ગુજરાતીઓનો ડંકો: ચીનનાં હુઇ કા યાનને પછાડી એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં શેરમાં 1.22 ટકાનો વધારો થયો જે સાથે રિયાલન્સનાં શેર્સનો ભાવ 952.30 રૂપિયા નોંધાયો હતો. જેનાંથી અંબાણીની અંગત સંપત્તિમાં 466 મિલિયન ડોલરનો વધારો થયો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં શેરમાં 1.22 ટકાનો વધારો થયો જે સાથે રિયાલન્સનાં શેર્સનો ભાવ 952.30 રૂપિયા નોંધાયો હતો. જેનાંથી અંબાણીની અંગત સંપત્તિમાં 466 મિલિયન ડોલરનો વધારો થયો છે.

  • Share this:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી ભારત બાદ હવે એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે ફોર્બ્સ તરફથી રિઅલ ટાઇમ બિલિયનર્સની લિસ્ટમાં 4210 કરોડ ડોલર એટલે કે આશરે 2.82 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચીનનાં હૂઇ કા યાનને પછાડીને એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સની ગ્લોબલ લિસ્ટમાં અંબાણી 14માં સ્થાન પર છે.

બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં શેરમાં 1.22 ટકાનો વધારો થયો જે સાથે રિયાલન્સનાં શેર્સનો ભાવ 952.30 રૂપિયા નોંધાયો હતો. જેનાંથી અંબાણીની અંગત સંપત્તિમાં 466 મિલિયન ડોલરનો વધારો થયો છે.

ચીનનાં હુઇ કા યાનની સંપત્તિ

-ચીનનાં એવરગ્રેંડ ગ્રુપનાં ચેરમેન હુઇ કા યાનની સંપત્તિ 1.28 બિલિયન ડોલરથી ઘટીને 40.6 અરબ ડોલર આશરે 2.63 લાખ કરોડ રૂપિયા થઇ ગઇછે.
-આ લિસ્ટ બિઝનેસની સ્ટોક હોલ્ડિંગ અને રિઅલ ટાઇમ અસેટ્સને આધારે તૈયાર થઇ છે.
-વર્ષ 2017માં મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે.
-આ સાથે જ રિલાયંસ ઇન્ડસ્ટ્રીનાં શેર્સમાં 75 ટકાનો વધારો થયો છે.

આ કારણથી વધી અંબાણીની સંપત્તિ

-ગત મહિને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં સ્પટેબંરનાં ત્રીમાસીકમાં ખાસ્સો નફો થયો હતો
- કંપનીને રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ ઇન્કમમાં મોટા ગ્રોથને કારણે અહીં પ્રોફિટ થયો હતો
-કંપનીનો નફો 13 ટકા વધી 8,109 કરોડ રૂપિયા થયો છે.

6 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી રિલાયન્સ માર્કેટ કેપ
-બુધવારે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 6 લાખ કરોડ રૂપિયાનાં માર્કેટ કેપિટલાઇઝેશન વાળી ભારતની પહેલી કંપની બની ગઇ છે.
-બુધવારે શેર બજાર બંધ થયુ ત્યારે રિલાયન્સની માર્કેટ કેપ 6,03,098 લાખ કરોડ રૂપિયા હતી
-આ પહેલાં 24 ઓક્ટોબરનાં રોજ પણ રિલાયન્સની માર્કેટ કેપ 6 લાખ કરોડને પાર ગઇ હતી પણ થોડા સમયમાં તે નીચે આવી ગઇ હતી
-રિલાયન્સ બાદ ટોપ-5 કંપનીઓમાં TCSની માર્કેટ કેપ 4.98 લાખ કરોડ, HDFC બેંક 4.70 લાખ કરોડ, ITC 3.28 લાખ કરોડ અને HDFC ફંડ્સની માર્કેટ કેપ 2.79 લાખ કરોડ રૂપિયા હતી.
First published: