Home /News /business /

Jio World Centre: રિલાયન્સે લોન્ચ કર્યું દેશનું સૌથી મોટું કન્વેશન સેન્ટર, જાણો ખાસિયતો

Jio World Centre: રિલાયન્સે લોન્ચ કર્યું દેશનું સૌથી મોટું કન્વેશન સેન્ટર, જાણો ખાસિયતો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન નીતા અંબાણી

Reliance Industries - જિયો વર્લ્ડ સેન્ટર (Jio World Centre) પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન નીતા અંબાણીનો (Nita Ambani)વિચાર છે

    મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries Ltd.)શુક્રવારે દેશનું સૌથી મોટું અને સૌથી પ્રતિષ્ઠિત બહુઆયામી ડેસ્ટિનેશન જિયો વર્લ્ડ સેન્ટર (Jio World Centre)ખોલવાની જાહેરાત કરી છે. આ મુંબઈના કમર્શિયલ સેન્ટર બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં (Bandra Kurla Complex) 18.5 એકરમાં ફેલાયેલ છે. કંપનીના મતે આ સેન્ટર પાછળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન નીતા અંબાણીનો (Nita Ambani)વિચાર છે.

    જિયો વર્લ્ડ સેન્ટરનું ફેઝ વાઇઝ થશે ઉદ્ઘાટન

    આ એક પ્રતિષ્ઠિત બિઝનેસ, કોમર્સ અને કલ્ચરલ ડેસ્ટિનેશન બનવા માટે તૈયાર છે, જેનાથી ભારત અને તેના નાગરિકોને એક વિશ્વસ્તરીય લેન્ડમાર્ક મળી શકે. જિયો વર્લ્ડ સેન્ટર અંતર્ગત જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરના શરૂઆતના તબક્કામાં ધીરુભાઇ અંબાણી સ્ક્વાયર (Dhirubhai Ambani Square)અને ફાઉન્ટેન ઓફ જોયને ખોલવામાં આવ્યા છે. આ વર્ષે અને આગામી વર્ષે જિયો વર્લ્ડ સેન્ટરનું ફેઝ વાઇઝ ઉદ્ઘાટન થશે.

    આ પણ વાંચો - Reliance ઇન્ડસ્ટ્રીઝે મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર બનાવવા માટે Sanmina Corporation સાથે કર્યો કરાર

    રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન નીતા અંબાણીએ જિયો વર્લ્ડ સેન્ટરની શરૂઆત કરી


    ધીરુભાઇ અંબાણી સ્ક્વાયર પર મળશે ફ્રી એન્ટ્રી

    ધીરુભાઇ અંબાણી સ્ક્વાયર મુંબઈ શહેરમાં એક લેન્ડમાર્ક બનવા માટે તૈયાર છે. આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરુભાઇ અંબાણી અને મુંબઈ શહેરને સમર્પિત છે. અહીં બધા લોકોને ફ્રી એન્ટ્રી મળશે. સ્થાનિક નાગરિકો અને દુનિયા ભરના પર્યટકો માટે આ સ્ક્વાયર મસ્ટ સી ડેસ્ટિનેશન બનવાનું વાયદો કરે છે.

    આ પણ વાંચો - રિલાયન્સે ફ્યુચર ગ્રુપના સ્ટોર્સને ટેક ઓવર કરતા વિક્રેતા, કર્મચારીઓ અને માલિકોને રાહત, અનેક અનિશ્ચિતતાઓ ટળી

    ‘ભારતના વિકાસની કહાનીનો આગામી અધ્યાય લખશે’

    રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે જિયો વર્લ્ડ સેન્ટર આપણા ગૌરવશાળી રાષ્ટ્ર માટે એક અન્ય ઉપલબ્ધિ છે. આ નવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબત કરે છે. સૌથી મોટા સંમેલનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રીમિયમ રિટેલિંગ અને ડાઇનિંગ સુવિધાઓથી લેસ જિયો વર્લ્ડ સેન્ટરને મુંબઈના નવા લેન્ડમાર્કના રુપમાં જોવામાં આવશે. આ એક એવું કેન્દ્ર બનશે જ્યાં આપણે એકસાથે ભારતના વિકાસની કહાનીનો આગામી અધ્યાય લખીશું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Jio, Reliance group, Reliance Industries, નીતા અંબાણી

    આગામી સમાચાર