Relianceએ લૉન્ચ કરી COVID-19 સુરક્ષા વીમા યોજના, કોરોના પોઝિટિવ થતાં મળશે 100% કલેમ

Relianceએ લૉન્ચ કરી COVID-19 સુરક્ષા વીમા યોજના, કોરોના પોઝિટિવ થતાં મળશે 100% કલેમ
રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ લૉન્ચ કરેલી પોલિસીની જાણો ખાસિયતો

રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ લૉન્ચ કરેલી પોલિસીની જાણો ખાસિયતો

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંકટને જોતાં હાલમાં દરેક વીમો ઉતરાવી રહ્યા છે. જો તમે હજુ સુધી કોઈ વીમો (Insurance) નથી ઉતરાવ્યો તો ગભરાવવાની જરૂર નથી. રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની (Reliance General Insurance Company)એ કોરોના વાયરસને ધ્યાને રાખી કોવિડ-19 સુરક્ષા વીમા યોજના (COVID-19 protection insurance scheme) લૉન્ચ કરી છે. આ સ્કીમ કોરોના વાયરસના પોઝિટિવ ક્લેમ પર 100 ટકા કરવા આપમશે. જો કોઈ કેસમાં ગ્રાહકને ક્વૉરનટાઇન કરવામાં આવે છે તો તેમને વીમા રકમનું 50 ટકા કવર મળશે.

    એક વર્ષ માટે છે આ પોલિસી



    કંપનીએ જાહેર કરેલા નિવેદન મુજબ, આ પોલિસી એક વર્ષ માટે છે. પોલિસી લીધાના 15 દિવસ બાદ તેમાં ક્લેમ કરી શકાય છે. કંપનીના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને સીઈઓ રાકેશ જૈને જણાવ્યું કે અમે આ પ્રોડક્ટને એટલા માટે લૉન્ચ કરી છે જેથી લોકો ઉપર આર્થિક ભારણ ઓછું પડે.

    આ પણ વાંચો, Lockdown: 15 એપ્રિલથી ફરી દોડી શકે છે ટ્રેનો, 4 કલાક પહેલા સ્ટેશન પહોંચવું પડશે

    આ છે આ પોલિસીની ખાસિયતો

    >> ત્રણ મહિનાથી લઈને 60 વર્ષ સુધીના કોઈ પણ વયક્તિ આ પોલિસીને ઉતરાવી શકે છે. તેમાં 25,000 રૂપિયાથી લઈને 2 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ કરાવી શકાય છે. આ પોલિસીમાં કોરોના વાયરસના કારણે નોકરી ગુમાવવી પડે તો તેની પણ ભરપાઈ થશે.
    >> આ પ્લાનમાં એક એડ-ઓન વિકલ્પ પણ છે, Travel Exclusion Removal નામથી. જેમાં તમારી 45 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી પણ માન્ય હશે. કોરોના વાયરસ પોઝિટિવ થતાં વ્યક્તિને 100 ટકા વીમા રકમનો ક્લેમ મળશે.

    આ પણ વાંચો, કોરોના વાયરસઃ હૉટસ્પૉટ વિસ્તારમાં રહેનારા લોકો કઈ વાતોનું ધ્યાન રાખે?
    Published by:News18 Gujarati
    First published:April 09, 2020, 10:15 am