડ રૂપિયા છે. ચોથા નંબરે 3.68 લાખ કરોડ રૂપિયા સાથે હિંદુસ્તાન યૂનિલીવર, પાંચમાં નંબરે 3.63 લાખ કરોડ સાથે આઈટીસી, છઠ્ઠા નંબરે 3.33 લાખ કરોડ સાથે એચડીએફસી, સાતમાં નંબરે 2.93 લાખ કરોડ રૂપિયા સાથે ઇન્ફોસિસ, આઠમાં નંબર સાથે 2.86 લાખ કરોડ રૂપિયા સાથે મારુતિ સુઝુકી, નવમાં નંબરે 2.63 લાખ કરોડ સાથે સ્ટેટ બેન્ક અને 10માં નંબરે 2.47 લાખ કરોડ રૂપિયા સાથે કોટક મહિન્દ્રા બેન્ક છે.

  ડિસ્ક્લેમર - ન્યૂઝ 18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જ છે.
  Published by:Ashish Goyal
  First published: