દેશની નંબર-1 કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જાણો-ફોર્ચ્યૂન ગ્લોબલ 500ની યાદી

News18 Gujarati
Updated: July 24, 2019, 12:58 PM IST
દેશની નંબર-1 કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જાણો-ફોર્ચ્યૂન ગ્લોબલ 500ની યાદી
મુકેશ અંબાણી

આ પહેલા સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ફોર્ચ્યૂન 500 ઇન્ડિયાની યાદીમાં પ્રથમ નંબર પર હતી.

  • Share this:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) 42 ક્રમની છલાંગ લગાવીને ફોર્ચ્યૂન ગ્લોબલ 500ની યાદીમાં ભારતની નંબર-1 કંપની બની ગઈ છે. આ પહેલા સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) ફોર્ચ્યૂન 500 ઇન્ડિયાની યાદીમાં પ્રથમ નંબર પર હતી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઈઓસી ઉપરાંત આ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC), ભારતીય સ્ટેટ બેંક (SBI), ટાટા મોટર્સ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને રાજેશ એક્સપોર્ટ્સ સામેલ છે. ઓએનજીસી આ યાદીમાં 37 ક્રમની છલાંગ લગાવીને 160માં નંબર પર રહી છે.

અમેરિકન કંપની વોલમાર્ટ ફોર્ય્યૂન 500ની યાદીમાં પ્રથમ ક્રમે રહી છે. જ્યારે ચીનની સરકારી તેલ તેમજ ગેસ કંપની સિનોપેક ગ્રુપ એક ક્રમની છલાંગ લગાવીને બીજા સ્થાને રહી છે.

>>  નેધરલેન્ડની કંપની ડચ શેલ ત્રીજા સ્થાને, ચાઇના નેશનલ પેટ્રોલિયમ ચોથા સ્થાને અને પાંચમા સ્થાને સ્ટેટ ગ્રીડ રહી છે.>> સાઉદી અરેબિયાની પેટ્રોલિયમ ક્ષેત્રની દિગ્ગજ સાઉદી અરામકો પ્રથમ વખત ટોપ ટેનમાં પહોંચી છે. આ કંપની છઠ્ઠા નંબરે રહી છે. જ્યારે બીપી, એક્સોન મોબિલ, ફોક્સવેગન અને ટોયોટા મોટર ક્રમશ: સાતમાં, આઠમાં, નવમાં અને દશમાં નંબરે રહી છે.>> ભારતની વાત કરવામાં આવે તો ટાટા મોટર્સ 33 ક્રમ નીચે સરકીને 265માં નંબર પર છે. બીપીસીએલ 39 ક્રમની છલાંગ લગાવીને 275માં ક્રમે પહોંચી ગઈ છે. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ 90 ક્રમ નીચે સરકીને 495માં ક્રમે રહી છે.

>> ફોર્ચ્યૂન તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્લોબલ 500ની યાદીમાં 106 નંબર પર રહી છે.

>> રિલાયન્સે આઈઓસીને પાછળ મૂકી દીધી છે, જે 117માં સ્થાને છે. વર્ષ 2019માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવક 32.1 ટકા વધીને 82.3 અબજ ડોલર પર પહોંચી છે, જે વર્ષ 2018માં 62.3 અબજ ડોલર હતી.

>> બીજી તરફ આ સમયગાળા દરમિયાન આઈઓસીની આવક 17.7 ટકા વધીને 65.9 અબજ ડોલરથી 77.6 અબજ ડોલર થઈ છે.

આખી યાદી જાણવા અહીં ક્લિક કરો

અગત્યની સ્પષ્ટતા : ગુજરાતી ડોટ ન્યૂઝ 18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામીત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
First published: July 24, 2019, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading