દેશના સૌથી મોટા રૂ.53125 કરોડના રાઈટ્સ ઈશ્યૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડે આપી મંજૂરી, જાણો બધું જ

News18 Gujarati
Updated: April 30, 2020, 9:47 PM IST
દેશના સૌથી મોટા રૂ.53125 કરોડના રાઈટ્સ ઈશ્યૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બોર્ડે આપી મંજૂરી, જાણો બધું જ
ફાઈલ તસવીર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 29 વર્ષમાં પહેલીવાર રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. આ રાઈટ્સ ઈશ્યૂ 14 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે 1257 રૂપિયાના ભાવ ઉપર આવી રહ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની (RIL-Reliance Industries)બોર્ડ મિટિંગમાં 53,125 કરોડ રૂપિયાના રાઈટ્સ ઈશ્યૂ (RIL Rights Issue)ને મંજૂરી મળી ગઈ છે. આ માટે 1:15ના રેશિયો (15 શેરો રાખનારા રોકાણકારોને 1 શેર ખરીદવાની તક મળશે) નક્કી કરવામાં આવ્યો છે. આ રાઈટ્સ ઈશ્યૂ 14 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે 1257 રૂપિયાના ભાવ ઉપર આવી રહ્યો છે.

ઉલ્લેખનયી છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 29 વર્ષમાં પહેલીવાર રાઈટ્સ ઈશ્યૂ લાવી રહી છે. આના પહેલા કંપનીએ 1991માં કન્વર્ટેબલ ડિબેન્ચર્સ થકી નાણાં એકઠાં કર્યા હતા. ત્યારબાદ એ ડિબેન્ચર્સને 55 રૂપિયાના દરે ઈક્વિટી શેરમાં ફેરવી દીધા હતા.

શું હોય છે રાઈટ્સ ઈશ્યૂ? (What is Rights Issue)

શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ પૈસા એકઠાં કરવા માટે રાઈટ્સ ઈશ્યૂ લાવે છે. રાઈટ્સ ઈશ્યૂ થકી કંપનીઓ પોતાના અત્યારના શેરધારકોને શેર ખરીદવાની તક આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો પહેલાથી જો તમારી પાસે રિલાયન્સના શેર છે તો તમને રાઈટ્સ ઈશ્યૂ અંતર્ગત વધારે શેર ખરીદવાની તક મળે છે. રાઈટ્સ ઈશ્યૂ માટે સમયની જાહેરાત કંપની કરે છે. નક્કી સમયમાં રોકાણકારોને વધારાના શેર ખરીદવાની તક આપે છે.

રોકાણકારો પાસે મોટી તક
બોર્ડે રાઈટ ઈશ્યૂને મંજૂરી આપી દીધી છે. આ રાઈટ ઈશ્યૂ 1257 રૂપિયા પ્રતિ શેરનો ભાવ ઉપર લાવવામાં આવશે. રાઈટ્સ ઈશ્યૂની સાઈઝ 53125 કરોડ રૂપિયા હશે. આ રાઈટ્સ ઈશ્યૂ અંતર્ગત 15 શેર ઉપર એક રાઈટ શેર રજૂ થશે. નિષ્ણાંતોનું કહેવું છે કે રોકાણકારો પાસે સસ્તામાં સારા શેર ખરીદવાની મોટી તક છે. કારણ કે છેલ્લા એક સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરને 7 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે 2 સપ્તાહમાં 27 ટકા અને એક મહિનામાં 42 ટકાનો નફો રોકાણકારોને મળ્યો છે.ડિસ્કેલમરઃ- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટ્મેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝ પાસે જ છે.
First published: April 30, 2020, 9:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading