LIVE NOW

Reliance AGM: JioGigaTV, જિયોફોન-2 થયાં લોન્ચ, જાણો મહત્વની વાતો

gujarati.news18.com | July 5, 2018, 2:03 PM IST
facebook Twitter Linkedin
Last Updated July 5, 2018
auto-refresh
11:51 am (IST)

Load More
મુંબઇ ખાતે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 41મી વાર્ષિક સામાન્ય બેઠક (AGM) મળી હતી. સવારે 11 કલાકે મુંબઇમાં આવેલા બિડલા માતોશ્રી સભાગૃહમાં શરૂ થયેલી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ શેરધારકોને જણાવ્યું કે આ 10 વર્ષમાં સૌથી સારૂં વર્ષ રહ્યું છે. તેમણે કહ્યું કે નાણાંકીય વર્ષ 2018માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 20.6 ટકા વધીને 36, 076 કરોડ રૂપિયા રહ્યો.

મુકેશ  અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયોની પાસે આજે 22 કરોડ ગ્રાહકો છે અને દરમહિને 240 કરોડ જીબીથી વધારે ડેટાનો ઉપયોગ થઇ રહ્યો છે. એજીએમમાં મુકેશ અંબાણીએ  દેશના 1100 શહેરમાં પ્રારંભિક ધોરણે જિયો ગીગા ફાઇબર વાયર્ડ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વાર્ષિક સામાન્ય સભામાં આકાશ અંબાણી, ઇશા અંબાણી અને કિરણે જિયોફોન-2 અને ગીગા ટીવીની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી કંપનીએ વાર્ષિક બેઠકમાં ઘણી એવી જાહેરાતો કરી હતી જેનાથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર ઘણી અસર થઇ છે. આ દરમિયાન ગ્રાહકોને ઘણી નવી ઓફર અને સર્વિસીસ પણ મળી.  ગત AGM દરમિયાન કંપનીએ 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પર ફ્રી ફીચર સ્માર્ટફોન જિયોફોનની જાહેરાત કરી હતી. આ ફોન ઘણો લોકપ્રિય હતો અને ગ્રામીણ વિસ્તારોમાં ખુબ વેંચાયો.
corona virus btn
corona virus btn
Loading