Home /News /business /રિલાયન્સ ફાઉન્ડેશન MCGM સાથે મળીને 3 લાખ લોકોને કરાવશે ફ્રી કોરોના વેક્સીનેશન, જાણો શું છે કંપનીનો પ્લાન?

રિલાયન્સ ફાઉન્ડેશન MCGM સાથે મળીને 3 લાખ લોકોને કરાવશે ફ્રી કોરોના વેક્સીનેશન, જાણો શું છે કંપનીનો પ્લાન?

રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)અને ગ્રેટર મુંબઈ નગર નિગમે (MCGM) મુંબઈના વંચિત તબકાના લોકો માટે 3 લાખ ફ્રી કોવિડ વેક્સીન લગાવવાની જાહેરાત કરી

રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)અને ગ્રેટર મુંબઈ નગર નિગમે (MCGM) મુંબઈના વંચિત તબકાના લોકો માટે 3 લાખ ફ્રી કોવિડ વેક્સીન લગાવવાની જાહેરાત કરી

નવી દિલ્હી : રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)અને ગ્રેટર મુંબઈ નગર નિગમે (MCGM) મુંબઈના વંચિત તબકાના લોકો માટે 3 લાખ ફ્રી કોવિડ વેક્સીન લગાવવાની જાહેરાત કરી છે. આ પહેલ અંતર્ગત મુંબઈના 50 વિસ્તારોને કવર કરવામાં આવશે. જેમાં ધારાવી, વર્લી, વડાલા, કોલોબા, કામતીપુરા, ચેમ્બુર જેવા વિસ્તાર સામેલ હશે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ફાઉન્ડેશનના સર એચએન રિલાયન્સ હોસ્પિટલ (Sir H N Reliance Foundation Hospital)દ્વારા ટિકાકરણ અભિયાન ચલાવવામાં આવશે. આ વેક્સીનેશન ડ્રાઇવમાં સ્ટેટ ઓફ દા આર્ટ મોબાઇલ વ્હીકલનો પ્રયોગ કરવામાં આવશે.

સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઈના ખાસ સ્થાનો પર ટિકાકરણ અભિયાન ચલાવવા માટે એક અત્યાધુનિક મોબાઇલ વ્હીકલ યૂનિટ તૈયાર કરી રહ્યું છે. જ્યારે MCGM આ અભિયાન માટે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિકની સુવિધાઓ પ્રદાન કરશે.

આગામી 3 મહિના સુધી ચાલશે આ અભિયાન

આ પહેલ મુંબઈમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની પ્રાઇમરી હેલ્થની પહેલ પર આધારિત છે. જે મોબાઇલ મેડિકલ વેન અને સ્ટેટિક મેડિકલ યૂનિટના માધ્યમથી કમજોર લોકોને તેમની જરૂરિયાતનો સામાન અને સુવિધાઓ આપે છે. આ ટિકાકરણ કાર્યક્રમ આગામી 3 મહિનામાં ચલાવવામાં આવશે અને આ રિલાયન્સ ફાઉન્ડેશનના મિશન વેક્સીન સુરક્ષા પહેલનો ભાગ છે. જે આગામી કેટલાક મહિનામાં દેશભરના અનપ્રિવિલેજ્ડ કમ્યુનિટી માટે ટિકાકરણ કરશે.

નીતા અંબાણીએ શું કહ્યું ?

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેયરપર્સન નીતા અંબાણીએ (Nita Ambani) કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશન COVID19 મહામારી સામેની આ લડાઇના દરેક કદમ પર દેશની સાથે ઉભું છે. લોકોને વારસસથી બચાવવા માટે સામૂહિક ટિકાકરણ એકમાત્ર સૌથી મોટું હથિયાર છે. આપણે બધાએ સુનિશ્ચિત કરવું પડશે કે જલ્દીથી જલ્દી દેશના બધા નાગરિકોનું ટિકાકરણ થઇ શકે. તેમણે આગળ કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણે બધા આ પડકારજનક સમયને આસાનીથી પાર કરી લઇશું અને દેશમાં ફરીથી સારો સમય આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે નબળા સમુદાયની મદદ

મહામારીની શરૂઆતથી જ રિલાયન્સ ફાઉન્ડેશન કોવિડ-19 સામેની લડાઇમાં દેશનું સમર્થન કરવામાં સૌથી આગળ રહ્યું છે. નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા 16 મહિનામાં સ્વાસ્થ્ય સેવાઓ, ચિકિત્સા અને ઓક્સિજનને લઇને મફત ભોજન સુધીની સુવિધા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી છે. આ સાથે નબળા કમજોર સમુદાયના લોકો માટે માસ્કનું વિતરણ પણ કર્યું છે.

- 1 લાખ દર્દીઓને દરરોજ નિઃશુલ્ક મેડિકલ ઑક્સિજન પૂરો પાડવામાં આવે છે
- દેશના વિવિધ ભાગોમાં કોવિડના દર્દીઓ માટે 2,000 કરતાં વધુ પથારીઓ અને સંલગ્ન સુવિધાઓ પૂડી પડાઈ છે.
- રોગચાળાથી પીડિત વંચિત વર્ગના લોકો માટે 7.5 કરોડ કરતાં વધારે ટંક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
- 1 કરોડ કરતાં વધારે માસ્કનું વિતરણ કરાયું છે તથા રોગનિવારણ માટેના સંદેશાઓનો પ્રસાર કરવામાં આવ્યો છે.

રિલાયન્સના કર્મચારીઓને પણ લગાવવામાં આવી વેક્સીન

મિશન વેક્સિન સુરક્ષા અભિયાન હેઠળ રિલાયન્સના કર્મચારીઓ , પરિવારજનો અને એમના પર નિર્ભર લોકોને કોવિડ -19ની રસીના 10 લાખ કરતાં વધુ ડોઝ આપવામાં આવ્યા છે . આજ સુધીમાં રસી મુકાવવા પાત્ર કર્મચારીઓમાંથી 98 ટકા કરતાં વધારે લોકોને કોવિડ -19 ની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે . મુંબઈના અને દેશના વંચિત વર્ગના લોકો સુધી આ મિશન પહોંચાડીને રિલાયન્સ ફાઉન્ડેશને દેશ સાથે ખભેખભા મિલાવીને કામ કરવાની અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે . રિલાયન્સને સૌની કાળજી છે એ ભાવના એમાં પ્રતિબિંબિત થાય છે.

રિલાયન્સ ફાઉન્ડેશન વિશે

રિલાયન્સ ફાઉન્ડેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સખાવતી કાર્ય કરનારી સંસ્થા છે . તેનો ઉદ્દેશ્ય સર્જનાત્મક અને સસ્ટેઇનેબલ ઉપાયો દ્વારા દેશના વિકાસની સામેના પડકારો ઝીલવામાં સહાયક ભૂમિકા ભજવવાનો છે . સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન સૌ ભારતીયોની સુખાકારી તથા ઉંચા જીવનધોરણ માટેનાં પરિવર્તનો લાવનારાં કાર્યો અવિરતપણે કરી રહ્યું છે . રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં થઈ રહેલાં સૌથી મોટા કદનાં સામાજિક કાર્યોમાં સામેલ છે . તેણે ગ્રામીણ વિકાસ , આરોગ્ય , શિક્ષણ , વિકાસ માટે ખેલકૂદ , આપાતકાલીન કાર્ય , શહેરી પુનરુત્થાન , કળા , સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું જતન જેવાં ક્ષેત્રે દેશના વિકાસની સામેના પડકારોને પહોંચી વળવા પર લક્ષ કેન્દ્રીત કર્યું છે . રિલાયન્સ ફાઉન્ડેશન ભારતભરનાં 44,700 થી વધુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 5.1 કરોડ કરતાં વધુ નાગરિકોના જીવનને સ્પર્શી ચૂક્યું છે .

લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
First published:

Tags: Covid vaccination, Reliance foundation, Reliance Industries, નીતા અંબાણી, રિલાયન્સ