રિલાયન્સની આલોક ઇન્ડસ્ટ્રીઝ 33 ટકાના ખર્ચે કરી રહી છે PPE કિટનું ઉત્પાદન

News18 Gujarati
Updated: May 31, 2020, 2:06 PM IST
રિલાયન્સની આલોક ઇન્ડસ્ટ્રીઝ 33 ટકાના ખર્ચે કરી રહી છે PPE કિટનું ઉત્પાદન
પ્રતીકાત્મક તસવીર

આલોક ઇન્ડસ્ટ્રીઝ ખાતે PPE કિટનો ઉત્પાદન ખર્ચ માત્ર 650 રૂપિયા પ્રતિ કિટ, આયાતી કિટનો ભાવ 2000 રૂપિયા

  • Share this:
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ પોતાની કપડા અને પરિધાન યૂનિટ આલોક ઇન્ડસ્ટ્રીઝ (Alok Industries)ને PPE તૈયાર કરવાના યૂનિટ તરીકે બદલી દીધું છે. આલોક ઇન્ડસ્ટ્રીઝ ચીન (China)થી આયાત કરવામાં આવતા PPE કિટની તુલનામાં માત્ર એક તૃતીયાંશ એટલે કે 33 ટકા ખર્ચે તેનું ઉત્પાદન કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલાં જ આલોક ઇન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ કર્યું હતું.

રિલાયન્સે આલોક ઇન્ડસ્ટ્રીઝની સિલવાસા ખાતેની ફેક્ટરીમાં વિશિષ્ટ રીતે PPE કિટ તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. કોવિડ-19ના સંકટની વચ્ચે ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, નર્સો, હૉસ્પિટલ કર્મીઓ અને અન્ય લોકો માટે PPE કિટની ખૂબ જરૂર પડે છે.

PPE કિટનું પ્રોડક્શનને વધારતા હવે દરરોજ એક લાખ યૂનિટ PPE કિટ તૈયાર કરવામાં આવી રહી છે. અહીં તેનો પ્રોડક્શન ખર્ચ માત્ર 650 રૂપિયા પ્રતિ કિટ છે, જ્યારે આયાત કરવામાં આવેલી કિટનો ભાવ 2000 રૂપિયા પ્રતિ કિટ છે.

ભવિષ્યમાં PPE કિટની નિકાસ થશે

ભવિષ્યમાં અહીંથી PPE કિટનું નિકાસ પણ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આ ફેક્ટરીમાં PPE કિટનું પ્રોડક્શન એપ્રિલ મધ્યમાં શરૂ થયું હતું. ત્યારબાદ અહીં ઉત્પાદન ઝડપથી વધારવામાં આવ્યું. હેવ અહીં દેશના રોજની જરૂરિયાતની PPE કિટના 20 ટકાનું ઉત્પાદન થઈ રહ્યું છે. અન્ય PPE કિટ પ્રોડક્શન કરતી કંપનીઓમાં જેસીટી ફગવાડા, ગોકલદાસ એક્સપોર્ટ્સ અને આદિત્ય બિરલા સામેલ છે.

આ પણ વાંચો, Lockdown 4.0 ખૂબ ખરાબ રહ્યું, દરેક કલાકે સરેરાશ 271 લોકો કોરોનાથી થયા સંક્રમિતકોરોના વાયરસના સંકટથી પહેલા ભારત પોતાની PPE કિટની જરૂરિયાતને આયાત કરીને પૂરી કરતી હતી. આ મહામારી ફેલાયા બાદથી દેશમાં તેનું ઉત્પાદન શરૂ થયું છે. સૂત્રોએ કહ્યું કે રિલાયન્સની ઉચ્ચ ગુણવત્તા અને ઓછી કિંમતની PPE કિટથી કોવિડ-19 સંકટનો સામનો કરવામાં મદદ મળી શકશે.

(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

આ પણ વાંચો, World No Tobacco Day: ભારતમાં દર વર્ષે 13 લાખ લોકોનું તમાકુના કારણે થાય છે મોત
First published: May 31, 2020, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading