Home /News /business /રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કેમ્પા સાથે 3 નવા ફ્લેવર્સમાં “ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ”ની વાપસી
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કેમ્પા સાથે 3 નવા ફ્લેવર્સમાં “ધ ગ્રેટ ઈન્ડિયન ટેસ્ટ”ની વાપસી
કેમ્પા પોર્ટફોલિયો શરૂઆતમાં સ્પાર્કલિંગ બેવરેજ કેટેગરીમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જનો સમાવેશ કરશે.
ગત વર્ષે 29 ઓગસ્ટ, 2022 ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમને સંબોધિત કરતી વખતે રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઇશા અંબાણીએ એફએમસીજી બિઝનેસમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી અને તેની જાહેરાતના બે દિવસ પછી જ કેમ્પા બ્રાન્ડનું સંપાદન સામે આવ્યું હતું.
Reliance Retail Launches Campa: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (Reliance Retail Ventures)ની એફએમસીજી કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલા (Campa Cola) લોન્ચ કરી છે. હાલમાં રિલાયન્સ રિટેલે તેના કેમ્પા પોર્ટફોલિયોમાં પ્રથમ ત્રણ ફ્લેવર્સ લોન્ચ કર્યા છે, જેમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જ સામેલ છે. રિલાયન્સ રિટેલની કેમ્પા બ્રાંડના ફરીથી લોન્ચ થયા પછી, પેપ્પી ( Pepsi) અને કોકા-કોલા (Coa Cola) સૌથી મોટા પડકારનો સામનો કરવા જઈ રહી છે.
ઓગસ્ટ 2022માં રિલાયન્સ રિટેલે તેના FMCG બિઝનેસને પાંખો આપવા માટે સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા ખરીદી હતી. કેમ્પાની સાથે કંપનીએ પ્યોર ડ્રિંક્સ ગ્રૂપ પાસેથી સોસ્યો બ્રાન્ડ પણ ખરીદી છે. રિલાયન્સ રિટેલે કેમ્પા બ્રાન્ડને હસ્તગત કર્યાના છ મહિના પછી જ તેને ફરીથી બજારમાં લોન્ચ કરી છે. 70 અને 80 ના દાયકામાં કેમ્પા દેશના પીણા બજારની સૌથી મોટી કંપનીઓમાંની એક હતી. પરંતુ 90ના દાયકામાં તે કોકાકોલા અને પેપ્સીના પડકાર સામે ટકી શક્યું નહીં.
50 વર્ષ જૂની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ ત્રણ નવા ફ્લેવરમાં માર્કેટમાં પાછી આવશે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે કેમ્પા બ્રાંડના પુનઃ લોંચ પર જણાવ્યું હતું કે બ્રાન્ડનું લોન્ચિંગ કંપનીની વ્યૂહરચના સાથે સુસંગત છે જે દેશની ભારતીય બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપે છે જે માત્ર સમૃદ્ધ વારસો ધરાવે છે પરંતુ ભારતીય ઉપભોક્તાઓને તેમના અનન્ય સ્વાદ માટે અપીલ કરે છે અને તેની સાથે ઊંડો સંબંધ છે.
ગત વર્ષે 29 ઓગસ્ટ, 2022 ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમને સંબોધિત કરતી વખતે રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઇશા અંબાણીએ એફએમસીજી બિઝનેસમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી અને તેની જાહેરાતના બે દિવસ પછી જ કેમ્પા બ્રાન્ડનું સંપાદન સામે આવ્યું હતું. તમને જણાવી દઈએ કે દેશમાં FMCG સેક્ટરનું મૂલ્ય આશરે $110 બિલિયન હોવાનો અંદાજ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર