રિલાયન્સે અમેરિકન પ્રતિબંધોને ટાળ્યા હોવાનું નકાર્યું

News18 Gujarati
Updated: March 23, 2019, 7:03 PM IST
રિલાયન્સે અમેરિકન પ્રતિબંધોને ટાળ્યા હોવાનું નકાર્યું

  • Share this:
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ઈન્ડિયા) વેનેઝુએલાને ઉત્પાદનો પૂરાં પાડવામાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને ટાળ્યાં હોવાનું સૂચવતા કોઇપણ અહેવાલોનું ખંડન કરે છે. જ્યારથી અમેરિકા દ્વારા પ્રતિબંધો લદાયા છે, ત્યારથી રિલાયન્સ યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સાથે વેનેઝુએલાને લગતી પ્રવૃતિઓ બાબતે અવિરત પણે સંપર્કમાં છે. રિલાયન્સે અમેરિકન સત્તાવાળાઓ સાથે પારદર્શીતા જાળવેલી છે અને વેનેઝુએલામાં મોકલવામાં આવતા ઉત્પાદન અંગેની અમેરિકાની નીતિ તૈયાર કરવામાં અને તેમાં ફેરફાર કરવા અંગે અમેરિકાના સરકારી વિભાગને વિગતવાર સૂચનો આપ્યાં છે.

રિલાયન્સે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ કાયદાઓનું પાલન કરવા ઉપરાંત અમેરિકાની નીતિમાં કરવામાં આવી રહેલા સતત ફેરફારો અનુસાર વેનેઝુએલા સાથેના તેના વ્યવહારોમાં ફેરફાર કરવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. રિલાયન્સે વેનેઝુએલાને ડાયલ્યુટ નેપ્થાનો પૂરવઠો રોકી દીધો છે અને વેનેઝુએલન ક્રુડ ઓઇલની ખરીદીમાં તેના કરાર મુજબના જથ્થા કરતાં ઘણો ઘટાડો કર્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ મહેસાણા: પાંચ યુવકોને લાકડી અને વાયરથી માર મારતો વીડિયો વાયરલ

ક્રૂડ ઓઇલના જથ્થાની સામે મોકલવામાં આવેલો પરિવહન ઇંધણનો જથ્થો જ્યારે આ પ્રકારના વ્યવહારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યા ન હતા તે સમયે વ્યક્ત કરવામાં આવેલી પ્રતિબધ્ધતા અનુસાર છે અને હાલમાં તે પરિવહનમાં છે. આ તમામ ઈંધણ ભારતમાં શુધ્ધ કરવામાં આવ્યા છે. પ્રવર્તમાન પ્રતિબંધોના સંપૂર્ણ અનુસરણ સાથે રિલાયન્સ તેના વ્યવહારો ચાલુ રાખશે.
First published: March 23, 2019
વધુ વાંચો
अगली ख़बर