રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રાઇટ એન્ટાઇટલમેન્ટ શેર્સ પ્રથમ દિવસે પ્રીમિયમ ભાવે વેચાયા

News18 Gujarati
Updated: May 20, 2020, 3:43 PM IST
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રાઇટ એન્ટાઇટલમેન્ટ શેર્સ પ્રથમ દિવસે પ્રીમિયમ ભાવે વેચાયા
ફાઇલ તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 53,125 કરોડ રૂપિયાનો રાઇટ ઇશ્યૂ આજથી ખુલી ગયો, ત્રીજી જૂનના રોજ ઇશ્યૂ બંધ થશે.

  • Share this:
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)નો રૂપિયા 53,125 કરોડનો રાઇટ ઇશ્યૂ (RIL Right Issue)આજે ખુલી ગયો છે. આ સાથે જ રાઇટ ઇશ્યૂના યોગ્ય શેરધારકો પોતાના રાઇટ શેર (rights entitlement shares) સેબી તરફથી લોંચ કરવામાં આવેલા પ્લેટફોર્મ પર વેચી શકે છે. પ્રથમ દિવસે રાઇટ ઇશ્યૂ શેર્સ આશરે 193 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યો હતો. એટલે કે એક શેર વર્તમાન માર્કેટ ભાવથી આશરે 21 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 1:28 વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.429 પર હતો. જ્યારે રાઇટ ઇશ્યૂ ભાવ 1,257 રૂપિયા છે. એટલે કે વર્તમાન ભાવ અને રાઇટ ઇશ્યૂ વચ્ચે આશરે 172 રૂપિયાનો તફાવત છે.

એક દિવસ પહેલા રાઇટ ઇશ્યૂ શેર 211.50ની સપાટી પર પહોંચ્યો હતો. રાઇટ ઇશ્યૂ માટે 29મી મેના રોજ ટ્રેડિંગ બંધ થશે. આ દરમિયાન રાઇટ ઇશ્યૂ પ્લેટફોર્મ પર 2.4 કરોડ શેર્સનું ટ્રેડિંગ વોલ્યૂમ જોવા મળ્યું હતું.

આજથી રાઇટ ઇશ્યૂ ખુલ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 53,125 કરોડનો રાઇટ ઇશ્યૂ આજથી ખુલી ગયો છે. જેમાં કંપનીના વર્તમાન શેરબોલ્ડર્સને કંપનીના શેર ખરીદવાનો અધિકાર મળશે. આ ઈશ્યૂ આજે ખુલશે અને ત્રીજી જૂનના બંધ થશે. રાઈટ્સ ઈશ્યૂની હેઠળ જે રોકાણકારોની પાસે 14 મે સુધી RILના શેર રહેશે તેને દર 15 શેર પર 1 રાઈટ્સ ઈશ્યૂ લેવાનો મોકો મળશે.

RILના રાઈટ્સ ઈશ્યૂની પ્રાઈઝ 1,257 રૂપિયા પ્રતિ શેર છે. જેમાં રોકાણકારોને છૂટ છે કે તે હાલમાં 25 ટકા રકમ આપીને આ શેર લઈ શકે છે. એટલે કે તેમને અપફ્રન્ટ ફક્ત 314.25 રૂપિયા આપવા પડશે. ત્યાર બાદ 25 ટકા રકમ મે 2021 સુધી આપવી પડશે. બાકીના 50 ટકા પૈસા નવેમ્બર 2021 સુધી આપવાનો સમય રહેશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 30 એપ્રિલના રોજ પ્રત્યેક 15 શેરો માટે એક રાઇટ ઇશ્યૂ શેર જારી કરીને 53,125 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના જાહેર કરી છે. મંગળવારે બીએસઈમાં કંપનીનો શેરનો ભાવ 1,408 રૂપિયા પર બંધ રહ્યો હતો. 

(ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.)
First published: May 20, 2020, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading