ભારતમાં ડિજિટલ જેન્ડર ડિવાઇડના ખાત્મા માટે રિલાયન્સ ફાઉન્ડેશને W-GDP અને USAID સાથે કરી પાર્ટનરશીપ

News18 Gujarati
Updated: August 12, 2020, 2:40 PM IST
ભારતમાં ડિજિટલ જેન્ડર ડિવાઇડના ખાત્મા માટે રિલાયન્સ ફાઉન્ડેશને W-GDP અને USAID સાથે કરી પાર્ટનરશીપ
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે, અમારું સંયુક્ત લક્ષ્ય ભારતમાં લિંગ ભેદ અને ડિજિટલ વિભાજન બંનેના ખાતમાનું છે

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે, અમારું સંયુક્ત લક્ષ્ય ભારતમાં લિંગ ભેદ અને ડિજિટલ વિભાજન બંનેના ખાતમાનું છે

  • Share this:
મુંબઈઃ વૂમન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોસ્પેરિટી (W-GDP) પહેલ હેઠળ યુ.એસ. એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અને રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) વચ્ચે નવી પાર્ટનરશીપ ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને દૂર કરશે. મંગળવારે W-GDP કાર્યક્રમમાં આ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી, જેનું આયોજન અમેરિકાના ડેપ્યૂટી સેક્રેટરી સ્ટીફન બીગન અને વિશેષ મહેમાન તથા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ અને ડેપ્યુટી USAID એડ્મિનિસ્ટ્રેટર બોની ગ્લીક સાથે કર્યું હતું. આ ઇવેન્ટનું www.state.gov પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે કહ્યું કે, W-GDP ફંડ મહિલાઓના આર્થિક સશક્તિકરણને આગળ વધારવા માટેના સૌથી નવીન કાર્યક્રમોના સ્ત્રોત અને સ્કેલ માટે બનાવવામાં આવ્યું છે. અમે અમેરિકન સરકાર અને ખાનગી ક્ષેત્રના સંસાધનો અને કુશળતાનો લાભ લઈ રહ્યા છીએ જેથી પ્રવૃત્તિઓ સ્થાયી થાય, તેઓ જે સમુદાયો સુધી પહોંચે છે તેનો ઊંડો પ્રભાવ પડે.

આ અંગે, USAIDના એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર જ્હોન બારસાએ જણાવ્યું કે, જો આપણે અડધી વસ્તીને બાકાત રાખીએ તો વૈશ્વિક સમૃદ્ધિ પહોંચની બહાર રહેશે. યુ.એસ. એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)માં, અમે માનીએ છીએ કે મહિલાઓમાં રોકાણ પરિવર્તન પર માનવ સંભાવનાને તલાશવાની ચાવી છે. USAID ખાતેના W-GDP ફંડ મહિલાઓ અને પુરુષો વચ્ચેના આર્થિક અંતરને દૂર કરવા અને અમારા ભાગીદારોને સ્વનિર્ભર કરવા તરફ આગળ વધવામાં મદદ કરવા માટે નવીન ઉકેલો માટે નાણાની ફાળવણી કરે છે.

કાર્યક્રમને વર્ચ્યૂઅલી સંબોધિત કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે, મને આ જાહેરાત કરતાં ખુશી અને ગર્વ થઈ રહ્યો છે કે USAIDની સાથે ભાગીદારી કરીને રિલાયન્સ ફાઉન્ડેશન અને W-GDP સાથે આવી રહ્યા છે. અમે 2020માં સમગ્ર ભારતમાં એક સાથે W-GDP વુમન કનેક્ટ ચેલેન્જ લૉન્ચ કરીશું. અમારો સંયુક્ત લક્ષ્ય, ભારતમાં લિંગ ભેદ અને ડિજિટલ વિભાજન બંનેના ખાતમાનો છે કારણ કે જ્યારે મહિલાઓ જાગૃત થાય છે તો પરિવારો, સમાજ અને દેશની પ્રગતિ નવા રસ્તા ખોલી દે છે. વિકસિત વિશ્વ ત્યારે જ સાચા અર્થમાં કહી શકાય છે જ્યારે સૌની સાથે બરાબરીનો વ્યવહાર થતો હોય.

આ પણ વાંચો, Fortune Global 500ની યાદીમાં RIL ટોપ-100માં સામેલ, 10 સ્થાનની છલાંગ લગાવી

રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળી W-GDP સમગ્ર ભારતમાં વુમન કનેક્ટ ચેલેન્જ લૉન્ચ કરશે. આ ચેલેન્જ ભારતમાં લિંગ ભેદના ખાતમાની સાથોસાથ ભારતીય મહિલાઓને વેપારમાં જોડવા અને તેમને પ્રોત્સાહન આપવાનું કામ કરશે.આ પણ વાંચો, US: ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલા હૈરિસને હંમેશા રહ્યો છે ભારતીય મૂળની હોવાનો ગર્વ

નોંધનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે વૂમન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રોસ્પેરિટી (W-GDP) પહેલ લૉન્ચ કરી હતી. તેના રચનામાં ઇવાન્કા ટ્રમ્પે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પહેલનું લક્ષ્ય 2025 સુધીમાં વિકાસશીલ દેશોની 50 લાખ મહિલાઓ સુધી પહોંચવાનું છે.

(ડિસ્કેલમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)  
Published by: Mrunal Bhojak
First published: August 12, 2020, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading