Home /News /business /અંબાણી જૂથનું થશે 35 વર્ષ જૂનું ફેશન હાઉસ, AJSKમાં 51 ટકા ભાગીદારી ખરીદશે રિલાયન્સ બ્રાન્ડ્સ

અંબાણી જૂથનું થશે 35 વર્ષ જૂનું ફેશન હાઉસ, AJSKમાં 51 ટકા ભાગીદારી ખરીદશે રિલાયન્સ બ્રાન્ડ્સ

અબુ જાની, સંદીપ ખોસલા

RBL & AJSK Partnership: આરબીએલ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે અને તેણે 2007માં ફેશન અને જીવનશૈલીની લક્ઝરીથી માંડીને પ્રીમિયમ સેગમેન્ટમાં વૈશ્વિક બ્રાન્ડ્સ શરૂ કરવા અને તેનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે શરૂઆત કરી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડે (RBL) ભારતની અગ્રણી ફેશન બ્રાન્ડ અબુ જાની સંદીપ ખોસલા (AJSK)માં 51% સ્ટેક માટે રોકાણ (RBL signed a definitive agreement with AJSK) કરવા એક કરાર સાઇન કર્યો છે. આ પાર્ટનરશીપ (RBL & AJSK Partnership) સાથે ભારત અને સમગ્ર વિશ્વમાં 35 વર્ષ જૂના કૂટ્યુઅર હાઉસના ગ્રોથના પ્લાન (35-year-old couture house’s growth)ને વેગ આપવાનો ઉદ્દેશ છે. મુંબઈ સ્થિત, અબુ જાની (Abu Jani) અને સંદીપ ખોસલા (Sandeep Khosla) ભારતના પ્રીમિયર કૂટ્યુઅરર છે. તેમનો ડિઝાઇન વારસો 1986માં શરૂ થયો હતો અને તેમના કોચર લેબલ અબુ જાની સંદીપ ખોસલાને તેની અદ્યતન ગુણવત્તા અને ક્લાસિકલી ભવ્ય શૈલી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવે છે.

ડિવાઇન, પાથબ્રેકિંગ ડિઝાઇનથી ભરપૂર ભારતના વારસાની સમૃદ્ધિની ઝલક દરેક AJSK વસ્ત્રોને આધુનિક માસ્ટરપીસ બનાવે છે. હાઇ ફેશન માટે ટ્રેન્ડસેટર્સ અને તેઓ મિરરવર્ક, ક્રશ્ડ કોટન અને સિલ્ક, ચિકનકારી અને ખાદીને કૂટ્યુઅર (Couture) તરીકે તૈયાર કરવા માટે સારી રીતે પ્રતિષ્ઠિત છે. આજે માર્કેટમાં તેમનું લેબલ શ્રેષ્ઠ ગણાય છે. AJSK એસેમ્બલને તેની રિપીટ વેલ્યૂના કારણે એક શ્રેષ્ઠ રોકાણ માનવામાં આવે છે.

ફેશન હાઉસની ત્રણ બ્રાન્ડ્સ


આ લેબલને તેના શ્રેષ્ઠ ભરતકામ માટે અલગ પડે છે. તેમણે આ શૈલીને એક નવી ઊંચાઇએ પહોંચાડી છે. આ ટ્રેન્ડ ફોલો કરનાર નહીં પણ ટ્રેન્ડ સેટ કરનાર લેબલ છે. કપડાં તેમના સ્પર્શ અને અનુભૂતિ માટે એટલા જ પ્રખ્યાત છે, જેટલા તેઓ તેમના દેખાવ માટે છે. લેબલ દ્વારા તમને ફોર્મલ, ઓકેઝન, રેડ કાર્પેટ અને બ્રાઇડ/વેડિંગ માટે બેસ્ટ ચોઇસ પ્રદાન કરવામાં આવશે. ફેશન હાઉસમાં હાલ ગુલાબો, ASAL અને મર્દ નામની 3 અન્ય બ્રાન્ડ પણ છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “પોતાની સુંદર કારીગરી માટે ભારતમાં અગ્રણી ગણાતી કૂટ્યુઅર્સ સાથે જોડાવું રોમાંચક અનુભવ છે, કારણ કે તે આપણને ભારતીય હસ્તકલાના નવીનીકરણ માટે તેમની એક મજબૂત પ્લેટફોર્મ આપે છે. એકદમ જૂનામાંથી નવીનત્ત ટ્રેન્ડ સેટ કરવો તેમની ખાસિયત છે. અબુ સંદીપ ત્રણ દાયકાથી પણ વધુ સમયથી સફળ રહ્યા છે અને હવે સમય આવી ગયો છે કે લક્ઝરીને અલગ રીતે રજૂ કરવાના તેમના પ્રયાસ વિશ્વના દરેક ખૂણે પહોંચે.” આ નવી ભાગીદારી સાથે બ્રાન્ડ તેના અતુલ્ય ભારતીય કારીગરોને ચેમ્પિયન બનાવવા અને વિશ્વ મંચ પર તેમની આશ્ચર્યજનક કારીગરીને આગળ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

અબુ સંદીપે જણાવ્યું કે, “જ્યારે અમે અબુ જાની સંદીપ ખોસલા શરૂ કર્યુ, ત્યારે અમારું મિશન એકદમ સ્પષ્ટ હતું. અમે ભારતની દાયકાઓ જૂની અદ્દભૂત અને સુંદર કારીગરીને મોડર્ન વિશ્વની સામે લાવવા ઇચ્છતા હતા. અમે દરેક ભારતીયોને આપણી સંસ્કૃતિ પર ગર્વ કરાવવામાં માંગતા હતા. છેલ્લા 35 વર્ષમાં અમે આ કર્યું છે. અમે પારંપરિક તકનીકોને સામે લાવવા સિવાય નવી કારીગરીઓ પણ લાવ્યા જે ભારતીય સંસ્કૃતિની ઝલક આપે છે. હવે રીલાયન્સ બ્રાન્ડ્સના સહકારથી અમે વિશ્વ ક્ષેત્રે તેને રજૂ કરવાનું અમારું સપનું સાકાર કરી શકીશું. આ નવા સાહસ સાથે અમે આશા રાખીએ છીએ કે અમારા હસ્તકલાને કાયમી ધોરણે વિશ્વભરના શ્રેષ્ઠ રનવે અને રેક્સ પર મૂકવામાં આવશે.” અબુ જાની અને સંદીપ ખોસલા બ્રાન્ડની ડિઝાઇન અને ક્રિએટીવ ડાયરેક્શનનું નેતૃત્વ કરશે.

RBL રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પેટા-કંપની


આરબીએલ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે અને તેણે 2007માં ફેશન અને જીવનશૈલીની લક્ઝરીથી માંડીને પ્રીમિયમ સેગમેન્ટમાં વૈશ્વિક બ્રાન્ડ્સ શરૂ કરવા અને તેનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે શરૂઆત કરી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં આરબીએલ (RBL) એ સ્વદેશી ભારતીય ડિઝાઇનર બ્રાન્ડના નિર્માણ અને સંચાલનમાં પણ રોકાણ કર્યું છે.

બ્રાન્ડ ભાગીદારીના તેના વર્તમાન પોર્ટફોલિયોમાં અરમાની એક્સચેન્જ, બેલી, બોટેગા વેનેટા, બ્રુક્સ બ્રધર્સ, બર્બેરી, કેનાલી, કોચ, ડિઝલ, ડુન, ઇએ7, એમ્પોરિયો અરમાની, એરમેનેજિલ્ડો ઝેગના, જી-સ્ટાર રો, ગેસ, જ્યોર્જિયો અરમાની, હેમ્લેસ, હ્યુગો બોસ, હન્કેમોલર, આઇકોનિક્સ, જિમ્મી ચુ, કેટ સ્પેડ ન્યૂયોર્ક, મનીષ મલ્હોત્રા, માઇકલ કોર્સ, મધરકેર, મુજી, પોલ એન્ડ શાર્ક, પોલ સ્મિથ, પોટરી બાર્ન, પોટરી બાર્ન કિડ્સ, રાઘવેન્દ્ર રાઠોડ, રિપ્લે, સાલ્વાટોર ફેરાગામો, સત્યા પોલ, સ્ટીવ મેડન, સુપરડ્રી, સ્કોચ એન્ડ સોડા, ટિફની એન્ડ કંપની, ટોરી બર્ચ, તુમી, વર્સેસ, વિલેરોય એન્ડ બોચ અને વેસ્ટ એલ્મ સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Fashion, આરઆઇએલ, મુકેશ અંબાણી, રિલાયન્સ

विज्ञापन
विज्ञापन