RIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન

RIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન
RIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો શુદ્ધ નફો 2520 કરોડ રૂપિયા રહ્યો

  • Share this:
    મુંબઈ : બજાર પૂંજીકરણ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Limited)વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના (RIL Q1 Results) પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં RILની કુલ રેવન્યૂ 88,253 કરોડ રૂપિયા રહી. વર્ષ દર વર્ષની સરખામણીમાં આ 1,56,976 રહી હતી. કોવિડ-19ની અસર પછી રિલાયન્સ જિયો, રિટેલ અને ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ (O2C)નું રિઝલ્ટ એનાલિસ્ટ્સની આશાથી શાનદાર રહ્યું છે. જોકે ઓઇલ ટુ કેમિકલ બિઝનેસ પર માંગ ઓછી થવાના કારણે અસર પડી છે. RILની ગ્રોસ રિફાઇનિંગ માર્જિન $6.3/bbl રહી છે. પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમેકિત નફો 13,248 કરોડ રૂપિયા રહ્યો છે. ગત વર્ષના સમાન ગાળામાં આ 10,104 કરોડ રૂપિયા રહ્યો હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો શુદ્ધ નફો 2520 કરોડ રૂપિયા રહ્યો છે.

    કંપનીની એકમુક્ત આવક 4966 કરોડ રૂપિયા રહી છે. EBITDA માર્જિન 19.1 ટકા વધ્યો છે. EBITDA માર્જિન અપેક્ષાથી શાનદાર રહ્યો છે. પેટકેમ આવક Rs 25,192 કરોડ રૂપિયા રહી. જ્યારે પેટકેમ EBIT Rs 3,392 રહી. પેટકેમ EBIT માર્જિન 13.5 ટકા રહી. કંપનીની રિફાઇનિંગ આવક 46,642 કરોડ રૂપિયા રહી.



    આ પણ વાંચો - હવે રિક્ષામાં યાત્રા કરવી બનશે વધારે સુરક્ષિત, 20 શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે આ ખાસ સર્વિસ

    રિલાયન્સ રિટેલની આવક 31,633 કરોડ રૂપિયા રહી છે. જ્યારે રિટેલ EBIT Rs 722 કરોડ રૂપિયા રહી છે. આમ રિટેલ EBIT માર્જિન 2.3 ટકા રહ્યો છે.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું રિઝલ્ટ ગુરુવારે શેરબજાર બંધ થયા પછી આવ્યું છે. ગુરુવારે દિવસભર વેપાર પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર RILનો શેર 0.61 ટકા વધીને 2108.65 રૂપિયા પ્રતિ શેર (RIL Share Price)પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આ 0.25 ટકા વધીને 2101.90 રૂપિયા પ્રતિ શેર બંધ થયો હતો.
    Published by:Ashish Goyal
    First published:July 30, 2020, 20:38 pm

    ટૉપ ન્યૂઝ