દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી

દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી
દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અરબ ડોલર થઈ, ગુગલના કો-ફાઉન્ડર લેરી પેજને પાછળ રાખી આ સિદ્ધી મેળવી

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL)ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani)દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ગુગલના કો-ફાઉન્ડર લેરી પેજ (Google Co-Founder Larry Page)ને પાછળ રાખી તેમણે આ સિદ્ધી મેળવી છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇંડેક્સ (Bloomberg Billionaire Index)ના મતે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અરબ ડોલર થઈ ગઈ છે. આ પહેલા મુકેશ અંબાણીએ દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર અને હેથવે વર્કશાયરના વોરન બફેટને પાછળ રાખ્યા હતા. જે આઠમાં સ્થાને હતા. તમને જણાવી દઈએ કે દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી આખા એશિયા મહાદ્વિપમાં એકમાત્ર વ્યક્તિ છે.

  કેવી રીતે વધી મુકેશ અંબાણીની સંપત્તિ?  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની સંપત્તિમાં વધારાનું કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં (RIL Share Price)સતત વધારો થઈ રહ્યો છે. માર્ચથી અત્યાર સુધી RILના શેરમાં ડબલ વધારો થયો છે. હાલમાં જ રિલાયન્સની ટેકનોલોજી એકમ જિયો પ્લેટફોર્મ્સે (Jio Platforms) ઘણી વૈશ્વિક કંપનીઓ સાથે ડીલની જાહેરાત કરી છે, જેમાં ફેસબુક પણ સામેલ છે. આ પછી RILના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.

  આ પણ વાંચો - રિલાયન્સે ઈતિહાસ રચ્યો, 12 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપ પાર કરનારી દેશની પહેલી કંપની

  ત્રણ મહિનામાં રિલાયન્સ જિયો (Reliance Jio)માં 12 વિદેશી કંપનીઓ રોકાણ કરી ચૂકી છે. ફેસબુક, સિલ્વર લેક પાર્ટનર્સ, vista, જનરલ એટલાંટિક, KKR,મુબાડલા, સિલ્વર લેક, ADIA, TPG, L Catterton, PIFએ જિયોમાં રોકાણ કર્યું છે. રિલાયન્સે જિયો પ્લેટફોર્મ્સમાં ભાગીદારીના વેચાણથી 117,588.45 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આઈઆઈએલને અત્યાર સુધી જિયો પ્લેટફોર્મ્સની 25.09 ભાગીદારી માટે રોકાણ મળી ચૂક્યું છે.

  વર્તમાનમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇ કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ (Jeff Bezos)છે. બેજોસની કુલ સંપત્તિ 184 અરબ ડોલર છે. આ લિસ્ટમાં 115 અરબ ડોલર સાથે બિલ ગેટ્સ બીજા નંબરે છે. આ પછી બર્નાર્ડ અરનોલ્ટ (નેટવર્થ - 94.5 અરબ ડોલર), માર્ક ઝુકરબર્ગ (નેટવર્થ - 90.8 અરબ ડોલર), સ્ટેલે બાલમર (નેટવર્થ - 74.6 અરબ ડોલર) અને મુકેશ અંબાણી (નેટવર્થ - 72.4 અરબ ડોલર) છે.
  Published by:Ashish Goyal
  First published:July 14, 2020, 15:50 pm

  ટૉપ ન્યૂઝ