Home /News /business /Jio 5G launch Date: દિવાળી પહેલા દિલ્હી, મુંબઈ સહિતના શહેરમાં જિયો 5G લોંચ થશે- મુકેશ અંબાણી

Jio 5G launch Date: દિવાળી પહેલા દિલ્હી, મુંબઈ સહિતના શહેરમાં જિયો 5G લોંચ થશે- મુકેશ અંબાણી

મુકેશ અંબાણી

Reliance Industries AGM 2022: એજીએમ ખાતે મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, "આગામી બે મહિના એટલે કે દિવાળી સુધી ભારતના અનેક શહેરોમાં 5G સેવા લોંચ કરીશું. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો સામેલ છે.

    મુંબઈ: મુંબઈ ખાતે આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી એજીએમ મળી છે. સતત ત્રીજા વર્ષે કંપનીની AGM 29 ઓગસ્ટના રોજ યોજવામાં આવી છે. એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ સાથે બીજા સબસિડિયરી મેમ્બર્સે પ્રેઝન્ટેશનન કર્યું હતું. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 5G સેવાને લઈને મહત્ત્વની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે આગામી દિવાળી સુધી મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત શહેરમાં 5G સેવા શરૂ ઉપલબ્ધ બનાવવામાં આવશે.

    દિવાળી પહેલા લોંચ થશે 5G સેવા


    એજીએમ ખાતે મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, "આગામી બે મહિના એટલે કે દિવાળી સુધી ભારતના અનેક શહેરોમાં 5G સેવા લોંચ કરીશું. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો સામેલ છે. દર મહિને અમે જિયો 5G નેટવર્કને આગળ વધારીશું. આજથી 18 મહિના પછી એટલે કે ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેર, તાલુકામાં અમારું 5G નેટવર્ક હશે."

    Jio 5G બ્રોડબેન્ડનું નામ 'Jio Air Fibre' હશે


    મુકેશ અંબાણીએ કહ્યુ કે, જિયો 5Gની વધુ એક રોચક સંભાવના અલ્ટ્રા-હાઈ-સ્પીડ ફિક્સ્ડ બ્રોડબેન્ડ છે. જેમાં તમને કોઈ તાર વગર ફાઇબર જેવી સ્પીડ મળશે, આથી તેનું નામ JioAirFiber છે. 5G સેવા ફક્ત અમુક શહેરમાં નહીં હોય, અમે આખા ભારતમાં તેને પહોંચાડવા માટે યોજના બનાવીશું.

    રિલાયન્સ એજીએમ હાઇલાઇટ્સ:


    ● દુનિયાની ટોચની ચિપ મેકિંગ કંપની ક્વાલકોમ રિલાયન્સના જિયો પ્લેટફોર્મમાં રોકાણ કરશે.

    ● મુંબઈમાં Jio 5G એક્સપિરિયન્સ સેન્ટર ખોલવામાં આવશે. જ્યાં લોકો સર્વિસ લોન્ચ થયા પહેલા જ જિયો ટ્રુ 5Gનો અનુભવ કરી શકશે.

    ● જિયો એરફાઈબર દ્વારા ઘર અથવા ઓફિસમાં તમે ઝડપી 5G સર્વિસ સેવાનો અનુભવ કરી શકશો.

    ● દર ત્રણમાંથી બે નવા ગ્રાહકો JioFiber પસંદ કરી રહ્યા છે.

    ● ફિક્સ્ડ બ્રોડબેન્ડ અપનાવવામાં ભારત વિશ્વમાં 138મા ક્રમે છે. ત્યારે ફિક્સ્ડ બ્રોડબેન્ડ અપનાવવામાં જિયો ભારતને વૈશ્વિક સ્તરે ટોચના 10માં સામેલ કરશે.

    ● જિયો ફિક્સ્ડ લાઈન નેટવર્ક દ્વારા ભારતના દરેક ખૂણના જોડશે. અત્યારે જિયોનું પેન ઇન્ડિયા ફાઈબર ઓપ્ટિક નેટવર્ક 11 લાખ કિમી જેટલા અંતરનું ફિક્સ્ડ લાઈન નેટવર્ક ધરાવે છે. જે પૃથ્વી ફરતે 27 વાર ગોળ ફરી શકાય તેટલું વિશાળ છે.

    ● જિયો ફિક્સ બ્રોન્ડબેન્ડમાં પણ 5G સર્વિસ આપશે. દુનિયાનું સૌથી મોટું અને એડવાન્સ 5G મોડેલ લોન્ચ કરશે.

    ● જિયો 5G દિવાળી પર લોન્ચ કરવામાં આવશે, દુનિયાનું સૌથી મોટું 5G નેટવર્ક હશે

    ● રિલાયન્સ વાર્ષિક આવકમાં $100 બિલિયનને પાર કરનાર ભારતમાં પ્રથમ કોર્પોરેટ કંપની બની છે. રિલાયન્સની કોન્સોલિડેટેડ આવક 47% વધીને રૂ. 7.93 લાખ કરોડ અથવા $104.6 બિલિયન થઈ છે. રિલાયન્સનું વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA 1.25 લાખ કરોડના નિર્ણાયક માઈલસ્ટોનને પાર કરી ગયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 5G, Jio, ટેકનોલોજી, રિલાયન્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन