રિલાયન્સ ફાઉન્ડેશને વીમેન કનેક્ટ ચેલેન્જ ઇન્ડિયાના અનુદાનકર્તાઓની જાહેરાત કરી

17 રાજ્યોની 3 લાખથી વધારે મહિલાઓ અને યુવતીઓની આ પહેલની લાભાર્થી બનશે

17 રાજ્યોની 3 લાખથી વધારે મહિલાઓ અને યુવતીઓની આ પહેલની લાભાર્થી બનશે

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)અને યૂએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલેપમેન્ટ (USAID) દ્વારા શરૂ કરાયેલા આ વીમેનકનેક્ટ ચેલેન્જ ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં દસ સંગઠનોને અનુદાન પ્રાપ્તકર્તાઓના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલના માધ્યમથી લૈંગિક ડિજિટલ વિભાજનને દૂર કરવામાં મદદ કરવા માટે 11 કરોડ રૂપિયાનું નિવેશ કરવામાં આવ્યું છે. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશને વિભિન્ન સમસ્યાઓના ઇનોવેટિવ સમાધાન બનાવવા માટે પરિયોજના માટે અનુદાનમાં 8.5 કરોડ રૂપિયાનું સમર્થન કર્યું છે. આ પ્રયાસ અંતર્ગત 17 રાજ્યોમાં 3 લાખથી વધારે મહિલાઓ અને યુવતીઓ લૈંગિક ડિજીટલ વિભાજનને દૂર કરવા અને પ્રોદ્યોગિકીના માધ્યમથી મહિલાઓના આર્થિક સશક્તિકરણને વધારવાની પહેલથી લાભાન્વિત થશે..

  પસંદ થયેલા સંગઠનોની જાહેરાત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક-ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓને સક્ષમ અને સશક્ત બનાવવી અમારું મિશન રહ્યું છે. જ્યારે અમે જિયો લોન્ચ કર્યું તો અમે એક ડિજિટલ રેવોલ્યૂશનની કલ્પના કરી હતી જે બધા માટે સમાન અવરસ પ્રદાન કરે. જિયોના માધ્યમથી આપણે દેશના દરેક ભાગમાં ઉપસ્થિત લોકોને સૌથી સસ્તી કનેક્ટિવિટી પ્રદાન કરી રહ્યા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં લૈંગિક ડિજિટલ અંતર ઘટાડવાની દિશામાં યુએસએડ સાથે ભાગીદારીમાં પણ કામ કરી રહ્યું છે. પ્રોદ્યોગિક અસમાનતાને દૂર કરવા અને સમાપ્ત કરવા માટે એક શક્તિશાળી સાધન છે. હું પરિવર્તનની આ યાત્રા પર આપણા વુમેનકનેક્ટ ચેલેન્જ ઇન્ડિયાના દસ વિજેતાઓેને અભિનંદન પાઠવું છું અને પોતાની સાથે આવવા પર સ્વાગત કરું છું.

  આ પ્રયાસ અંતર્ગત અનુદાન મેળવનાર દસ સંગઠનોમાં અનુદીપ ફાઉન્ડેશન, બેયરફૂટ કોલેજ ઇન્ટરનેશનલ, સેન્ટર ફોર યૂથ એન્ડ સોશિયલ ડેવલેપમેન્ટ, ફ્રેંડ્સ ઓફ વિમેન વર્લ્ડ બેન્કિંગ, નંદી ફાઉન્ડેશન, પ્રોફેશનલ આસિસ્ટન્સ ફોર ડેવલોપમેન્ટ એક્શન, સોસાયટી ફોર ડેવલોપમેન્ટ અલ્ટરનેટિવ્સ, સોલિડેરિડાડ રીજનલ એક્સપર્ટાઇઝ સેન્ટર, ટીએનએસ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ઝેડએમક્યૂ ડેવલેપમેન્ટનો સમાવેશ થાય છે.

  વુમેનકનેક્ટ ચેલેન્જ ઇન્ડિયાને ઓગસ્ટ 2020માં લોન્ચ કરવામાં આવી હતી. 180થી વધારે અરજીઓમાંથી 10 સંગઠનોને 12થી 15 મહિનાના સમયગાળા માટે 75 લાખથી 1 કરોડ રૂપિયા (100,000- 135,000 યૂએસ ડોલર) વચ્ચે અનુદાન સાથે પસંદ કરવામાં આવ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: