Reliance Digitalનો ‘ફેસ્ટિવલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ’ આ દશેરા પર આકર્ષક ઑફરો રજૂ કરશે

News18 Gujarati
Updated: October 4, 2019, 6:35 PM IST
Reliance Digitalનો ‘ફેસ્ટિવલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ’ આ દશેરા પર આકર્ષક ઑફરો રજૂ કરશે
પ્રતિકાત્મક તસવીર

તહેવારની સિઝનમાં રોમાંચમાં વધારો કરવા રિલાયન્સ ડિજિટલે એનો ‘ફેસ્ટિવલ ઓફ ઇલેટ્રોનિક્સ’ લોંચ કર્યો છે,

  • Share this:
તહેવારની સિઝનમાં રોમાંચમાં વધારો કરવા રિલાયન્સ ડિજિટલે એનો ‘ફેસ્ટિવલ ઓફ ઇલેટ્રોનિક્સ’ લોંચ કર્યો છે, જેમાં ભારતભરમાં આકર્ષક અને રોમાંચક ઓફર સામેલ છે.

આ દશેરાએ રિલાયન્સ ડિજિટલ અને માય જીયો સ્ટોર્સ ઇલેક્ટ્રોનિક્સની સંપૂર્ણ રેન્જ પર 15 ટકા કેશ-બેક અને એક્સેસરીઝ પર વધુ 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ડિલર્સ ઓફર કરે છે. ઉપરાંત થોડા ભાગ્યશાળી ગ્રાહકો 1 કિલોગ્રામ સોનું, વૈભવી કાર, મોટરસાયકલ, એલઇડી ટીવી, લેપટોપ કે આઇફોન પણ જીતી શકે છે. આ ઉપરાંત સ્ટોરમાં આજિયો વાઉચર અને છ મહિના માટે ફ્રી જિયોસાવન પ્રો સબસ્ક્રિપ્શન જેવા અન્ય સુનિશ્ચિત લાભ પણ મળશે. ધિરાણનાં સરળ અને આકર્ષક વિકલ્પો રિલાયન્સ ડિજિટલમાં ખરીદીનાં અનુભવને વધારે રિવોર્ડિંગ બનાવશે.

આ વિવિધ આકર્ષક ડિલ ભારતમાં 5 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર, 2019 સુધી રિલાયન્સ ડિજિટલ અને માય જિયોનાં તમામ સ્ટોર્સમાં તમામ કેટેગરીઓ– ટેલીવિઝન, હોમ એપ્લાયન્સિસ, મોબાઇલ ફોન, લેપટોપ અને એક્સેસરીઝમાં ઉપલબ્ધ થશે.

રિલાયન્સ ડિજિટલમાં ખરીદી કરનાર દરેક ગ્રાહકને સૌથી વધુ અનુકૂળ ઉત્પાદન ખરીદવા વિસ્તૃત વિકલ્પો સાથે પર્સનલાઇઝ ટેકનોલોજીનો અનુભવ મળશે. આકર્ષક ઓફર, ગેરન્ટેડ ઓછી કિંમતો અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓની બહોળી રેન્જ સાથે રિલાયન્સ ડિજિટલ તહેવારની આ સિઝનમાં ગિફ્ટ ખરીદવા માટેનું ઉત્તમ સ્થાન બનશે અને ગ્રાહકોને તેમનાં હોમને નવેસરથી સજાવવામાં મદદ કરશે.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर