મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી AGM શરૂ થઈ ગઈ છે. એજીએમને ડિજિટલી સંબોધન કરતા મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ધર્મપત્ની નીતા અંબાણી (Nita Ambani)એ જણાવ્યું કે, અમે કોરોના કાળમાં બાળકો માટે રમત સાથે જોડાયેલી પહેલ કરી છે. અમે અમારી પહેલના માધ્યમથી 2.15 કરોડ બાળકો સુધી પહોંચી શક્યા છીએ. તેમણે જણાવ્યું કે JIO INSTITUTE આ જ વર્ષે શરૂ થઈ જશે. જેની સ્થાપના નવી મુંબઈ ખાતે કરવામાં આવી રહી છે.
નીતા અંબાણીએ કહ્યુ કે, દેશ અને સમાજને મજબૂત બનાવવા માટે મહિલાઓ અને છોકરીઓને શક્તિશાળી બનાવવા જરૂરી છે. બિઝનેસની સાથે સાથે સમાજને શક્તિશાળી બનાવવો એ પણ અમારું મિશન છે. જેને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ફાઉન્ડેશને પાંચ મહત્ત્વપૂર્ણ મિશન લૉંચ કર્યાં છે. જેમાં પહેલું મિશન ઑક્સીજન (Mission Oxygen), બીજું મિશન કોવિડ ઇન્ફ્રા, (Mission COVID Infra), ત્રીજું મિશન અન્ન સેવા (Mission Anna Seva), ચોથું મિશન એમ્પ્લોઈ કેર (Mission Employee Care) અને પાંચમું મિશન વેક્સીન સુરક્ષા ( Mission Vaccine Suraksha) છે.
એજીએમને સંબોધન કરતા નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું કે, RILએ બે અઠવાડિયામાં 1100 mt પ્રતિ દિવસ ઑક્સીજનનું ઉત્પાદન કર્યું છે. દેશમાં મેડિકલ ઑક્સીજના 11 ટકા હિસ્સાનું ઉત્પાદ રિલાયન્સ કરી રહી છે. અમે દરરોજ 15,000 કોરોના ટેસ્ટિંગ ક્ષમતા તૈયાર કરી છે. અમારો રિલાયન્સ પરિવાર અમને હિંમત આપે છે, આ વિશાળ પરિવાર અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે.
44મી વાર્ષિક સામાન્ય સભા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા (RIL 44th AGM) આજે એટલે કે 24 જૂન 2021ના રોજ મળી છે. AGM ગુરુવારે બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) અને બીજા ઓડિયો-વ્યૂઝ્યૂઅલ માધ્યમો (OAVM)થી શરૂ થઈ હતી. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.
(Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર