RIL-BP જોઇન્ટ વેન્ચરની જાહેરાત, ફ્યૂલ અને મોબિલિટીના ક્ષેત્રમાં કામ કરશે RBML

News18 Gujarati
Updated: July 9, 2020, 10:03 PM IST
RIL-BP જોઇન્ટ વેન્ચરની જાહેરાત, ફ્યૂલ અને મોબિલિટીના ક્ષેત્રમાં કામ કરશે RBML
RIL-BP જોઇન્ટ વેન્ચરની જાહેરાત, ફ્યૂલ અને મોબિલિટીના ક્ષેત્રમાં કામ કરશે RBML

બ્રિટિશ પેટ્રોલિયમ (BP)અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) ન્યૂ ઇન્ડિયન ફ્યૂલ અને મોબિલિટી વેન્ચરની જાહેરાત કરી

  • Share this:
મુંબઈ : બ્રિટિશ પેટ્રોલિયમ (BP)અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) આજે ન્યૂ ઇન્ડિયન ફ્યૂલ અને મોબિલિટી વેન્ચરની જાહેરાત કરી છે. બંને કંપનીઓના આ જોઇન્ટ વેન્ચરનું નામ ‘રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડ’(RBML)રહેશે. ગત વર્ષની શરૂઆતની સમજુતી પછી હવે પાર્ટનરશિપની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત બીપીએ જોઇન્ટ વેન્ચરમાં 49 ટકા ભાગીદારી માટે 1 અરબ ડોલરની ચુકવણી કરી છે. આ પાર્ટનરશિપમાં RILની ભાગીદારી 51 ટકા રહેશે.

‘જિયો-બીપી’ બ્રાંડ (Jio-bp)અંતર્ગત ઓપરેટ થનાર આ જોઇન્ટ વેન્ચર ભારતમાં ઇંધણ અને મોબિલિટી (Fuel and Mobility Market)માં પ્રમુખ કંપની બનવાનો લક્ષ્ય રાખે છે. સાથે આ જોઇન્ટ વેન્ચરની પહોંચ દેશના 21 રાજ્યોમાં હશે અને જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)દ્વારા પણ લાખો ગ્રાહકો આની સાથે જોડાશે. આ વેન્ચરમાં બીપી પોતાના વૈશ્વિક ઉચ્ચ સ્ટાન્ડર્ડના ઇંધણ, લ્યુબ્રિકેન્ટ, રિટેલ અને એડવાન્સ લો કાર્બન સોલ્યુશનને લઈને પોતાના વૈશ્વિક અનુભવ શેર કરશે.

આ જોઇન્ટ વેન્ચરની સાથે જ બંને કંપનીઓ ભારતમાં ઝડપથી વધી રહેલી એનર્જી અને મોબિલિટીની માંગને પુરી કરવા માંગે છે. એક અંદાજ છે કે આગામી 20 વર્ષમાં ભારતમાં ઇંધણ બજાર આખી દુનિયાની સરખામણીમાં સૌથી ઝડપથી આગળ વધશે. આ દરમિયાન દેશમાં પેસેન્જર કારોની સંખ્યા લગભગ 6 ગણી વધશે.

આ પણ વાંચો - 72 લાખ નોકરિયાત માટે ખુશખબર, 15,000 રૂપિયા સુધીની સેલેરીવાળાનું PF સરકાર ભરશે

RBML એ આગામી પાંચ વર્ષમાં વર્તમાન 1400 રિટેલ સાઇટ્સને વધારીને 5500 કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પુરો કરવા માટે સર્વિસ સ્ટેશનો પર કર્મચારીઓની સંખ્યામાં ચાર ગણો વધારો થશે. આ 5 વર્ષમાં વર્તમાન 20 હજાર કર્મચારીઓની સંખ્યા વધીને 80 હજાર થઈ જશે. આ જોઇન્ટ વેન્ચરનો લક્ષ્ય દેશના 30 થી 45 એરપોર્ટ્સ ઉપર પણ પોતાની પહોંચ બનાવવાનો છે.

આ પાર્ટનરશિપને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું હતું કે રિલાયન્સ પોતાના મજબૂત અને વેલ્યૂ પાર્ટનર બ્રિટિશ પેટ્રોલિયમની મદદથી વિસ્તાર કરી રહ્યું છે. અમે રિટેલ અને એવિએશન ઇંધણના મામલામાં પેન ઇન્ડિયા સ્તર પર પોતાની પહોંચ બનાવવા માંગીએ છે. RBML, મોબિલિટી અને લો કાર્બન સોલ્યુએશનના મામલામાં લીડર હશે અને ભારતીય ગ્રાહકોને ઘણું સ્વચ્છ અને વ્યાજબી ભાવે ઇંધણ પુરુ પાડશે. આ માટે અમે ડિજીટલ અને ટેકનોલોજીની મદદ પણ લઈશું.

BPના મુખ્ય કાર્યકારી અધિકારી બર્નાર્ડ લૂની(Bernard Looney) એ કહ્યું હતું કે ડિજીટલ ટેકનોલોજી, વેલ્યૂ એન્જિનિયરિંગ અને નવા એનર્જી સોલ્યુશનના ક્ષેત્રમાં ભારત ઝડપથી ઇનોવેશન કરી રહ્યું છે. ભારત એક એવો દેશ છે જ્યાં ઝડપી આર્થિક ગ્રોથ માટે મોટા સ્તર પર એનર્જીની જરૂર પડશે. આ માટે મોબિલિટી ઇંધણની જરૂર છે જેથી ગ્રોથને વધારે ઝડપથી વધારી શકાય. ભારત સાથે બ્રિટિશ પેટ્રોલિયમનો સંબંધ લગભગ એક સદી જૂનો છે. અમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે રણનીતિક ભાગીદારી કરવા પર ગર્વ છે, જે ભારતની સૌથી વધારે વેલ્યૂડ કંપની છે. રિલાયન્સનું ડિજીટલ ટેકનિકમાં એક્સપર્ટ હોવું અને તેની પહોંચ અમારા ઇન્ટરનેશનલ ફ્યૂલ સર્વિસ માટે પૂરક છે.
Published by: Ashish Goyal
First published: July 9, 2020, 9:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading