રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વધારી ઓક્સિજનની સપ્લાય, કોરોના પ્રભાવિત રાજ્યોને દરરોજ મફત પહોંચાડે છે 700 ટન ઓક્સિજન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વધારી ઓક્સિજનની સપ્લાય, કોરોના પ્રભાવિત રાજ્યોને દરરોજ મફત પહોંચાડે છે 700 ટન ઓક્સિજન
દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચિકિત્સા ગ્રેડની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વધારીને 1000 ટન કરવાની યોજના બનાવી રહી છે

દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચિકિત્સા ગ્રેડની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વધારીને 1000 ટન કરવાની યોજના બનાવી રહી છે

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં કોવિડ સંક્રમણના (Coronavirus in India)ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)પોતાની જામનગર રિફાઇનરીમાં પ્રતિ દિવસે 700 ટનથી વધારે ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું (Medical Oxygen)ઉત્પાદન કરી રહી છે. આ ઓક્સિજન કોવિડ-19થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોમાં મફત આપવામાં આવી રહ્યો છે.

    કંપનીના જામનગર રિફાઇનરીએ શરૂઆતમાં 100 ટનનો ચિકિત્સા સ્તરનો ઓક્સિજન ઉત્પાદન કર્યો હતો. જેને પછી વધારીને 700 ટન કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણથી ઝઝુમી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોને કરવામાં આવી રહેલી ઓક્સિજનની આપૂર્તિથી પ્રતિ દિવસે ગંભીર રુપથી બીમાર 70,000થી વધારે દર્દીઓને રાહત મળશે.



    આ પણ વાંચો - સાતમું પગાર પંચ: 1 જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓનું DA 28 ટકા સુધી વધી જશે, જાણો કેટલો વધશે પગાર?

    દેશમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચિકિત્સા ગ્રેડની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વધારીને 1000 ટન કરવાની યોજના બનાવી રહી છે. જામનગર રિફાઇનરીમાં ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું ઉત્પાદન થયું નથી. આ રિફાઇનરીમાં કાચા તેલને ડીઝલ, પેટ્રોલ અને વિમાન ઇંધણમાં બદલવામાં આવે છે. જોકે કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે ઓક્સિજનની માંગ વધી છે. તેને જોતા રિલાયન્સે એવી મશીનરી લગાવી છે જેનાથી ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું ઉત્પાદન સંભવ થઇ શક્યું છે. ચિકિત્સા માટે ઉપયોગ થનાર ઓક્સિજન બનાવવા માટે ઓદ્યોગિક ઓક્સિજનના નિર્માણની સુવિધા ઉપયોગ કરવામાં આવી રહી છે.

    રિલાયન્સ દરરોજ લગભગ 7000 ટન ઓક્સિજનની આપૂર્તિ દેશના વિભિન્ન રાજ્યોને કરી રહ્યું છે. તેનાથી દરરોજ 70,000થી વધારે ગંભીર રૂપથી બીમાર દર્દીઓને રાહત મળશે. ઓક્સિજનની સપ્લાય વિશેષ ટેન્કરોમાં શૂન્યથી નીચે (-) 183 ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવી રહી છે. પરિવહન ખર્ચ સહિત રાજ્ય સરકારોને કોઇપણ ખર્ચ વગર આપવામાં આવી રહ્યો છે. આ કંપનીની સીએસઆર (કંપની સામાજિક જવાબદારી) પહેલનો ભાગ છે. સાર્વજનિક ક્ષેત્રની આઈઓસી અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)પણ પોતાની રિફાઇનરીઓમાં ચિકિત્સામાં ઉપયોગ થનાર ઓક્સિજનનું ઉત્પાદન કરીને પ્રભાવિત રાજ્યોને મોકલી રહી છે. આ સિવાય સેલ, ટાટા સ્ટિલ જેવી કંપનીઓએ પણ ચિકિત્સા સ્તરના ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કરીને આપૂર્તિ રાજ્યોને શરુ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:April 20, 2021, 21:44 pm

    ટૉપ ન્યૂઝ