રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની દેશની સૌથી મોટી રિફાઇનરી કંપની

News18 Gujarati
Updated: May 21, 2019, 4:57 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બની દેશની સૌથી મોટી રિફાઇનરી કંપની
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ભારતીય અબજોપતિ અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં ઓઇલથી લઈને ટેલીકોમ ક્ષેત્ર સુધી ફેલાયેલા વ્યાવસાયિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે કુલ આવકની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની તરીકે સરકારી માલિકીની ફ્યુઅલ રિફાઇનરી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ પાડી દીધી છે અને દેશની સૌથી મોટી રિફાઇનરી કંપની બની ગઈ છે.

જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને માર્ચમાં પૂર્ણ થયેલા વર્ષમાં 6.17 ટ્રિલિયન રૂપિયા (87.9 અબજ ડોલર)નું વેચાણ કર્યું હતું, ત્યારે આ જ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 6.23 ટ્રિલિયન રૂપિયા હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ વિશ્વમાં ઝડપથી વિકસતા શહેરોમાં સુરત પ્રથમ, રાજકોટ સાતમા સ્થાને

ભારતમાં ગ્રાહકોની વધી રહેલી સંખ્યા રિલાયન્સને ફળી છે, જેણે એની આવકનો આશરો ચોથો હિસ્સો ટેલીકોમ, રિટેલ અને ડિજિટલ સર્વિસીસ જેવા નવા વ્યવસાયોમાંથી મેળવી છે. આ પ્રકારનાં ક્ષેત્રોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રવેશથી અંબાણીની સંપત્તિમાં વધારો થયો હતો, જેની મદદથી તેમને એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ બનવામાં મદદ મળી હતી તેમજ કંપનીનું 1.93 ટ્રિલિયન રૂપિયાનું ઋણ ઘટાડવામાં પણ સહાય મળી હતી.

ઇન્ડિયન ઓઇલની સંપૂર્ણ આવક ઓઇલ રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ગેસ બિઝનેસમાંથી થાય છે. આ કંપની માર્ચનાં અંત સુધીમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની એમ કુલ 927 અબજ રૂપિયાની લોન ધરાવતી હતી.
First published: May 21, 2019, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading