રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ઉદ્દેશ્ય બ્રાન્ડના નેશનલ રોલઆઉટ માટે તૈયારી કરવાનો છે અને તેના FMCG વ્યવસાય માટે અમલીકરણમાં શ્રેષ્ઠતા ઊભી કરવા માટે ગુજરાતને "ગો-ટુ-માર્કેટ" રાજ્ય તરીકે વિકસાવવાનો ઇરાદો ધરાવે છે.
અમદાવાદ: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની FMCG શાખાએ 15 ડિસેમ્બરે ગુજરાતમાં તેની મેડ-ઇન-ઇન્ડિયા કન્ઝ્યુમર પેકેજ્ડ ગૂડ્ઝ બ્રાન્ડ ઇન્ડિપેન્ડન્સ લોન્ચ કરી છે.
અમદાવાદમાં અક્ષરધામ ખાતે પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી ઉજવણી પ્રસંગે ગ્રાહકો અને કરિયાણા ભાગીદારોને 'Independence'વિશે પરિચય કરાવવામાં આવ્યો હતો. તે સ્ટેપલ્સ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને અન્ય રોજિંદી જરૂરિયાતો સહિત અનેક શ્રેણીઓમાં ઉત્પાદનો પ્રદાન કરે છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ ઈન્ડિપેન્ડન્સના લોન્ચિંગ પર જણાવ્યું હતું કે, “મને અમારી પોતાની FMCG બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સના લોન્ચિંગની જાહેરાત કરતાં આનંદ થાય છે જે ખાદ્ય તેલ, કઠોળ, અનાજ, પેકેજ્ડ ખોરાક અને અન્ય દૈનિક જરૂરિયાત ઉત્પાદનો સહિત ઉચ્ચ ગુણવત્તા અને સસ્તું ઉત્પાદનોની વિશાળ ચોઈસ લાવી રહ્યા છે."
તેમણે વધુમાં કહ્યું કે, "આ બ્રાંડનો ઉદ્દેશ્ય 'વાસ્તવિક ભારતીય સમસ્યાઓ માટે સાચા ભારતીય ઉકેલો' માટે છે, જેને 'કણ કણ મેં ભારત' તરીકે બતાવવામાં આવે છે, જે ભાવનાત્મક જોડાણ પણ વધારશે અને ભારતીયોમાં સર્વસમાવેશકતાનો અનુભવ કરાવે છે"
રિલાયન્સ રિટેલે અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ઉદ્દેશ્ય બ્રાન્ડના નેશનલ રોલઆઉટ માટે તૈયારી કરવાનો છે અને તેના FMCG વ્યવસાય માટે અમલીકરણમાં શ્રેષ્ઠતા ઊભી કરવા માટે ગુજરાતને "ગો-ટુ-માર્કેટ" રાજ્ય તરીકે વિકસાવવાનો ઇરાદો ધરાવે છે.
નિવેદન અનુસાર, રિલાયન્સ કન્ઝ્યુમર ઈન્ડિપેન્ડન્સના લોન્ચને ગ્રાહકો, ઉત્પાદકો, વિતરકો અને કરિયાણાઓ સહિત ભારતના તમામ હિતધારકો માટે એક સશક્તિકરણ ચળવળ બનાવવાનો ઈરાદો ધરાવે છે. ઈન્ડિપેન્ડન્સ પ્રોડક્ટ્સ ભારતીય ઉપભોક્તા જરૂરિયાતોની અલગ સમજણ સાથે તૈયાર કરવામાં આવે છે અને ભારતીય ઘરોમાં સ્થાન મેળવશે તે નિશ્ચિત છે, કારણ કે તે માત્ર ભારતમાં જ નહીં, પણ ભારત માટે પણ બનાવવામાં આવે છે.
Disclaimer: રિલાયન્સ રિટેલ લિમિટેડ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે. News18 સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.