Home /News /business /રિલાયન્સ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓને આપી ભેટ, ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ પર શિષ્યવૃતિનું કર્યુ એલાન

રિલાયન્સ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓને આપી ભેટ, ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ પર શિષ્યવૃતિનું કર્યુ એલાન

શિષ્યવૃતિ અગે કરી જાહેરાત

મુકેશ અંબાણીની આગેવાનીમાં ગત બે દાયકામાં રિલાયન્સ કંપનીએ જે સફળતાના પાયા રોપ્યા હતા તે આજ સુધી પણ કાયમ છે. આજે ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ છે. આ અવસર પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે.

  • moneycontrol
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની આગેવાનીમાં ગત બે દાયકામાં રિલાયન્સ કંપનીએ જે સફળતાના પાયા રોપ્યા હતા તે આજ સુધી પણ કાયમ છે. આજે ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ છે. આ અવસર પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશને વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. ફાઉન્ડેશને સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2022-23માં 5,000 સ્નાતક વિદ્યાર્થીઓ અને 100 અનુસ્નાતક વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. તેનો ફાયદો આગામી 10 વર્ષમાં 50,0000 વિદ્યાર્થીઓને મળશે. આ માટે કોઈ પણ લાભાર્થી 6 જાન્યુઆરી 2023 સુધી અરજી કરી શકે છે.

6 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃતિ


આર્થિક રૂપથી નબળા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્નાતકના અભ્યાસ દરમિયાન 2 લાખ રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવશે. જ્યારે અનુસ્નાતક, વિદ્યાર્થીઓને 6 લાખ રૂપિયા આપવામાં આવશે. એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને બાયોલોજી જેવા તમામ સેક્ટર સાથે જોડાયેલી છાત્રો તેનો લાભ ઉઠાવી શકશે.

આ પણ વાંચોઃ શું છે રતન ટાટાનો ‘Golden Rule’, જેના દમ પર તેમણે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ

દેશના યુવાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સહાય


રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અબાણીએ કહ્યુ કે, અમને દેશના વિદ્યાર્થીઓ પર પૂરો વિશ્વાસ છે. તેઓ ભારત ગૌરવશાળી વિકાનના નવા પાયા રોપશે. રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ હવે ઉચ્ચ શિક્ષણ માટે દેશની સૌથી મોટી સ્કોલશિપમાંની એક છે. સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને મળનારી આ સ્કોલરશિપ સંપૂર્ણ અભ્યાસ દરમિયાન મળશે. આ માટે 14 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરી શકાય છે. નીતા અંબાણીએ કહ્યુ કે, મારું અને મુકેશનું માનવું છે કે, દેશની નવી પેઢીમાં જ્ઞાન અને કંઈક નવું કરવાની ભરપૂર આવડત છે. આ પેઢી દેશના વિકાસમાં યોગદાન આપશે. તેમને માત્ર મદદની જરૂર છે. જેથી દેશના યુવાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે.

સ્કોલરશિપનો ઉદ્દેશ


રિલાયન્સ ફાઉન્ડેશનની અનુસ્નાતક સ્કોલરશિપનો ઉદ્દેશ છે કે, આર્થિક રૂપથી નબળા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ રૂપિયાની અછતના કારણે અભ્યાસ બંધ ન કરી દે. સ્કોલપશિપનો ઉદ્દેશ્ય સફળ વ્યાવસાયિકો બનાવીને તેમના સપના સાકાર કરવામાં મદદ કરવાનો છે. તેમની અંદર સારી ક્ષમતા જગાડવાનો છે. જેથી તેઓ સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે.

આ પણ વાંચોઃ માર્કેટમાં વેલ્યૂ ફંડની વાપસી: આ મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરવાનું સૌથી વધુ ચલણ

જાણો સ્કોલરશિપ માટે કોણ કરી શકે છે અરજી


જે પરિવારોની આવક 15 લાખ રૂપિયાથી ઓછી છે, તેઓ અરજી કરી શકે છે. જ્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ વિષયનો અભ્યાસ કરી રહ્યા હોય તેઓ આનો લાભ લઈ શકે છે. સ્નાતકમાં પહેલા વર્ષનો વિદ્યાર્થી હોવું જરૂરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ છોકરીઓ અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહન આપવાનો છે. જ્યારે અનુસ્નાતક સ્કોલરશિપ માટે 100 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. મેરિટના આધાર પર સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થીઓનું ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આમાં પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે અરજી કરવાની રહેશે.



(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
First published:

Tags: Business news, Reliance foundation, Scholarship

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો