રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 150 અબજ ડૉલરનો માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 150 અબજ ડૉલરનો માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

રિલાયન્સ દેવા મુક્ત થવાની જાહેરાત થયા બાદ કંપનીનો શૅર સ્ટોક માર્કેટમાં ઊંચાઈએ પહોંચી ગયો

 • Share this:
  નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) સોમવારે શૅર બજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થતાં 150 અબજ ડૉલરનું માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ. BSEમાં સોમવારે કારોબારની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ કેપ 28,248.97 રૂપિયા વધીને 11,43,667 કરોડ રૂપિયા (150 અબજ ડૉલર) પર પહોંચી ગયો.

  BSE શૅર બજારનો સેન્સેક્સમાં અગત્યનું સ્થાન ધરાવતી આ કંપનીના શૅરનું મૂલ્ય શરૂઆતમાં 2.53 ટકા વધીને 1,804.10 રૂપિયાની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો. બીજી તરફ, NSEમાં પણ તે 2.54 ટકા વધીને 1,804.20 રૂપિયા પર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ પહેલા શુક્રવારે 11 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપના આંકડાને પાર કરનારી પહેલી ભારતીય કંપની બની ગઈ હતી.  કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની ઓઇલથી લઈને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં કારોબાર કરનારી કંપનીને સંપૂર્ણ પણે દેવા મુક્ત થઈ જવાની જાહેરાત બાદ બજારમાં કંપનીનો શૅર 6 ટકાથી વધુ ઊંચે ગયો અને તેનું માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયાના આંકડાને પારી કરી ગયો.

  આ પણ વાંચો, ચીનની 3 કંપનીને મોટો આંચકો! મહારાષ્ટ્રે 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર મારી બ્રેક


  મુકેશ અંબાણીએ કહ્યું કે રાઇટ ઇશ્યૂ દ્વારા અને મુખ્ય વૈશ્વિક રોકાણકારોને આંશિક હિસ્સેદારીનું વેચાણ કરી કંપનીએ છેલ્લા બે મહિના દરમિયાન 1.69 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ત્યારબાદ કંપની શુદ્ધ રીતે દેવા મુક્ત થઈ ગઈ. કંપનીએ ખૂબ ઓછા સમયમાં હિસ્સેદારી વિભિન્ન વૈશ્વિક રોકાણકારોને વેચીને 1.15 લાખ કરોડ રૂપિયા અને રાઇટ ઇશ્યૂ દ્વારા 53,124.20 કરોડ રૂપિયા એકત્ર કરીને કુલ 1.69 લાખ કરોડ રૂપિયા એકત્ર કરી લીધા છે. કંપનીનો શૅર આ વર્ષે અત્યાર સુધીમાં 19 ટકાથી વધુ ઊંચી ચઢ્યો છે.

  (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
  Published by:Mrunal Bhojak
  First published:June 22, 2020, 14:25 pm

  ટૉપ ન્યૂઝ